the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સેન્સેક્સ 244 અંક વધ્યો, નિફ્ટીએ 12300ની સપાટી વટાવી; ઈન્ફોસિસ, સનફાર્મામાં તેજી

  • ઈન્ફોસિસ, સન ફાર્મા, એચસીએલ ટેક, એચયુએલ સહિતના શેરમાં તેજી

  • ટાટા મોટર્સ, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ટીસીએસ સહિતના શેરમાં મંદી

મુંબઈઃ ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 244 અંક વધી 41844 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 61 અંક વધી 12318 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ઈન્ફોસિ, સનફાર્મા, એચસીએલ ટેક, લાર્સન અને એચયુએલ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 4.15 ટકા વધી 768.90 પર કારોબાર કરી રહ્યો છે. સનફાર્મા 1.84 ટકા વધી 451.50 પર કારોબાર કરી રહ્યો છે.

આ સિવાય ટાટા મોટર્સ, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ટીસીએસ અને ભારતી એરટેલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ 1.22 ટકા ઘટી 194.00 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 0.18 ટકા ઘટી 1,152.00 પર કારોબાર કરી રહ્યો છે.