the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કોરોના વાઈરસ બાદ રમતો ધીમે-ધીમે શરૂ થાય, ખેલાડીઓ પર મેદાનમાં ઉતરવા દબાણ ના કરવું જોઈએ : શૂટર ગગન નારંગ

  • ઓલિમ્પિક શૂટર નારંગે કહ્યું- ખેલાડીઓ માટે લાગણીઓ પર નિયંત્રણ મેળવવું સરળ નહીં હોય
  • કોન્ટેક્ટ સ્પોર્ટ્સ માટે કમબેક મુશ્કેલ રહેશે

જયપુર. ઓલિમ્પિક શૂટર ગગન નારંગે કહ્યું કે, કોરોનાના કારણે રમતોનો ધીમે-ધીમે પ્રારંભ થશે. 2012 લંડન ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલિસ્ટ નારંગે કહ્યું કે,‘આ સમયે ખેલાડીઓ દબાણ હેઠળ હશે. એવામાં તેમને મેદાન પર ઉતરવા વધુ દબાણ કરવું યોગ્ય નથી. તેમની માટે લાગણીઓ પર નિયંત્રણ કરવો અને તેને બેલેન્સ કરવી મુશ્કેલ હશે. કોન્ટેક્ટ સ્પોર્ટ્સ માટે કમબેક મુશ્કેલ રહેશે.’ કોરોના સંકટ વચ્ચે નારંગ સતત ખેલાડીઓ સાથે વાત કરી રહ્યાં છે. તેઓ ગન ફૉર ગ્લોરી શૂટિંગ એકેડમી ચલાવે છે. નારંગ સાથે વાતચીતના મુખ્ય અંશ:
સવાલ: રમત મંત્રાલયે સ્ટેડિયમ ખોલવાનો નિર્ણય લીધો તે યોગ્ય છે કે રાહ જોવાની જરૂર હતી?
ગગન નારંગ: સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખોલવાના નિર્ણયને અલગ-અલગ નજરે જોવાની જરૂર છે. છેલ્લા 4 દિવસથી સતત 6 હજારથી વધુ કોવિડ-19 કેસ સામે આવી રહ્યાં છે. તેથી રમતોની શરૂઆત ધીમે-ધીમે કરવી જોઈએ. કોઈ ખેલાડી પર સાઈ સેન્ટર પર પહોંચવા દબાણ કરવું જોઈએ નહીં. દેશના જુદા-જુદા ભાગમાંથી આવનારા ખેલાડીઓ માટે એલર્ટ રહેવાની જરૂર છે.
સવાલ: લૉકડાઉન બાદ ખેલાડી મેદાન પર પરત ફરી રહ્યાં છે, કઈ રીતે રમતમાં ફેરફાર જોવા મળશે?
ગગન નારંગ: 
હાલ આ અંગે કહેવું ઉતાવળ ગણાશે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝેશન જેવી બાબતો જરૂરી બનશે. કોવિડ-19નો ડર હંમેશા મગજ પર રહેશે. ખેલાડીઓએ લાગણીને બેલેન્સ કરવી પડશે, જોકે તે સરળ નહીં હોય. નૉન કોન્ટેક્ટ સ્પોર્ટ્સમાં વસ્તુઓ સરળ રહેશે, જ્યારે કોન્ટેક્ટ સ્પોર્ટ્સ માટે આ મુશ્કેલ સમય રહેવાનો છે.
સવાલ: શૂટિંગ નૉન-કોન્ટેક્ટ સ્પોર્ટ્સ છે, છતાં નેશનલમાં હજારો ખેલાડી ઉતરતા હોય છે, આયોજન કેવી રીતે શક્ય બનશે?
ગગન નારંગ: 
અમે હાલ ટ્રેનિંગ શરૂ કરવા લાગ્યા છીએ. એકવાર અમે ટ્રેનિંગ પ્લાન બનાવી લેશું પછી ટૂર્નામેન્ટ અંગે વિચારીશું. ટૂર્નામેન્ટ અંગે અત્યારથી પ્લાન બનાવવું ઉતાવળી પગલું ગણાશે. આ મુશ્કેલ સમયમાં રમત મંત્રાલય અને રમત ફેડરેશને ખેલાડીઓને મદદ કરવી જોઈએ. જે પણ ગાઈડલાઈન જાહેર થાય તે અંગે ખેલાડીઓને સમયાંતરે જાણ અપડેટ કરતા રહેવું જોઈએ. ખેલાડીઓની તૈયારી માટે ફંડનો ખોટ ના વર્તાય તેનું ધ્યાન રાખવું. તેમની સાથે વાત કરી કોચ અને પૂર્વ ખેલાડીઓ ઉત્સાહ વધારી શકે છે.
સવાલ: ઓલિમ્પિક એક વર્ષ માટે ટળ્યું છે, તૈયારી કરતા ખેલાડીઓ માટે આ સમય કેટલો મુશ્કેલ રહેશે?
ગગન નારંગ:
 ઓલિમ્પિક એથ્લિટ માટે આ સમય ઘણો જ નિરાશાજનક છે. ખેલાડી હવે જ્યારે લૉકડાઉનમાંથી બહાર આવશે ત્યારે તેઓ નવેસરથી તૈયારીઓ શરૂ કરશે. અમુક ખેલાડી આઈસોલેશન દરમિયાન ટ્રેનિંગ કરતા હતા પરંતુ તમામ માટે આ શક્ય નથી. જ્યાં સુધી આ મહામારીના કેસ ઓછા નથી થતા ભવિષ્ય અંગે કંઈ નથી કહી શકતા. ખેલાડીઓએ પોતાને મોટિવેટ કરતા રહેવાની સાથે પોતાના ટેલેન્ટ પર વિશ્વાસ રાખવો પડશે.
સવાલ: ઓલિમ્પિકમાં 15 શૂટર્સ ક્વોલિફાઈ થયા છે, કોનાથી મેડલની આશા?
ગગન નારંગ:
 ટોક્યો ઓલિમ્પિક માટે જેટલા ખેલાડીઓ ક્વોલિફાય થયા તેમાંથી મોટાભાગના યુવા છે. દરેક ખેલાડીમાં મેડલ જીતવાની ક્ષમતા છે. અમારી એકેડમીમાં મોટાભાગના ખેલાડી યુવા છે. અમે 2024 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી તૈયારી કરી રહ્યાં છીએ. તેથી અમારે હજુ રાહ જોવી પડશે.