the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સા રે ગા મા પા લિટલ ચેમ્પ પર દિકરી સયેશા તેની માતા અલ્કા યાજ્ઞિકનું આ રહસ્ય જણાવે છે

શ્રેષ્ઠ યુવા ગાયકી પ્રતિભાની સાથે રિયાલિટી ટેલિવિઝન પર 7 સફળ સિઝન સુધી રાજ કર્યા બાદ, ઝી ટીવીનો અત્યંત પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો સા રે ગા મા પા લિટલ ચેમ્પ તૈયાર છે, તેની નવી અદ્દભુત 8મી સિઝનની સાથે, પાછું આવી ગયું છે. આ નવી સિઝન સાક્ષી બનશે મહાન ભારતીય સંગીતની- અલ્કા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને કુમાર સાનુને આવકારવા માટે, એક જજ તરીકે તથા પ્રસિદ્ધ એન્કર મનિષ પૌલને હોસ્ટ તરીકે આવકારવા માટે. આ સપ્તાહને અંતે, દર્શકો માટે એક ટ્રીટ છે, કારણકે તેઓ દરેકના ચહિતા અને સૌથી પ્રસિદ્ધ એવા 90ના યુગના ગીતો પર થિરકશે.

આ સપ્તાહએ 90ના દાયકાનો ખાસ એપિસોડ છે, જે દર્શકોને એવરગ્રીન ગીતો, જેવા કે, ‘તુમસે મિલના બાતેં કરના’ અને ‘જાને જીગર જાને મન’ જેવા ગીતોની સાથે યાદોંમાં લઈ જશે, જે સ્પર્ધક સક્ષમ અને તનિષ્કા ગાશે. તેમના પર્ફોર્મન્સ બાદ, હોસ્ટ મનિષ પૌલ એક મોટી તોપ ફોડશે અને અલ્કા યાજ્ઞિકને આશ્ચર્યમાં નઆખશે જ્યારે તે તેમના ભાઈ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા એક વીડિયોને ચાલુ કરશે. આટલેથી અટકતા નહીં, મનિષ પાસે તેમના માટે બીજું ઘણું છે. ત્યારબાદ તે અલ્કાના દિલની નજીક એવા ત્રણ વ્યક્તિને આવકારે છે, જેમાં તેની દિકરી, તેની ભત્રીજી અને એક ખાસ મિત્ર છે, જેને અલ્કા યાજ્ઞિકને અત્યંત ભાવુક કરી દીધી.

સ્ટેજ પર તેની માતાની સાથે ભાવુક સયેશા જણાવે છે, “મારી માતા મારા માટે હંમેશા મિત્રથી પણ વધારે છે અને મારી નાનીએ ઘરમાં માતા-પિતા જેવા છે, જે હંમેશા મારું અને મારી મમ્મીનું ધ્યાન રાખે છે. આજ સુધી, અમે જો ક્યાંય પણ બહાર જવાનું પ્લાન કરીએ તો, અમારે અમારી નાનીની મંજૂરી લેવી પડે છે. અમે હંમેશા એકબીજાની સાથે ખૂબ જ મસ્તી કરીએ છીએ, અમે સાથે ઘણા પ્રવાસો પણ કરીએ છીએ. હું તેમને મારા સાહસો, રહસ્યો, ડર, આશા અને સપના બધું જ કહું છું અને હું નસીબદાર શું કે, તે પણ મારા માટે એટલી જ સારી છે. ક્યારેક હું બોસ બનીને મારી માતાને પૂછું છું કે, તેમને જમ્યું કે નહીં, કે પછી તેમની દવા સમયસર લીધી કે નહીં, શું તે સ્ટુડિયો પહોંચી ગઈ અને તે મને એવું કહે છે કે, હું તેની મમ્મી જેવું વર્તન કરું છું. આ જ અમારી માતા-પુત્રી વચ્ચેનો સંબંધ છે. ઘણા લોકો તેના વિશે નથી જામતા, પરંતુ હું એટલું કહીશ કે, તે ખૂબ જ તોફાની છે અને તેને ઉંઘવું બહું ગમે છે અને તેને જો સુવાનો મોકો આપવામાં આવે તો તે, આખો દિવસ સુઈ શકે છે. એટલું જ નહીં, મેં જોયું છે કે, ઘણા લોકો પ્રસંગો પર ગાય અને પર્ફોર્મ કરે છે, પરંતુ તે તહેવારો પર હંમેશા પરિવારની સાથે સમય વિતાવે છે.” અત્યંત ખુશ અલ્કા યાજ્ઞિક કહે છે, “આ દુનિયામાં બહુ ઓછા લોકો છે, જેને હું ચાહું છું અને એ એવા વ્યક્તિઓ છે, જેમના માટે મારો જીવ પણ હાજર છે.”

90ના દાયકાના સંગીતના સુપ્રદ્ધિ નામોમાં હાઉસમાંથી અલ્કા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને કુમાર સાનુ પણ સામેલ છે, ત્યારે દર્શકોને આ સુપ્રસિદ્ધ લોકોની સાથે સારો સમય વિતાવવાનો તથા તેમના સૌથી ચહિતા 90ના યુગના ગીતો પ્રતિભાશાળી નાનકડા મ્પ દ્વારા ગાઈને દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. જ્યારે ઝૈદ અને રાનિતાએ એક અદ્દભુત ડુએટ પર્ફોર્મન્સ આપ્યું હતું, કેમકે તેમને મેરા દિલ ભી કિતના અને તેરે નામ ગાયું હતું. હંસરાજ અને અનન્યાનું એ મેરે હમસફર તથા નજર કે સામને પરનું ડુએટ પર્ફોર્મન્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ બધાથી વધુ સા રે ગા મા પા લિટલ ચેમ્પના આગામી એપિસોડમાં 90ના દાયકના સુમધુર અને આશ્ચર્ય દર્શકો માટે છે.

વધુ જાણવા માટે જોતા રહો, સા રે ગા મા પા લિટલ ચેમ્પ, આ શનિવારના રોજ સાંજે 8 વાગે ફક્ત ઝી ટીવી પર!