the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સેન્સેક્સ 148 અંક વધ્યો, નિફ્ટીએ 12210ની સપાટી વટાવી; ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં તેજી

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 148 અંક વધીને 41454 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 33 અંક વધીને 12215 પર કારોબાર કરી રહ્યો છે.

બીએસઈ પર ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 1.83 ટકા વધીને 476.30 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.11 ટકા વધીને 4,107.80 પર કારોબાર કરી રહ્યો છે.

ટાઈટન કંપની, એમએન્ડએમ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ અને બજાજ ઓટો સહિતના શેરમાં મંદી જોવા મળી રહી છે. ટાઈટન કંપનીના શેર 0.66 ટકા ઘટીને 1,147.25 પર કારોબાર કરી રહ્યાં છે. એમએન્ડએમ 0.29 ટકા ઘટીને 535.05 પર કારોબાર કરી રહ્યો છે.