the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રાજકોટ જિલ્લામાં કામની જરૂરીયાતવાળા શ્રમિકો ગામના સરપંચ-તલાટીનો સંપર્ક કરે: જિલ્લા વિકાસ અધિકારી

  • રાજકોટ જિલ્લાના 91 ગામોમાં મનરેગાના શ્રમિકોનો આંકડો 12 હજારને પાર

 

રાજકોટ. કોરોના વૈશ્વિક મહામારીના પ્રવર્તમાન સંજોગોમાં ગ્રામ્ય શ્રમિકોને રોજગારી અને રાહત મળી રહે તે માટે સરકાર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના – મનરેગા યોજના હેઠળ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં કામો શરૂ કરવા જણાવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના 11 તાલુકાના 91 ગામોમાં હાલ મનરેગાના કામો ચાલી રહ્યા છે. જેમાં 12356 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ શ્રમિકોને હાલના કોરોના મહામારીના સંજોગોમાં ગુજરાન ચલાવવા માટે આજીવિકા મળી રહે તે માટે વધુમાં વધુ શ્રમિકો મનરેગા યોજનામાં જોડાય તે માટે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યોને તથા તમામ ગામના સરપંચોને ખાસ પત્ર લખી તેમના વિસ્તાર ગામમાં શ્રમિકો ઉપલબ્ધ હોય અને મનરેગા યોજનામાં કામ કરવા ઈચ્છુક હોય તેવા તમામ શ્રમિકોને કામ અપાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નંબર પર સંપર્ક કરી શકો છો

જે કોઈ શ્રમિકોને કામની જરૂરિયાત હોય તેઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફોન નંબર 0281-247 4306  ઉપર સવારના 11થી સાંજના 5 દરમિયાન સંપર્ક કરી શકે છે. અથવા શ્રમિકો તેમનું નામ, સંપર્ક નંબર, ગામનું નામ અને તાલુકાના નામની વિગત સાથે ફોન નંબર 99043 41558  ઉપર વોટ્સએપ પણ કરી શકે છે. મનરેગા યોજના હેઠળ જળસંચયના વિવિધ સામૂહિક કામો, ગામની ગૌશાળા, સ્મશાન, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા તથા જાહેર સ્થળે વૃક્ષારોપણના કામો, ગામની પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ, આંગણવાડી, આરોગ્ય પેટા કેન્દ્રમાં પેવર બ્લોકના કામોની સાથે સાથે નાના અને સીમંત ખેડૂતના વ્યક્તિગત કામો જેવા કે ખેત તલાવડી, ખેતરના શેઢાપાળાનું કામ, કાઢીયાનું કામ, ખેતરમાં બાગાયતી વૃક્ષોનું વાવેતર વગેરે કામો લઈ શકાય છે. ઉનાના ખાપટ ગામે એક હજારથી વધુ શ્રમિકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. મનરેગાનું કામ કરી રહેલા શ્રમિકોમાં માસ્ક, હાથના મોજાનો અભાવ જોવા મળી રહ્યો છે.