the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પાકિસ્તાનની કોર્ટનો આદેશ- દેશમાં મહામારીને રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવામાં આવે

  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 49.10 લાખ કેસ નોંધાયા, 3.20 લાખ લોકોના મોત
  • પાકિસ્તાન કોર્ટે કહ્યું- દેશમાં કોરોના હવે મહામારી નથી, સરકાર તેના ઉપર આટલો ખર્ચો કેમ કરી રહી છે
  • પાકિસ્તાનમાં સંક્રમણના 43 હજાર 966 કેસ અને 936 લોકોના મોત થયા
  • અમેરિકામાં 15.50 લાખ કેસ નોંધાયા, જેમાં 91 હજાર 981 લોકોના મોત
  • અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી એલેક્સ અજારે કહ્યું- WHOએ ચતવણી આપવામાં વાર કરી જેના કારણે ઘણા લોકોના મોત થયા

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 49.10 લાખ કેસ નોંધાયા છે, 3.20 લાખ લોકોના મોત થયા છે. 19 લાખ 19 હજાર 150 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના દેશમાં મહામારી નથી. સોમવારે આ સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતા કોર્ટે કોરોનાના કારણે લગાવાયેલા તમામ પ્રતિબંધો હટાવી લેવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે જો સ્વાસ્થ્ય અધિકારીઓને વાંધો ન હોય તો મોલ ખોલવામાં આવે.બજારો ખોલવા પરતના પ્રતિબંધોને હટાવવામાં આવે.  કોર્ટે સરકારને પૂછ્યું કે કોરોના સામે લડવા માટે આટલી મોટી રકમ ખર્ચવામાં કેમ આવે છે? પાકિસ્તાનમાં સંક્રમણના 43 હજાર 966 કેસ નોંધાયા છે અને 939 લોકોના મોત થયા છે.

કોરોનાના કારણે મોતને ભેટેલા યુવકનો મૃતદેહ લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

બ્રાઝીલમાં દર્દીઓની સંખ્યા બ્રિટન કરતા વધારે 

બ્રાઝીલમાં દર્દીઓની સંખ્યા બ્રિટન કરતા વધી ગઈ છે. હવે અમેરિકા, રશિયા, સ્પેન પછી બ્રાઝીલ સંક્રમણની બાબતમાં ચોથા નંબરે આવી ગયો છે. અહીં અત્યાર સુધીમાં 2.55 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રીનો આરોપ- WHO મહામારી પહેલા ચેતવણી આપવામાં નિષ્ફળ રહ્યું
અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી એલેક્સ અજારે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મહામારી પહેલા ચેતવણી આપવામાં નિષ્ફળ રહી છે.જેના લીધે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.  જોકે સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેયેસિયસનું કહેવું છે કે તેમણે મહામારીને લઈને એકવાર નહીં પરંતુ અનેકવાર ચેતવણી આપી છે.

 બ્રુકલિનના ડોમિનો પાર્કમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી લોકો બેઠા હતા.

અમેરિકામમાં એક દિવસમાં 759 લોકોના મોત

અમેરિકામાં અત્યાર સુધીમાં 15.50 લાખ કેસ નોંધાયા છે. જેમાં 91 હજાર 981 લોકોના મોત થયા છે. અમેરિકાનું ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે. અહીં 3.51 લાખ કેસ નોંધાયા છે અને 28 હજાર 339 લોકોના મોત થયા છે. અમેરિકામાં એક દિવસમાં 759 લોકોના મોત થયા છે. રશિયા સંક્રમિત લોકોની બાબતમાં બીજા નંબરે આવી ગયું છે. જેમાં 2 લાખ 90 હજાર 678 કેસ નોંધાય છે અને 2722 લોકોના મોત થયા છે.

દક્ષિણ સુદાનના ઉપરાષ્ટ્રપતિ રીક માશર સાથે તેનો બોડીગાર્ડ અને સ્ટાફના અમુક કર્મચારી સંક્રમિત મળ્યા.

દક્ષિણ સુદાનના ઉપરાષ્ટ્રપતિ અને તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ

દક્ષિણ સુદાનના ઉપરાષ્ટ્રપતિ રીક માશર અને તેમની પત્ની એંજેલીના ટેનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એન્જેલિના દેશની રક્ષા મંત્રી છે. તેમના બોડીગાર્ડ અને સ્ટાફના અમુક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અહીં 236 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ચાર લોકોના મોત થયા છે.

ટ્રમ્પે WHO અંગે નિવેદન આપવાનો ઈન્કાર કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા વિશે હાલ કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે આજે મેં કોઈ નિવેદન ન આપવાનો નિર્ણય કર્યો છે.આગામી સમયમાં નિવેદન આપીશ. હું વિશ્વ આરોગ્ય સંસ્થાથી ખુશ નથી. હું વિશ્વ વેપાર સંગઠનથી પણ ખુશ નથી. તેમણે કહ્યું કે ડબલ્યુએચઓને અમેરિકા તરફથી આપવામાં આવતી 45 કરોડ ડોલરની રકમમાંથી ચાર કરોડ કરોડનો ઘટાડો કરાયો છે.

અમેરિકા: ન્યૂયોર્કની હોસ્પિટલમાં દર્દીને સ્વાસ્થ્ય કર્મચારી લઈ જઈ રહ્યા  છે.

ટ્રમ્પે કહ્યું કે સંક્રમિતોને બચાવવા માટે તેઓ છેલ્લા દોઢ સપ્તાહથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને જિંક સપ્લિમેન્ટ લઈ રહ્યા છે. જો કે ગત મહિને અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને લોકોને આ દવાને લઈને ચેતવણી આપી હતી. સાથે કહ્યું હતું કે આ દવા કોરોનાના દર્દીમાં હ્રદયની બીમારી ઊભી કરી શકે છે.

ચીનમાં ત્રણ નવા કેસ નોંધાય
ચીનમાં કોરોના વાઈરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. ત્રણેય કેસ વિદેશથી આવેલા લોકો સાથે જોડાયેલા છે. આ સાથે જ વિદેશમાંથી આવેલા દર્દીઓની સંખ્યા 1707 થઈ ગઈ છે.

આ તસવીર 15 મેની છે. નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી માસ્ક પહેરીને સંસદમાં પહોંચ્યા હતા.

નેપાળમાં 62 નવા કેસ નોંધાયા

નેપાળમાં મંગળવારે 62 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ દેશમાં કુલ કેસ 357 થયા છે. કોરોના સંક્રમણથી બે લોકોના મોત થયા છે.

કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 15,50,294 91,981
રશિયા 290,678 2,722
સ્પેન 278,188 27,709
બ્રાઝીલ 255,368 16,853
બ્રિટન 246,406 34,796
ઈટાલી 225,886 32,007
ફ્રાન્સ 179,927 28,239
જર્મની 177,289 8,123
તુર્કી 150,593 4,171
ઈરાન 122,492 7,057
ભારત 100,328 3,156
પેરુ 94,933 2,789
ચીન 82,960 4,634
કેનેડા 78,072 5,842
સાઉદી અરબ 57,345 320
બેલ્જિયમ 55,559 9,080
મેક્સિકો 51,633 5,332
ચીલી 46,059 478
નેધરલેન્ડ 44,141 5,694
પાકિસ્તાન 43,966 939
કતાર 33,969 15
સ્વિત્ઝરલેન્ડ 30,597 1,886
બેલારુસ 30,572 171
સ્વીડન 30,377 3,698
રશિયામાં રેલવે સ્ટેશનને ડિસઈન્ફેક્ટ કરતા કર્મચારીઓ.