the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

2019માં અમદાવાદ ‘ફાઈન સિટી’ બન્યું, પોલીસ-મ્યુનિ.એ અમદાવાદીઓ પાસેથી રૂ. 29.12 કરોડનો દંડ વસૂલ કર્યો

  • હેલ્મેટ નહીં પહેરનારા 6 લાખ શહેરીજનોને કુલ 7.63 કરોડનો દંડ ફટકારાયો 

  • મચ્છરોના બ્રીડિંગ મળતાં કોમર્શિયલ એકમો પાસેથી 1.8 કરોડનો વહીવટી ચાર્જ લેવાયો

અમદાવાદ: 2019માં પોલીસ અને કોર્પોરેશને અમદાવાદીઓના ખિસ્સામાંથી કુલ રૂ.29.12 કરોડનો અધધ… દંડ વસૂલ્યો છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોના ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો છે. હજુ આ 29 કરોડમાં ટ્રાફિક પોલીસે આપેલા ઈ-મેમોની રકમનો સમાવેશ કરાયો નથી. આ વર્ષે પહેલીવાર મ્યુનિ. દ્વારા પોલીસ અને મ્યુનિ.ના કર્મચારીઓની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (જેટ)ની રચના કરાઈ હતી. જે તમામ 48 વોર્ડમાં દંડ વસૂલવાની કામગીરી કરે છે. આ ટીમે નજીવા મહિનામાં 5 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. હેલ્થે મચ્છરોના બ્રીડિંગ અને સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં કચરો કે ટોઈલેટ કરનારા પાસેથી દંડ વસૂલ્યો હતો.
પોલીસે કરેલી કામગીરી
એક વર્ષમાં પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 11 કરોડનો દંડ વસૂલ્યો.

ગુના કેસ રકમ
ઓવરસ્પીડિંગ 4700 3797500
હેલ્મેટ 655802 76335400
સીટબેલ્ટ 134770 23380700
મોબાઈલ પર વાત 5784 3478100
ડાર્ક ફિલ્મ 28949 3288300
કગળો 2087 354700
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ 316
કુલ 832408 110634700

જેટ ટીમે કરેલી કામગીરી
પહેલીવાર અમલી બનેલી મ્યુનિ.-પોલીસની (જેટ ) ટીમે પણ 5.18 કરોડનો દંડ વસૂલ્યો.

યુનિટ રકમ
એસ્ટેટ 51690 18188030
હેલ્થ 54436 26896340
પોલીસ 39797 6780501
કુલ 145923 51864871

48 વોર્ડમાં પહેલીવાર 6 મહિનાથી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરાઈ છે. જેઓ દબાણ, ગેરકાયદે પાર્કિંગ સામે દંડ વસૂલે છે.

હેલ્થ ખાતાની કામગીરી
હેલ્થ-સોલિડ વેસ્ટ વિભાગે કુલ 2.91 કરોડનો દંડ વસૂલ્યો.

એકમ રકમ
કન્સ્ટ્રક્શન 8893200
કોમર્શિય બિલ્ડિંગ 10825462
રહેણાંક 274001
પ્લાસ્ટિક 46547862
સોલિડવેસ્ટ 61474264
ઓપન ડેફિકેશન 719110
કુલ 291233470