the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હાર્દિક પંડયાએ સર્બિયન એક્ટ્રેસ સ્ટેનકોવિચ નતાશા સાથે સગાઈ કરી, ક્રૂઝ પર રિંગ પહેરાવી

  • સર્બિયાની એક્ટ્રેસ નતાસા સ્ટાંકોવિચે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે-9માં ભાગ લીધો હતો 

  • ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નચ બલિયે વખતે નતાસા માટે જનતા પાસે મત માંગ્યા હતા 

  • હાર્દિકનું નામ ઉર્વશી રોતેલા સાથે પણ જોડાયું હતું

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિચ સાથે સગાઈ કરી. નતાશા-હાર્દિકે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા આ વાત ફેન્સને જણાવી હતી. હાર્દિકએ નતાશા સાથે ફોટો શેર કરતાં લખ્યું કે, ‘મે તેરા,તૂં મેરી જાને સારા હિન્દુસ્તાન. 01-01-2020 #Engaged.’ મૂળ સર્બિયાની નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે-9માં પણ જોવા મળી હતી. તે બિગ બોસ -8માં ભાગ લઈ ચૂકી છે.

હાર્દિકે મંગળવાર મોડી રાતે ઈન્સ્ટાગ્રામ પર સર્બિયાની એક્ટ્રેસ નતાસા સ્ટાંકોવિચ સાથે ફોટો શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘નયે સાલ કી શરૂઆત મેરે પટાખે કે સાથ’ આ ફોટામાં હાર્દિકે નતાસાનો હાથ પકડી રાખેલો છે. સાથે જ દિલવાળું ઈમોજી પણ બનાવ્યું છે.

ડાન્સ રિયાલિટી શો નચ બલિયે-9માં પોતાનો જલવો બતાવી ચુકેલી નતાસા માટે હાર્દિકે પણ વોટ માંગ્યા હતા. મીડિયાના જણાવ્યા પ્રમાણે, હાર્દિકે નતાસાને તેમના પરિવારને પણ મળાવી છે પણ હજુ સુધી કોઈ ઓફિશીયલ નિવેદન આવ્યું નથી.

નતાશાએ અનેક રિયાલિટી શો કર્યા
હાર્દિક પંડયાએ સોશિયલ મિડિયા પર એક તસવીર શેર કરી હતી. હાર્દિક અને નતાશાને લઈને મિડિયામાં ભારે ચર્ચા રહી હતી,બંનેને અનેક વાર સાથે દેખાયા હતા. નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે 9માં પણ જોવા મળી હતી. તે બિગ બોસ -8માં ભાગ લઈ ચુકી છે. મૂળ સર્બિયાની નતાશાનું નામ પ્રિયાંક શર્મા સાથે જોડાયું હતું. પ્રિયાંક બિગબોસ 11માં જોવા મળ્યો હતો. હાર્દિક પંડયાનું નામ અગાઉ ઉર્વશી રોતેલા સહિત અનેક યુવતીઓ સાથે જોડાયું હતું.

દુબઇ પાસે સમુદ્રની વચ્ચે હાર્દિકે પ્રપોઝ કર્યું
દુબઇ પાસે એક સમુદ્રની વચ્ચોવચ હાર્દિક તેની ગર્લફ્રેન્ડ નતાશાને પ્રપોઝ કરી રહ્યો હોવાની તસવીર નતાશાએ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી.જેમાં હાર્દિક પ્રપોઝ કરવા માટે ઘૂંટણીએ બેસી ગયો હતો.આ સાંભળતાં નતાશાએ તેને ઉભો કરવા પ્રયાસ બાદ કીસ કરી પ્રપોઝલને આવકાર આપ્યો હતો.

હાર્દિકની ગત વર્ષે જ લોઅર બેકની સર્જરી થઈ હતી

ગત વર્ષે વર્લ્ડ કપ દરમિયાન હાર્દિકને લોઅર બેક પેઈન થઈ રહ્યો હતો. તપાસ માટે તેઓ લંડનની એક હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં ઓક્ટોબરમાં તેમની સર્જરી થઈ હતી.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે હાર્દિકની પસંદગી
ઈજા બાદ પાછા આવેલા હાર્દિકને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર જનારી ઈન્ડિયા ટીમમાં સામેલ કરાયા હતા. આ ટીમમાં પૃથ્વી શો, મંયક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન અને ઉમેશ યાદવને પણ એ ટીમમાં સાથે જવા માટે કહેવાયું હતું જેથી તેઓ ન્યૂઝીલેન્ડના હવામાનમાં મેચ થઈ શકે. ટીમ ઈન્ડિયા ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ જશે. જ્યાં ત્રણ T-20 અને બે ટેસ્ટ મેચ રમશે.