the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નાસાના આઈકોનિક ‘પેલ બ્લ્યુ ડોટ’ ફોટોગ્રાફને આજે 30 વર્ષ થયા, આશરે 4 અબજ માઈલદૂરથી પૃથ્વીના દુર્લભ ફોટા જોવા મળ્યા હતા

  • તસ્વીરો વોયજર 1 સ્પેશક્રાફ્ટે લીધી હતી, તેની સફર 1977માં શરૂ થઈ હતી અને 2012માં સૌરમંડળના છેડે પહોંચ્યું હતું

  • વોયજર-2એ પણ સૌરમંડળના દુર્લભ ફોટો મોકલ્યા હતા, આ ફોટાને ડિજીટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે

  • વોયજર-1 5મી સપ્ટેમ્બર,1977ના રોજ છોડવામાં આવ્યું હતું

ઈન્ટરનેશનલ ડેસ્કઃ નેશનલ એરોનોટીક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ના પેસાડેના, કેલિફોર્નિયામાં આવેલી પ્રોપ્યુલ્શન લેબોરેટરીએ વોયજર (Voyager) તરફથી સૌર મંડળમાંથી કેટલીક દુર્લભ અને સૌથી આઈકોનિક તસ્વીરો મોકલી હતી તેને આજે 30 વર્ષ પૂરા થયા છે. 30મી વર્ષગાંઠ નિમિત્તે પેલ બ્લુ ડોટ (Pale Blue Dot) તરીકે ઓળખાતી ઈમેજનું નવું વર્ઝન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અપડેટેડ ઈમેજ માટે આધુનિક-પ્રોસેસિંગ સોફ્ટર તથા ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
14મી ફેબ્રુઆરી,1990ના રોજ પૃથ્વીથી આશરે 3.70 અબજ માઈલ દૂર સ્પેસક્રાફ્ટે પેલ બ્લ્યુ ડોટ તરીકે ઓળખવામાં આવતા અને વર્તમાન સમયમાં આઈકોનિક પોર્ટ્રેઈટે બ્રહ્માંડમાં આટલા અંતરેથી પૃથ્વી કેવી દેખાય છે તેની તસ્વીર મોકલી હતી. આ તસ્વીરમાં પૃથ્વી ખૂબ જ નાના ટપકા જેવી દેખાય છે.

વોયજર 1 અને વોયજર 2એ અન્ય ગ્રહોના પણ ફોટા મોકલ્યા છે
પેલ બ્લ્યુ ડોટ તરીકે ઓળખાતા આ તસ્વીરમાં પૃથ્વી નાના ચમકતા બિંદુ જેવી લાગે છે. વોઈજર-1 સક્રિય છે તે બાબતની નાસાને ખાતરી કરાવવા વૈજ્ઞાનિક કાર્લ સાગનના વડપણ હેઠળ ચલાવવામાં આવતા કેમ્પેઈનના ભાગરૂપે Pale Blue Dot જોવા મળ્યો હતો અને આ ફોટો લીધા બાદ તેની સ્ટોરીની શરૂઆત થઈ હતી. આ ફોટો લીધાના 34 મિનિટમાં જ સ્પેસક્રાફ્ટના કેમેરાને બંધ કરવામાં આવ્યા હતા, જેથી તેની તપાસ દરમિયાન પાવર (ઊર્જા)ને બચાવી શકાય.

સૌર મંડળમાં વોયજર 1 અને પૃથ્વીની સ્થિતિ (પ્રતિકાત્મક ફોટો)

વોયજર 1 દ્વારા સૌર મંડળના આશરે 60 ફોટા મોકલવામાં આવ્યા છે, જેમાં સુર્ય તથા તેના અન્ય પાંચ ગ્રહનો સમાવેશ થાય છે. આશરે 30 વર્ષ અગાઉના આ ફોટાને કેલિફોર્નિયામાં નાસાના જેટ પ્રોપ્યુલ્શન લેબોરેટરીના એન્જીનિયર કેવિન ગીલ તથા ઈમેજીંગ પ્રોસેસર દ્વારા આ ફોટાને નવા લૂક આપ્યા છે.

વર્ષ 1977માં વોયજર સ્પેશક્રાફ્ટ છોડવામાં આવ્યું હતુ
અત્રે ઉલ્લેખનીય છે કે 5 સપ્ટેમ્બર, 1977માં વોયજર 1 તેના ટ્વીન વોયજર 2 સાથે છોડવામાં આવ્યું હતું. વોયજર 1 ગુરુ ગ્રહ અને શનિ નજીકથી પસાર થયો હતો ત્યારે વોયજર સૌર મંડળના ચાર ગ્રહ ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન પાસેથી પસાર થયું હતું. જોકે વોયજર-2 ને 20 ઓગસ્ટ,1977ના રોજ છોડવામાં આવ્યું હતું. આ સ્પેસક્રાફ્ટ દ્વારા લેવામાં આવેલા પેલ બ્લ્યુ ડોટ પિક્ચર પૃથ્વીવારીઓને એ વાતનો અહેસાસ કરાવે છે કે બ્રહ્માન્ડમાં આપણી પૃથ્વી કેટલી સુક્ષ્મ છે.

વોયજર 1 દ્વારા આશરે 75 લાખ માઈલ દૂરના અંતરે પૃથ્વી અને ચંદ્રની તસ્વીર મોકલી હતી.