the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સમાં કોરોનાવાઇરસના લક્ષણ જોવા મળ્યા

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સમાં કોરોનાવાઇરસ લક્ષણ જોવા મળ્યા છે અને તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. હેલ્સ તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગની પાંચમી સિઝનમાં રમી રહ્યો હતો. તે શનિવારે ઇંગ્લેન્ડ પરત ફર્યો. તેણે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં 5 ઇનિંગ્સમાં 59.75ની એવરેજથી 239 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે ફિફટી મારી અને 156.20ની સ્ટ્રાઈક રેટથી રમ્યો હતો.

Alex Hales

@AlexHales1

An update on my situation, stay safe everyone

View image on Twitter

હેલ્સ PSLમાં કરાચી કિંગ્સનો સભ્ય હતો. આ ટીમમાં બાબર આઝમ, ઇમાદ વસીમ, મોહમ્મદ આમિર જેવા પાકિસ્તાનના સ્ટાર ખેલાડીઓ છે. ટૂર્નામેન્ટ દરમિયાન હેલ્સ આ બધા સાથે સંપર્કમાં હતો, જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચિંતિત હોવાનું સામે આવ્યું છે.