the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સાબદા રહેવાની જરૂર

ચીનમાં કોરોના વાઈરસના ચેપથી હાહાકાર મચ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ૮,૦૦૦ લોકોને આ ચેપ લાગ્યો છે અને લગભગ પોણાબસો લોકોને ચેપને પગલે આવેલું મોત ભરખી ગયું છે. ચીનમાં ફેલાયેલો ભય જગતભરમાં ફેલાશે કે કેમ? આ ચેપ વૈશ્ર્વિક ચેપનો રોગચાળો એટલે પૅન્ડેમિક સ્વરૂપનો થશે કે? ભારતને આનો ભય કેટલો? ભારતની આરોગ્ય મશીનરી-યંત્રણા આ કોરોના નામના સંકટને રોકવા કે નાથવા અને એ રોગચાળો ફેલાય તો એનો સામનો કરવા માટે સજ્જ છે કે? આવા અનેક પ્રશ્ર્‌નો કોરોનાના કારણે ખડા થાય છે. ચીનમાં લગભગ ૧૮ શહેરો અને પાંચ કરોડની વસતિને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. ભારતે એના ભણકારા વાગતાંમાં જ સરકારે તાત્કાલિક પગલાં લીધા છે એટલે એનો ભય રાખવાની આવશ્યક્તા નથી, ફક્ત સામનો કરવાની દક્ષતા, કાબેલિયત, હોશિયારી જરૂરી છે.ભારત-ચીન એ બે દેશ વચ્ચે અરસપરસ વહેવાર છે, ધંધાનો સંબંધ છે એટલે આ ચેપને ભારતમાં દાખલ ન થવા દેવા માટે બધી રીતના પ્રયાસો આવશ્યક છે અને એ થઈ રહ્યાનું કહેવામાં આવે છે.આવો કોઈ નવો ચેપ દેશમાં પ્રવેશે ત્યારે સૌથી વધુ મહ¥વનું છે દેશમાં તેવા કેસોને ઓળખવા અને તેને અલગ રાખીને તેનો ઉપચાર કરવો. પરંતુ આપણા દેશમાં હજી ખડેપગે તૈયાર હોય એવી નિદાન-યંત્રણા સજ્જ નથી. પુણેની નૅશનલ ઈÂન્સ્ટટ્યૂટ આૅફ વાયરાલાજી સિવાય આપણી પાસે આવા પ્રકારના નવા વાઈરસ તથા તેના ચેપનું નિદાન કરી શકે એવી યંત્રણા નથી. હજી આ ચેપ પૂરા જાશથી પ્રવેશ્યો નથી, પણ જા પ્રવેશે તો પહેલા કેસનું નિદાન કરવાની તૈયારી તો હોવી જ જાઈએ. વર્ષ ૨૦૦૭માં ઝિકા વાઈરસ ભારતમાં દાખલ થયો ત્યારે એની જાણકારી સરકારી આરોગ્ય વ્યવસ્થાએ છુપાવી હતી. દેશમાં ગભરાટ ન ફેલાય એવો હેતુ હોય તો પણ અન્ય યંત્રણાની સતર્કતા પર એનું દુષ્પરિણામ થાય છે.આ વાઈરસની સરખામણી વર્ષ ૨૦૦૩ના સાર્સ વાઈરસના ચેપ સાથે કરવામાં આવે છે, પણ આ એના જેટલો ઘાતકી ચોક્કસ જ નથી. જાકે, વધતા જતાં વૈશ્ર્વિક વ્યવહાર, ધંધા, કમ્યુનિકેશન તથા જાગતિકરણની અતિ ઝડપને કારણે આખું જગત ‘ગલોબલ વિલેજ’ બની ગયું છે એટલે ચેપથી થતા રોગચાળા વિશે એમ કહી શકાય કે, જગતના એક છેડે રહેલો કોઈ પણ સંસર્ગજન્ય કે સ્પર્શજન્ય રોગને જગતના બીજા ખૂણે પહોંચવામાં ઝાઝો સમય લાગતો નથી. ચીનમાં જે વુહાન શહેરમાં આ રોગચાળો શરૂ થયો એ શહેરમાં લગભગ ૮૦૦ ભારતીય વિદ્યાર્થીઓ તબીબી તેમ જ અન્ય શિક્ષણ માટે વસવાટ કરે છે. હાલમાં તેમને રજા હોઈને મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ પોતાના વતનના ઘરે આવ્યા છે. આમ તો ભારતે આ મામલે ભય રાખવાની આવશ્યક્તા નથી, છતાં આ કોરોના વાઈરસ ભારતમાં હાહાકાર મચાવી શકે છે એ વાતમાં થોડું તથ્ય હોવાનું માની લેવું જાઈએ અને આપણે સજ્જ રહેવું જાઈએ, સાવચેત રહેવું જાઈએ, એનો સામનો કરવાની કાબેલિયત મેળવી-કેળવી લેવી જાઈએ. માત્ર ભય રાખીને કશો ‘ભલીવાર’ નથી આવવાનો, આયોડાઈસ્ડ નમક ખાવા માટે લોકોને જે રીતે હાકલા-પડકારા કરાતા તેના આપણે સૌ સાક્ષી છે. કોરોના વાઈરસ હોય કે બીજું કંઈ પણ, ભય રાખવો નહીં, પણ સાવધ રહેવું, દક્ષ રહેવું, સાબદા રહેવું એ શ્રેષ્ઠ તરકીબ છે.