the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મેથ્યુ હેડને ટ્વિટર પર કહ્યું કે, દલાઈ લામાને મળ્યો તે મારી બેસ્ટ IPL મોમેન્ટ છે

  • હેડને સુરેશ રૈનાને તેની બેસ્ટ IPL મોમેન્ટ્સ શેર કરવા નોમિનેટ કર્યો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડને સોમવારે ટ્વિટર પર કહ્યું કે, “પરિસ્થિતિ જોતા આપણને ખબર છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અત્યારે થવાની નથી. મેં વિચાર્યું કે આપણે ટૂર્નામેન્ટ સંબંધિત પોતપોતાની ફેવરિટ મોમેન્ટ્સ શેર કરીએ. મારી બેસ્ટ મોમેન્ટ હતી જ્યારે હું 2010માં દલાઈ લામાને મળ્યો હતો.  તે મુલાકાત હંમેશા મારા માટે યાદગાર રહેશે. તેઓ ધર્મશાલા ખાતે ચેન્નાઇ સુપરકિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની જોવા આવ્યા હતા. તે મુકાબલો રોમાંચક રહ્યો હતો.”

Matthew Hayden AM

@HaydosTweets

The @IPL has been a huge part of all our lives. Wanted to share my favourite to fill the gap before live action starts again. I would like to nominate @ImRaina to share his favourite IPL moment. Bless you all🙏 @ChennaiIPL @mipaltan

Embedded video

મુંબઇ સામેની ફાઇનલ મારી સેકન્ડ ફેવરિટ મોમેન્ટ
હેડને કહ્યું કે, મુંબઇ ફાઇનલમાં અમારી સામે 140 રન જેટલો ટાર્ગેટ ચેઝ કરી રહ્યું હતું. પિચ અઘરી હતી. મેચમાં મારી ફેવરિટ મોમેન્ટ એ હતી જ્યારે ધોનીએ એલ્બી મોર્કલની બોલિંગમાં મને સ્ટ્રેટ મિડ-ઓફ પર ઉભો રાખ્યો હતો. એવું લાગે કે એકદમ બોલર પાછળ ઉભો હોવ, એવી રીતે મને સ્ટ્રેટ મિડ-ઓફ પર પ્લેસ કર્યો હતો. કાયરન પોલાર્ડ ખતરનાક ફોર્મમાં હતો, તેણે 10 બોલમાં 27 રન કર્યા હતા. તે મુંબઇને જીતાડશે એમ જણાતું હતું. પરંતુ તેવું થયું નહિ. મેં મિડ-ઓફ તેનો સારો લો-કેચ કર્યો હતો. ત્યાં ગેમ અમારી થઈ ગઈ હતી. અમે પહેલી વખત ચેમ્પિયન બન્યા હતા. ચેન્નાઇ સાથે પસાર કરેલો સમય બહુ ગમે છે.  (ફાઇનલમાં ચેન્નાઇ 22 રને જીત્યું હતું. )

સુરેશ રૈનાને નોમિનેટ કર્યો

  • હેડને કહ્યું, આ મારી યલો લવ મોમેન્ટસ હતી. દરેક સીઝનમાં ખેલાડી અથવા બ્રોડકાસ્ટર તરીકે IPLમાં સામેલ થવું ગમ્યું છે. હવે હું મારા પ્રિય મિત્ર સુરેશ રૈનાને નોમિનેટ કરું છું, જે ચેન્નાઇ બેટિંગનો બેકબોન રહ્યો છે.
  • તેણે કહ્યું કે, “રૈના હવે હું તારી ફેવરિટ IPL મોમેન્ટ્સ સાંભળવા ઉત્સુક છું.” ડાબોડી ઓપનરે અંતમાં લોકોને સુરક્ષિત રહેવા કહ્યું હતું.
  • હેડને IPLમાં ચેન્નાઇ માટે 32 મેચમાં 36.90ની એવરેજથી 1107 રન કર્યા છે. જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 93 છે.