the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કરોડોનું આંધણ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને જ ભારતમાં પધરામણી કરશે એ નક્કી થઈ ગયું છે. ટ્રમ્પ ભારતમાં પધરામણી કરવાના છે એવી વાતો લાંબા સમયથી ચાલતી હતી પણ ટ્રમ્પ ક્્યારે આવશે એ ખબર નહોતી. વ્હાઈટ હાઉસ તારીખોના મામલે મગનું નામ મરી નહોતું પાડતું તેમાં બધું લોલેલોલ ચાલતું હોય એવું લાગતું હતું. છેવટે મંગળવારે વ્હાઈટ હાઉસે ટ્‌વીટ કરીને ટ્રમ્પની ભારતમાં પધરામણીની તારીખો જાહેર કરી દીધી. ટ્રમ્પ નવી દિલ્હી ને અમદાવાદ જશે. અમદાવાદમાં નવા રૂપરંગ સજાવીને તૈયાર કરાયેલા મોટેરા સ્ટેડિયમમાં ‘હાઉડી મોદી’ સ્ટાઈલનો ‘કેમ છો, ટ્રમ્પ’ કાર્યક્રમ થશે ને પછી ટ્રમ્પ દિલ્હી વહ્યા જશે. દિલ્હીમાં ડીનર ને એવા બધા સરકારી કાર્યક્રમો થશે.અમેરિકા સ્વાર્થી છે ને પોતાના લાભ વિના કશું કરતું નથી. અમેરિકા દુનિયામાં સૌથી મોટો વેપારી દેશ છે ને પોતાનો ફાયદો ના હોય તો કોઈની છીંકણી પણ ના લે એવો દેશ છે. ટ્રમ્પ એ દેશના પ્રમુખ છે તેથી કશું કહેવાપણું હોય જ નહીં. લાલો લાભ વિના લોટે જ નહીં. એ જે કંઈ કરે એ પોતાના ફાયદા માટે જ કરે ને ભારત-યાત્રા પણ તેમના લાભાર્થે જ છે. અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે ને ટ્રમ્પ બીજાં ચાર વર્ષ માટે પ્રમુખ બનવા થનગની રહ્યા છે. એ માટે જે પણ વાનાં કરવાં પડે એ બધાં એ કરે છે. અમેરિકામાં ભારતીયોની સંખ્યા નોંધપાત્ર છે ને તેમાં ગુજરાતીઓ સારા એવા પ્રમાણમાં છે. ટ્રમ્પ અહીં આવે ને ગુજરાતીઓને રાજી કરી દે તો અમેરિકામાં રહેતા ગુજરાતીઓના મત સાગમટે તેમને મળી જાય એ લાલચમાં ટ્રમ્પ અહીં દોડ્યા આવે છે ને મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ કરવાના છે. સ્વાભાવિક રીતે જ આ કાર્યક્રમ ભારત સરકારના ખર્ચે ને જાખમે યોજાવાનો છે. હવે સાવ મફતમાં ચંદન ઘસવા મળતું હોય તો કોણ ના ઘસે? ખર્ચ ભારતનો, વ્યવસ્થા ભારતની, લોકો ભારતનાં ને તેનો ફાયદો મળવાનો ટ્રમ્પ સાહેબને. કોઈ મૂરખ હોય તો જ આવો મોકો જતો કરે. ટ્રમ્પ મૂળ તો બિઝનેસમેન છે ને તેથી એ આવો મોકો ચૂકે એ વાતમાં માલ જ નથી. એ સિવાય ભારતને અમેરિકાનો માલ ધાબડવાનો પણ ઈરાદો તો છે જ. ભારતે ગયા વરસે અમેરિકાના કેટલાંક કૃષિ ઉત્પાદનો પર ટેક્સ ઠોકી દીધેલો. એ ટેક્સ પાછો ખેંચાય ને ભારત અમેરિકા પાસેથી વરસે દાડે બીજા પાંચસો-સાતસો કરોડ ડાલરનો માલ ખરીદી લે એ માટે દબાણ ઊભું કરવાનો પણ ટ્રમ્પનો ઈરાદો છે. ટ્રમ્પ એ રીતે પોતાના ને પોતાના જ સ્વાર્થ માટે અહીં આવી રહ્યા છે. જાકે સવાલ ટ્રમ્પનો નથી પણ આપણો છે. ટ્રમ્પ આવવાના છે તેમાં આપણે ગોળ ગોળ થઈ ગયા છીએ ને આગતાસ્વાગતામાં કોઈ કસર ના રહી જાય એ માટે કરોડોનું આંધણ કરી રહ્યા છીએ.એ બધા પાછળ આપણા પરસેવાની સરકારી તિજારીના કરોડો રૂપિયાનું આંધણ થઈ રÌšં છે. આપણને તેની સામે પણ વાંધો નથી કેમ કે કંઈક મેળવવું હોય તો કંઈક આપવું પડે. ગમે તે મીઠાઈ બનાવો. જેટલો ગોળ નાંખો એટલું ગળ્યું થાય. મોદી સરકાર પણ થોડો વધારે ગોળ નાંખે તો ચાલે પણ એ ગળપણનો લાભ આપણને મળવો જાઈએ. આપણે ગોળ નાખ્યા કરીએ ને અમેરિકનોનાં મોં મીઠાં થયા કરે એ ના ચાલે. આ કારણે જ ટ્રમ્પની યાત્રાથી આપણને શો ફાયદો થાય એ વિચારવું જરૂરી છે કારણકે આ મુલાકાત માત્ર ટ્રમ્પને જ ફાયદો પહોંચાડનારી બની રહે તેવી છે.