the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સિવિલ કોવિડ હોસ્પિટલના વધુ 12 ઈન્ટર્ન ડૉક્ટરને કોરોના પોઝિટિવ

  • ડ્યૂટી પછી પણ ક્વોરન્ટાઈન ન કરાતા હડતાળની ચીમકી
  • હોસ્પિટલ તંત્ર સાથે મિટિંગ બાદ મામલો થાળે પડ્યો

અમદાવાદ. સિવિલની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ઇન્ટર્ન ડોક્ટરોમાંથી છેલ્લાં બે દિવસમાં 12 ઇન્ટર્ન ડોકટરનાં ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે, ઉપરાંત તેમને ડ્યુટી બાદ ક્વોરન્ટાઇન ન કરાતાં વર્કલોડ પણ વધી ગયો છે, જેને કારણે ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા ક્વોરન્ટાઇન થવાની માંગણી સાથે હડતાળની ચિમકી ઉચ્ચારતાં હોસ્પિટલ અને બી.જે. મેડિકલ તંત્ર દોડતું થઇ ગયું હતું. ઘટનાને ગંભીરતાને ધ્યાનમાં લઇને અધિકારીઓ દ્વારા ઇન્ટર્ન ડોકટરો સાથે મિટિંગ કરીને તેમની માંગણી પૂરી કરવાની બાહેધરી આપતાં મામલે થાળે પડ્યો હતો.
ક્વોરન્ટીન કરવાની માંગણી સાથે હડતાળની ચીમકી
કોવિડ હોસ્પિટલમાં બી. જે.  મેડિકલનાં 241 ઇન્ટર્ન ડોકટર્સ કે જેમને મહિને રૂ. 13 હજાર સ્ટાઇપેન્ડ ચૂકવાય છે. બે દિવસમાં 12 ઇન્ટર્ન ડોકટરનાં રિપોર્ટ પોઝિટિવ આવતાં અન્ય ઇન્ટર્ન ડોક્ટરોએ વર્કલોડની સાથે ડ્યુટી બાદ ક્વોરન્ટીન કરવાની માંગણી સાથે હડતાળની ચીમકી ઉચ્ચારી હતી, જેથી સિવિલ હોસ્પિટલ અને બી. જે. મેડિકલ હોસ્પિટલનાં અધિકારીઓ દ્વારા ઇન્ટર્ન ડોકટરો સાથે મિટિંગ કરીને તેમની માંગણી સંતોષવાની બહેધરી આપતાં મામલો થાળે પડ્યો છે.
ટેસ્ટની મંજૂરી આપી
ક્વોરન્ટીન થવાને બદલે ડ્યુટી કરવી પડશે
બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહના જણાવ્યા અનુસાર ઇન્ટર્નને પહેલાં 7 દિવસ ડયુટી અને 7 દિવસ ક્વોરન્ટાઇન પિરિયડ દરમિયાન હોટલમાં ક્વોરન્ટાઇન કરાતા હતા, પણ દર્દીની સંખ્યા વધતાં ક્વોરન્ટીન થવાને બદલે ડ્યુટી કરવી પડશે તેમ જણાવ્યું હતું, પણ અમલમાં મૂક્યુ ન હતું. ઇન્ટર્ન ડોકટરો સાથે મિટિંગ કરી 7 દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવશે, તેમજ ડોકટરમાં કોરોનાના લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવાની પણ મંજૂરી આપી છે.