the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કુંડલી ભાગ્યની પ્રીતા આ કોવિડ-19 લોકડાઉન દરમિયાન નવી આવડત શીખે છે કુંડલી ભાગ્યએ તેની શરૂઆતથી જ ટોચના ભારતીય ટેલિવિઝન શોમા સ્થાન મેળવ્યું છે. તેના આકર્ષક કલાકારો, જેવા કે, ધીરજ ધૂપર (કરણના પાત્રમાં), શ્રદ્ધા આર્યા (પ્રીતાના પાત્રમાં), સંજય ગગનાની (પૃથ્વીના પાત્રમાં), અંજુમ ફકિહ (સૃષ્ટિના પાત્રમાં) તથા માનિત જૌરા (રિષભના પાત્રમાં) જોવા મળી રહ્યા છે, સાથોસાથ તેની રસપ્રદ પ્લોટલાઈનની સાથે ઝી ટીવીના આ શોએ દર્શકોને તેની સીટ પર જકડી રાખ્યા છે. જ્યારે દર્શકો કરણ- પ્રીતાની વાર્તાથી જોડાયેલા છે, ત્યારે તેમાં આવેલા વણાંકોએ દરેકને એ વિચારતા કરી મુક્યા હતા એ દરમિયાન જ, કોવિડ-19ના રોગચાળાને લીધે રાષ્ટ્રિય સ્તરે લોકડાઉન જાહેર થયું. આ દરમિયાન, કુંડલી ભાગ્યના કલાકારો તેના ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. ખરેખર તો, આ સામાજિક દૂરીના તબક્કામાં પણ તેઓ નવી આવડત શિખી રહ્યા છે. કુંડલી ભાગ્યની જ એક કલાકાર, શ્રદ્ધા આર્યા ઉર્ફે પ્રીતાએ પોતાની જાતને એક નવી આવડત શિખવા માટે તૈયાર કરી છે! અભિનેત્રીને આ લોકડાઉન દરમિયાન પ્રયોગ કરવો અને કંઈક નવું શિખવાનો મોકો મળ્યો છે ત્યારે તે પોતાની જાતને એક કરતા વધુ પ્રયોગોમાં બીઝી રાખે છે. હાલમાં, તેને તેના ચાહકોની વચ્ચે તેની સુંદરતાનો રાજ ખોલ્યો છે, જેમાં તેને નવો ઘરે બનાવલો ચહેરા પરનો માસ્ક બનાવતા શિખવ્યો હતો. તેને રસોઈ પર પણ તેનો હાથ અજમાવ્યો હતો અને ત્યારબાદ તે ગીટર પણ શિખી હતી સાથોસાથ તેના કેટલાક ચાહકો માટે ગીત પણ ગાયા હતા. જો કે, એવું લાગે છે કે, તે આટલાથી થાકી નથી! શ્રદ્ધા હવે, બેલી ડાન્સની સ્કીંન્ટિંલેટિંગ કળા શિખવા પ્રયત્ન કરી રહી છે. તેના આ અત્યંત સુંદર બેલી ડાન્સિંગના મૂવ્સ દર્શાવવા માટે તે ઇન્સ્ટાગ્રામ પર દર્શાવ્યા હતા અને હવે તેના ચાહકો તેની પાસેથી વધુની માંગ કરી રહ્યા છે. અત્યંત સુંદર બેલી ડાન્સિંગ વીડિયો શેર કરતા, શ્રદ્ધા તેના સોશિયલ મીડિયા પેજ પર લખે છે અને કહે છે, “મેં પ્રથમ વખત બેલી ડાન્સ પર મારો હાથ અજમાવ્યો છે. એવું લાગી રહ્યું છે કે, મને હજી ખૂબ જ થોડું આવ્યું છે, પરંતુ હું આશા રાખું છું કે, હું આનાથી વધુ કરીશ અને સાથે વધુ પ્રેક્ટિસ પણ કરીશ.” તમે તેને નાના પરદા પર તેના બેલી ડાન્સિંગના મૂવ્સથી આગ લગાડતા જોવા નથી ઇચ્છતા? આ દરમિયાન જ, જૂઓ શ્રદ્ધા આર્યાને કુંડલી ભાગ્યની પ્રીતા તરીકે, ફક્ત ઝી ટીવી પર!

કુંડલી ભાગ્યએ તેની શરૂઆતથી જ ટોચના ભારતીય ટેલિવિઝન શોમા સ્થાન મેળવ્યું છે. તેના આકર્ષક કલાકારો, જેવા કે, ધીરજ ધૂપર (કરણના પાત્રમાં), શ્રદ્ધા આર્યા (પ્રીતાના પાત્રમાં), સંજય ગગનાની (પૃથ્વીના પાત%