the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભારત સરકારે ડિપ્લોમેટિક સિવાય દરેક પ્રકારના વિઝા 15 એપ્રિલ સુધી રદ કર્યા, WHOએ કોરોના વાયરસની બીમારીને વૈશ્વિક મહામારી જાહેર કરી

  • એર ઇન્ડિયાનું પ્લેન બુધવારે 83 નાગરિકોને લઇને ઈટલીના મિલાનથી દિલ્હી પહોંચ્યું, દરેકને માનેસરમાં દેખરેખ હેઠળ રખાયા

  • 1 ફેબ્રુઆરી કે તેના પછી સ્પેન, જર્મની અને ફ્રાન્સની મુસાફરી કરનાર નાગરિકોના પણ નિયમિત અને ઈ-વિઝા સસ્પેન્ડ: ઈમિગ્રેશન બ્યુરો

નવી દિલ્હીઃ કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઇને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 15 એપ્રિલ સુધી ડિપ્લોમેટિક વિઝા સિવાય દરેક પ્રકારના વિઝા રદ કરવામાં આવ્યા છે. 13 માર્ચથી ડિપાર્ચર પોર્ટથી આ નિર્ણય લાગૂ પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 15 ફેબ્રુઆરી ચીન, ઇટલી, ઈરાન, કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવતા અને મુલાકાત લઇ ચૂકેલા ભારતીય સહિતના નાગરિકોને 14 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. 15 એપ્રિલ સુધી વિદેશમાં વસતા ભારતીયો (OCI કાર્ડ હોલ્ડર)ની વિઝા ફ્રી પ્રવાસની સુવિધા પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લીધા બાદ છેવટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.WHOના મહાનિદેશકે કહ્યું- અમારા વિશ્લેષણ પ્રમાણે કોવિડ-19ને મહામારી જાહેર કરી શકાય છે. અમારું કામ લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાનું છે. કોરોના વાયરસના સામાજિક અને આર્થિક પ્રભાવને ઘટાડવા માટે અમે ઘણા સહયોગિઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

રાજસ્થાનના જયપુરમાં બુધવારે સંક્રમણનો વધુ એક કેસ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, યુવક 28 ફેબ્રુઆરીએ દુબઈથી પાછો આવ્યો હતો. દેશમાં હવે કોરોના વાયરસના સંક્રમણના 68 કેસ સામે આવ્યા છે. જેની સાથે જ જયપુરમાં સંક્રમણના કુલ 18 કેસ થઈ ગયા છે. આ ઉપરાંત કેરળના આઠ, પુના અને કર્ણાટકના 3-3 કેસ છે. જ્યારે સરકારે વાઈરસના ખતરાને જોતા ફ્રાન્સ, જર્મની અને સ્પેનના નાગરિકોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા છે. સાથે જ આ ત્રણે દેશોમાંથી આવનાર નાગરિકોના નિયમિત અને ઈ-વીઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ કર્ણાટકમાં એક શંકાસ્પદ વ્યક્તિનું હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જો તેનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો દેશમાં આ બીમારીના કારણે મૃત્યુનો આ પહેલો મામલો હશે. બીજી તરફ કેરળમાં એક 85 વર્ષના સંક્રમિત મહિલાની પરિસ્થિતિ નાજૂક છે. તેમના 96 વર્ષીય પતિની હાલત સ્થિર છે. તેઓ એક કોરોનાવાયરસથી સંક્રમિત વ્યક્તિના માતા-પિતા છે જેઓ 29 ફેબ્રુઆરીએ તેમની પત્ની અને 24 વર્ષીય દીકરા સાથે ઈટલીથી પરત આવ્યા હતા.
તેલંગાણાના સ્વાસ્થ્ય મંત્રી ઇ. રાજેન્દ્રએ કહ્યું- રાજ્યમાં હવે કોરોના વાયરસનો કોઇ પણ મામલો નથી. દુબઈથી આવેલી એક વ્યક્તિનો તપાસ રિપોર્ટ પોઝિટિવ હતો. કાલે જ્યારે તેની ટેસ્ટ કરવામાં આવી તો રિપોર્ટ નેગેટિવ આવ્યો. અમે સાવધાની માટે ફરી ટેસ્ટ કરી પણ પરિણામ સરખું જ હતું. આગામી 2-3 દિવસમાં તે વ્યક્તિને રજા આપવામાં આવશે. મહારાષ્ટ્રના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ પ્રમાણે રાજ્યમાં 2 વધુ દર્દીઓને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે મહારાષ્ટ્રમાં કુલ 7 કેસ થઇ ચૂક્યા છે.
ઈમિગ્રેશન બ્યુરોએ મંગળવારે મોડી રાતે નોટીફીકેશન બહાર પાડતા કહ્યું છે કે દેશમાં પ્રવેશ ન કરનારા ફ્રાંન્સ, જર્મની અને સ્પેનના એવા નાગરિકો જેમના નિયમિત અને ઈ-વિઝા અત્યાર સુધીમાં ઈસ્યુ થઈ ચૂક્યા છે, તેને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય જે નાગરિકોએ 1 ફેબ્રુઆરી કે ત્યાર બાદ સ્પેન, જર્મની અને ફ્રાન્સની મુસાફરી કરી છે, તેમના નિયમિત અને ઈ-વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કોરોનાના લીધે અમદાવાદમાં 4 ફ્લાઈટ કેન્સલ, 7 બે કલાક સુધી મોડી
કોરોના વાઈરસને પગલે કુવૈતની તમામ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ આવતી-જતી ઝઝીરા એરવેઝની અમદાવાદ-કુવૈત અને કુવૈત અમદાવાદ તેમજ ઇન્ડિગોની અમદાવાદ કુવૈત અને કુવૈત અમદાવાદ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ આવતી-જતી 7 ફ્લાઈટ 1થી 2 કલાક જેટલી મોડી પડી હતી.

કોરોનાવાઈરસથી પ્રભાવિત દેશોમાં મુસાફરીથી બચવાની સલાહ

કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબાએ મંગળવારે ઘણાં મંત્રાલયો અને વિભાગોના સેક્રેટરીની સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી, બાદમાં આ નોટિફિકેશન ઈસ્યુ કરવામાં આવ્યું છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે ચીન, ઈટલી, જર્મની, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, સ્પેન સહિત કોરોનાવાઈરસથી પ્રભાવિત દેશોમાં મુસાફરી કરવાથી બચવાની સલાહ આપી છે.

કેરળમાં સંક્રમિત દર્દીઓનો આંકડો 14ને વટાવી ગયો

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે કહ્યું- રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમણના 14 મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેના ખતરાને જોતા સાતમુ ધોરણ સુધીના કલાસની પરીક્ષાઓ 31 માર્ચ સુધી સ્થગિત રહેશે. જ્યારે ધોરણ 8,9 અને 10ની પરિક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થશે. 31 માર્ચ સુધી ટયુશન ક્લાસ, આંગણવાડી, મદરેસા બંધ કરાવવામાં આવી છે. 11-31 માર્ચ સુધી થિએટર બંધ રહેશે.