the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મોંઘવારીઃ દેશની સૌથી મોટી સમસ્યા

વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. અનાજ, કઠોળ, ચા, ખાંડ, શાકભાજી કે સાબુ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં થતા બેફામ વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબ પરેશાન છે. નિરંકુશપણે વધતી જતી મોંઘવારી દેશના અર્થતંત્રને પણ ખોરવી નાંખે છે. આપણા દેશની સિત્તેર ટકાથી પણ વધુ વસ્તી ખેતી પર નભે છે. છતાં દુષ્કાળ કે અતિવૃÂષ્ટને કારણે અનાજની અછત ઊભી થાય છે, ત્યારે અનાજનાં કાળાંબજાર અને સંગ્રહખોરી ફૂલેફાલે છે. અનાજના ભાવ વધે તેની સીધી કે આડકતરી અસર તમામ ઉદ્યોગધંધા પર થાય છે. કામદાર વર્ગ મોંઘવારીભથ્થામાં વધારો માગે છે. એ ખર્ચને પહોંચી વળવા માટે ઉદ્યોગપતિઓ પોતાના ઉત્પાદનોની કિંમતો વધારે છે. આમ, મોંઘવારીનું વિષચક્ર ક્રમશઃ બધા ક્ષેત્રોને આવરી લે છે.ઘણી વાર આંતરાષ્ટÙીય બજારમાં ભાવોની વધઘટ પણ દેશમાં મોંઘવારી માટે કારણભૂત બને છે. દા.ત., આરબ દેશો ખનિજ તેલના ભાવોમાં અવારનવાર વધારો કરતા રહે છે. તેથી આપણા દેશમાં પણ પેટ્રોલ, ડીઝલ વગેરે આદિના ભાવો વધે છે. આની સીધી અસર વાહનવ્યવહાર ઉપર થાય છે. રિક્ષા, ટેક્સી, ટ્રકો વગેરેનાં ભાડાં વધે છે. પરિણામે સમગ્ર બજાર પર મોંઘવારીની અસર થાય છે.શાળા-કાલેજમાં પ્રવેશ અને ભણતરના ખર્ચા વધ્યા છે. ઉપરાંત ગણવેશ અને પુસ્તકો ખરીદવા માટે પણ વાલીઓએ ઠીક ઠીક ખર્ચ કરવો પડે છે. આમ, દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી સામાન્ય માનવી માટે કોઈ જીવલેણ રોગ જેવી ભયાનક બની ગઈ છે. આવક અને ખર્ચના છેડાને માંડ માંડ ભેગા કરતા કરોડો મધ્યમવર્ગીય લોકો મોંઘવારી વધતાં કઈ વસ્તુઓના વપરાશમાં કાપ મૂકવો, એની વિમાસણમાં મુકાઈ જાય છે. ગૃહકંકાસ, સામાજિક અશાંતિ અને આપઘાતના બનાવોના મૂળમાં કેટલીક વાર મોંઘવારી પણ જવાબદાર હોય છે.
મોંઘવારીના વિષચક્રથી દેશને બચાવવા માટે સરકારે ખેતીના વિકાસને અગ્રતા આપવી જાઈએ. દુકાળ કે અતિવૃÂષ્ટના સમયે ખેતી પર વિપરીત અસર ન થાય એવા ઉપાયો યોજવા જાઈએ. કાળાંબજાર, સંગ્રહખોરી અને ભ્રષ્ટાચાર જેવા અપરાધો સામે કડક હાથે કામ લેવું જાઈએ. મોજશોખની વસ્તુઓના ઉત્પાદન કરતાં જીવનજરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વધે એ માટે વિશેષ પ્રયાસો કરવા જાઈએ. ગૃહઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોના વિકાસ દ્વારા ઉત્પાદન અને રોજગારીની તકો વધારીને પણ મોંઘવારીને અંકુશમાં લઈ શકાય. હડતાલો, બંધ, કામચોરી વગેરેથી દૂર રહીને લોકોએ સહકારની ભાવના કેળવવી જાઈએ. વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ પણ સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજીને ભાવસપાટીને Âસ્થર રાખવા શક્્ય એટલો પ્રયત્ન કરવો જાઈએ.મોંઘવારી આપણા સૌનાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો સૌથી મોટો શત્ર્š છે. એ અંકુશમાં આવશે તો જ દેશનો સર્વાંગી વિકાસ થશે.અમેરિકા Âસ્થત પ્યુ રિસર્ચ સેન્ટરનાં સર્વે મુજબ બેરોજગારી તેમજ વધતી મોંઘવારી ભારતીયો માટે સૌથી વધુ ચિંતાજનક મુદ્દો છે. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં લગભગ ૭૬% લોકો માને છે કે દેશમાં રોજગાર સૌથી મોટી સમસ્યા છે. આ ઉપરાંત ૭૩% લોકોનું માનવું છે કે વધતી મોંઘવારી ભારતીયો માટે મહત્વનો મુદ્દો છે. ભારતમાં બેરોજગારી અને મોંઘવારી ઉપરાંત ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગુનાખોરી, આર્થિક અસમાનતા, નબળી શાળાઓ, વાયુ પ્રદુષણ, આરોગ્ય અને સાંપ્રદાયિક સબંધો વર્તમાન સમયની મુખ્ય સમસ્યાઓ છે તેમ સર્વેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં બેરોજગારીનો દર ૩.૫% નોંધાયો હતો ત્યારે ૧.૮૬ કરોડ લોકો બેરોજગાર હતા તેમ પ્યુ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ૩૯.૩૭ કરોડ લોકો સાવ સામાન્ય સ્તરની નોકરી રહ્યા હતા. આ સર્વેમાં ભાગ લેનારા મહત્તમ લોકો મોદી સરકારની પાંચ વર્ષની કામગીરીથી સંતુષ્ટ નથી. તેઓએ કÌšં હતું કે Âસ્થતિ સુધરવાનાં સ્થાને ખરાબ થઇ છે. સર્વેમાં લગભગ ૬૭% લોકોએ Âસ્વકાર્યું હતું કે રોજગારી મામલે Âસ્થતિ બગડી છે. આ ઉપરાંત ૪૭% લોકોએ કÌšં હતું કે રોજગારીની તકો ઘટી છે જ્યારે ૨૧% ભારતીયોએ કÌšં હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રોજગારીની તકો વધી છે. ભારતમાં રોજગાર બાદ મોંઘવારી બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે. લગભગ ૬૫% લોકોનું માનવું છે કે છેલ્લાં પાંચ વર્ષોમાં વસ્તુઓ અને સેવાઓનો કિંમતમાં વધારો થયો છે જયારે ૧૯% લોકોએ જ કÌšં હતું કે કિંમતોમાં ઘટી છે. ભારતમાં અર્થતંત્રને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ સર્વેમાં જણાવ્યાં અનુસાર ૬૫% લોકોનું માનવું છે કે છેલ્લાં ૨૦ વર્ષની સરખામણીમાં હાલ અર્થવ્યવસ્થામાં સુધારો નોંધાયો છે. દેશનો જીડીપી પાંચ ટકા એ આવી ગયો છે. દેશમાં બેરોજગારી સૌથી ઊંચા સ્તર પર પહોંચી છે. જે વધતી વધતી આસમાનને ચડી જાય તેવી Âસ્થતિ પ્રવર્તી રહી છે. મોટા મોટા ઉદ્યોગો અને રિયલ એસ્ટેટ સૌથી ખરાબ Âસ્થતિએ પહોંચી ગયા છે. ઉત્પાદન અને
આભાર – નિહારીકા રવિયા સ્ટેટ નિર્માણમાં ઉત્પાદનો અટકી ગયા છે. તો ટેક્સટાઇલ ઉદ્યોગ અને હીરા બજારને પણ મંદીએ પોતાના ભરડામાં લઈ લીધા છે અને આ બધાની પાછળ નું કારણ છે નોટ બંધી અને જીએસટી આમ છતાં સરકારમાં બેઠેલાઓને મંદી દૂર કરવાનું કે મોંઘવારી ઘટાડવાનો, બેરોજગારી ઘટાડવાનો કે નવી રોજગારી ઊભી કરવાનો રસ્તો દેખાતો નથી કે મળતો નથી.પરંતુ એક સત્ય હકીકત એ છે કે દેશભરમાં નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને લાખો લોકોની રોજગારી જતી રહી છે તો ઓટો ખરીદી બંધ થતા તેની અસર પણ મોટી થઇ છે અને આ ક્ષેત્રમાંથી હજારો લોકોએ રોજગારી ગુમાવી છે તો એ જ હાલત રીયલ એસ્ટેટની થઈ છે ખરીદનાર મળતા નથી એટલે ઉભા કરેલ કે નવનિર્મિત થતા બિÂલ્ડંગોના કામ તો અટકી જ ગયા છે તો તૈયાર ફ્લેટ, મકાનો ખરીદનાર મળતા જ નથી પરિણામે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વેપાર ધંધાને ભયંકર અસર થવા પામી છે. આવા ક્ષેત્રમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોએ ઉચાળા ભરવા પડયા છે અને પોતાના વતન તરફ રવાના થઇ ગયા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે લોકોને અન્ય બાબતો તરફ વાળવા અનેક પ્રચાર-પ્રસાર માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી શું ફાયદો થશેપ.? પ્રજા પણ હવે સમજી ગઈ છે અને આવા પ્રચાર-પ્રસાર જાવાનું તેમજ સાભળવાનુ બંધ કરી દીધું છે.અપવાદરૂપ થોડી આંગળીના વેઢે ગણાય તેવા સત્ય અને વિશ્વસનિય પ્રસાર-પ્રચાર માધ્યમો તરફ લોકો વળી ગયા છે ત્યારે સવાલ એ ઉઠે છે કે શું કેન્દ્ર સરકાર મંદીને રોકવા સાથે મોંઘવારી ને રોકી શકશે ખરીપ.??
દેશમાં ખાસ કરીને ગુજરાતમાં હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદીની મોટી અસર થતા હજારો કારખાના એકમો બંધ થઈ ગયા છે. ઉપરાંત આ બંને ક્ષેત્રના બજારોએ પડદા લટકાવી દીધા છે જેમાં વિવિધ લખાણો જાવા મળે છે *જેવા કે મંદીની અસર હોવાથી ઘરાકી નથી તો લેણદારોએ નાણા માટે દબાણ કરવું નહીં* તો અન્યમાં લખાણ છે રૂપિયા ૧૦,૦૦૦ નું કામ કરનારને ત્રણ હપ્તે નાણા મળશે.* તો અન્યમા લખ્યું છે *બને ત્યાં સુધી ખોટા ખર્ચા ન કરો અને પૈસા બચાવો તથા આવકની સામે કરકસર કરો કારણ મંદી ક્્યારે દુર થશે તે કહી શકાય તેમ નથી* આવા લખાણવાળા પડદા મોટા શહેરોમાં ખાસ કરીને સુરતમાં સૌથી વધુ જાવા મળે છે પછી નંબર આવે છે અમદાવાદનો. આ અમદાવાદના બાપુનગરમાં સૌથી વધુ હીરાના કારખાના છે તો સુરતમાં પણ છે અહીં અનેક કારખાના બંધ થતા રત્ન કલાકારો પોતાના વતન તરફ રવાના થઇ ગયા છે. મોટા હીરા કારખાનેદારોએ રત્નકલાકારોને છુટા કરી દીધા છે તો ટેક્સટાઇલ ને લગતા અનેક નાના-મોટા એકમો બંધ થતાં તેના કારીગરોને પણ રોજગારી ગુમાવી પડી છે. જેમાં મોટા ભાગે પર પ્રાતિઓ કામ કરે છે જ્યારે સ્થાનિક કારીગરો ઓછા પ્રમાણમા છે તેઓ પોતાના વતન જતા રહ્યા છે તો આ હિસાબે દેશભરમાં કેટલા બેરોજગાર થયા હશે?સરકારે મંદી અટકાવવા કેટલાક પગલા લીધા અને તે માટે જાલન સમિતિની ભલામણ અનુસાર રૂ. ૧. ૭૬ કરોડ સરકારને મળશે. પરંતુ સરકાર મોટાભાગે મોટા ઉદ્યોગોને લોન આપશે તેમજ મોટી-મોટી ખર્ચાળ યોજનાઓમાં નાણા વાપરશે તો તેનાથી મંદી કે મોંઘવારી ઘટવાની નથી, કે નથી બેરોજગારી ઘટવાની. એ તો ઠીક પરંતુ બેરોજગારોની સંખ્યામાં વધારો થશે તે નિશ્ચિત છે.સરકારે આ દિશામાં યોગ્ય રીતે લાંબાગાળાનાં પગલા ભરવા અનિવાર્ય બની ગયા છે જા કે સરકાર આ પ્રકારની સમસ્યાઓ સામે અસરકારક પગલા લઇ શકી નથી.