the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મુંબઈમાં દાખલ 3માંથી 2 રિપોર્ટ નેગેટિવ; ચીનમાં એક ડોક્ટરનું મોત; વુહાનમાં સેનાના મેડિકલ સ્ટાફમાંથી 450 સભ્યોને મોકલ્યા

  • ચીન સરકારે 13 શહેરોને લોકડાઉન કર્યું, કેનેડા જેટલી વસ્તી (3.5 કરોડ)નો બહારની દુનિયા સાથેનો સંપર્ક કટ

  • ચીનમાં એક જ દિવસમાં કોરોના વાયરસથી પીડિત 400 કેસ નવા નોંધાયા, પીડિતોનો આંકડો 1300એ પહોંચ્યો

બેઈજિંગ/પેરિસ/ ન્યૂયોર્ક: કોરોના વાયરસથી ભારતમાં પણ જોખમની આશંકા વધી ગઈ છે. 11 લોકોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. તેમાંથી કેરળના 7 છે. આ દરમિયાન કોરોના વાયરસ ઈન્ફેક્શનની શંકાના કારણે 3 લોકોને મુંબઈની કસ્તુરબા ગાંધી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 2ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે અન્ય એક યાત્રીના બ્લડ સેમ્પલની તપાસ શનિવારે પુણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (એનઆઈવી)માં કરાશે.

બીજી બાજુ ચીનના વહુાનમાં શુક્રવારે 15 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત આજે અહીં એક ડોક્ટરનું પણ મૃત્યુ થયું છે. પરિણામે કોરોના વાયરસમાં મૃતકોની સંખ્યા 42 થઈ ગઈ છે. ચીન સરકારે વુહાનમાં સેનાના 450 મેડિકલ સ્ટાફના સભ્યોને મોકલ્યા છે. નોંધનીય છે કે કોરોના વાયરસનો પહેલો કેસ વુહાનમાં સામે આવ્યો હતો. આ એક જ શહેરમાં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. ચીન સરકારે આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને 13 શહેરોને લોકડાઉન કર્યા છે. જેમાં 3.5 કરોડ લોકોનો સંપર્ક બહારની દુનિયા સાથે કટ કરી દેવામાં આવ્યો છે. તેની અસર એ જોવા મળી છે કે, ચીનના અન્ય રાજ્યોમાં આ વાયરસના કારણે અત્યાર સુધી માત્ર 3 લોકોના જ મોત થયા છે.

કોરોના વાયરસનું ઈન્ફેક્શન હવે યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયું છે. ફ્રાન્સમાં ત્રણ લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પણ એક કેસ સામે આવ્યો છે. ચીનમાં જે 15 લોકોના મોત થયા છે તેમની ઉંમર 15થી 87 વર્ષની છે. તેમાં 11 પુરુષ અને 4 મહિલાઓ છે. આ સિવાય એક દિવસમાં કોરોનાવાયરસના 400 નવા કેસ સામે આવ્યા છે. તેનાથી કુલ પીડિતોની સંખ્યા 1300 સુધી પહોંચી ગઈ છે.

ભારતમાં ચીનથી આવતા યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ
શુક્રવાર સુધીમાં 20 હજાર યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5 દિવસની અંદર 1789 યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી બે લોકોને ઈન્ફેક્શન હોવાની શંકાએ મુંબઈની કસ્તુરબા હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય કેરળમાં 8 લોકોને તેમના ઘરમાં જ મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને દિલ્હી એમ્સમાં એક આઈસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.

12 દેશોમાં સામે આવ્યા કોરોના વાયરસના કેસ

દેશ કેસ મોત
ચીન 1300 41
થાઈલેન્ડ 4 0
જાપાન 1 0
મકાઉ 1 0
જાપાન 2 0
દક્ષિણ કોરિયા 2 0
તાઈવાન 1 0
અમેરિકા 1 0
સિંગાપોર 1 0
નેપાળ 1 0
ફ્રાન્સ 3 0
ઓસ્ટ્રેલિયા 1 0