the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

જૂઓ શૂટર દાદી ચંદ્રો અને પ્રકાશીની પ્રેરણાદાયી વાર્તાને ‘સાંડ કી આંખ’ના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરમાં ફક્ત ઝી સિનેમા પર 22મી માર્ચના રોજ

“મ્હારે ઘર કી છોરિયાં આગે ના જાવે હૈં, દુસરો કેં ઘર જાવે હૈં” આ વિચારને બદલાવવા માટે બે 60 વર્ષની ઉંમરની દાદી ઉત્તર પ્રદેશના પિતૃસત્તાક સમાજના કડક નિયમોવાળા ગ્રામ્ય વિસ્તારમાંથી આગળ આવવાની હિંમત કરે છે. ઉંમરને અવગણીને આ બંને વિશ્વની સૌથી મોટી ઉંમરની શાર્પશૂટર હજારોથી પણ વધુ મેડલ જીતીને ઘણી મહિલાઓના સપનાઓને પ્રેરિત કર્યા છે. ચંદ્રો અને પ્રકાશી તોમરના જીવનની ખરેખર વાર્તાઓને દર્શાવતી, સાંડ કી આંખએ તુષાર હિરાનંદાની દ્વારા ડિરેક્ટ છે. એકબીજાનની સપોર્ટસિસ્ટમ તરીકે ઉભી રહેતી અને શૂટર દાદીનું પાત્ર કરી રહી છે, એવોર્ડ વિજેતા અભિનેત્રીઓ ભૂમી પેંડનેકર અને તાપસી પન્નુ. સાથોસાથ મૂવીમાં પ્રકાશ ઝા, વિનીત કુમાર, શાદ રંધાવા અને પવન ચોપ્રા પણ અગ્રણી ભૂમિકામાં છે. દરેક મહિલાને ચમકવાનો અધિકાર છે, તે બાબતને હાઈલાઈટ કરતી ‘સાંડ કી આંખ’ના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર માટે ઝિ સિનેમા તૈયાર છે, 22મી માર્ચ રાત્રે 9 વાગે.

આ અલગ જ મૂવી વીશે જણાવતા, તાપસી પન્નુ કહે છે, “જ્યારે મૂવીએ દર્શકોના મનોરંજન માટે તૈયાર છે, સાથોસાથ તેઓ સમાજીક મુદ્દાને સ્પર્શવા પણ તૈયાર છે. સાંડ કી આંખ એ એક એવી મૂવી છે, જેમાં એક વિચારધારાને દર્શાવવામાં આવી છે. ઘણા લોકો નથી જાણતા કે માનતા નથી કે, ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ મહિલાઓએ તેમના ઘરમાં પુરુષોની નજરની નીચે રહેવું પડે છે. આ વાર્તા છે કે, કઈ રીતે બે મહિલા- પ્રકાશી તોમર અને ચંદ્રો તોમર નક્કી કરે છે કે, બસ હવે બહુ થયું અને પોતાની હાથમાં કોઈ બાબતને લે છે. તે બંને ફ્ક્ત એકબીજાની સપોર્ટ સિસ્મટ નથી, પરંતુ દેશની સૌથી મોટી ઉંમરની શાર્પશૂટર છે, જેને એક એવી ઉંમરે રમતમાં ભાગ લીધો છે, જે ઉંમરમાં સામાન્ય રીતે લોકો છોડવાની તૈયારી કરતા હોય છે. આ મૂવી તૈયાર છે, તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર માટે ઝી સિનેમા પર, હું આશા રાખું છું કે, જેમને આ મૂવી નથી જોઈ તો, જૂએ અને સપના જોવાની હિંમત કરે.”

ચંદ્રો દાદીના પાત્ર કરવા અંગે જણાવતા, ભૂમી પેડનેકર જણાવે છે, “દેરાણી- જેઠાણી ચંદ્રો અને પ્રકાશી તોમરએ બંને મહિલાઓએ તેમના જીવનમાં ઘણા પડકારો જોયા છએ, અને તેમાંથી તે સફળતાપૂર્વક બહાર આવી છે. તેઓ તેની પૌત્રીના સપનાને પૂરા કરવા અને પ્રેરિત કરવા માટે પ્રેરણા આપવી જોઈએ. સાંડ કી આંખએ મહિલા સશક્તિકરણની એક પ્રેરણાદાયી વાર્તા છે, પરંતુ ચંદ્રો તોમરનું પાત્ર કરવા માટે હું એટલું જ કહીશ કે મેં ઘણું વધું કર્યું છે. તે આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સપના જોવાની તથા તેને પૂરા પાડવાની તક આપી છે, જે સમાજના નિયમોથી અલગ છે. શૂટિંગ જેવી બિનપરંપરાગત રમત અપનાવવા પાછળનું કારણ તેમની જીવનશૈલી પર આધારીત છે. તેની રિલિઝ દરમિયાન અમને જે પ્રતિભાવ મળ્યો તે, અદ્દભુત હતો અને ઝી સિનેમા પરના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે હું આશા રાખું છું કે, આ વાર્તા દર્શકોને સ્પર્શશે અને આપણા દેશમાં વધુને વધુ ચંદ્રો અને પ્રકાશીનો જન્મ થશે.”

તેમાં ઉમેરો કરતા પ્રતિભાશાળી કલાકાર વિનીત કુમાર જણાવે છે, “મારો પ્રવાસ અત્યંત અડચણથી ભરેલો હતો અને હું તેની સાથે કામ કરતા શિખ્યો છું, પરંતુ તેને મને મજબુત બનાવ્યો છે. પ્રતિબદ્ધતા અને સાતત્યતા એ સફળતાની મુખ્ય ચાવી છે અને આ જ કારણ છે કે, હું આ બંને દાદી જોડે મારી જાતને જોડી શકું છું. સાંડ કી આંખએ નિઃશંક એક હૃદયસ્પર્શી પ્રેરણાદાયી વાર્તા છે. તેમને ધ્યેયને હાંસિલ કરવા માટે શરૂઆતથી જે રીતે અવિરત અને નિયમિત પ્રેક્ટિસ કરી છે, તે વખાણવા લાયક છે. આ મૂવીમાં શૂટર દાદીની વાર્તા છે, જેઓ પિતૃસત્તાક સમાજના નિયમો તોડવા પ્રયત્ન કરે છે, આ મૂવીમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, કોઈપણ સપના મુશ્કેલ નથી અને કોઈ પણ વ્યક્તિની કલ્પનાથી ઓછી કોઈ મર્યાદા નથી. મેં મારી કારકીર્દીની શરૂઆત મેડિકલ ફિલ્ડમાં કરી હતી અને આજે હું મારું એક કલાકાર બનાવાનું સપનું પુરું કરી રહ્યો છું, તેનાથી વધુ સારું શું હોઈ શકે. મારે હજી ઘણું આગળ જવું છે. હું દરેકને વિનંતી કરું છું કે, દરેકે ચંદ્રો અને પ્રકાશીજીની તેમના સપના હાંસિલ કરવાની પ્રેરણાદાયી વાર્તા સાંડ કી આંખનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર 22મી માર્ચના રોજ યોજાશે.”

ઉત્તરપ્રદેશના જોહરી ગામની પાશ્ચાદભૂ પર આધારીત આ મૂવીની વાર્તા, ‘શૂટર દાદી’ના જીવનની આસપાસ ફરતી વાર્તા છે, જેને તેના ઘરના ચાર ખૂણામાં બંધાઈને રહેવાનું છે અને ઘુંઘટના રંગો જ તેની ઓળખ છે. તેમને બાળક પેદા કરવાની મશીન તરીકે ઓળખવામાં આવે છે, તેમના લગ્ન તેમના પતિ અને ઘરની જવાબદારીઓ માટે જ થયા છે. નકામી પારિવારિક બાબતોથી લઇને દિવસની ખુશી નક્કી કરવીએ બધી જ બાબતોમાં છેલ્લો નિર્ણય સૌથી મોટા ભાઈ (પ્રકાશ ઝા)નો છે. એક દિવસ યશપાલ, એક માણસ શહેરીજીવનથી પ્રેરિત થઈને ગામમાં શૂટિંગ એકેડમી સ્થાપે છે, તે માને છે કે, તે ઘણા બાળકોના જીવનને બદલી શકશે. તેમની દિકરીઓ તેમના જેવું જીવન નહીં જીવે તે વિચારોથી પ્રેરિત દાદીઓ તેમની દિકરીઓને એકેડમીમાં નામ નોંધાવે છે, અને દિકરીઓને રમત શિખવે છે, આ દરમિયાન તેઓ પણ પ્રયત્ન કરતા બુલ્સ આઇ હિટ કરે છે, જે યશપાલને આશ્ચર્યમાં નાખી દે છે. તેમના અદ્ભુત શોટ્સથી અભિભૂત યશપાલ તેમને તાલિમ આપવાનું નક્કી કરે છે. આ બંને દેરાણી- જેઠાણી તેમની ક્ષમતાને માને છે અને બદલાવ લાવવા માટે આ અત્યારે જ આવશે નહીં તો, ક્યારેય નહીં આવે તેવી સ્થિતિ છે, તેવું નક્કી કરે છે.

આ યાદગાર પ્રવાસના સાક્ષી બનવા માટે જૂઓ, સાંડ કી આંખનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર, ફક્ત ઝી સિનેમા પર 22મી માર્ચ રાત્રે 9 વાગે!