the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

25 મેથી અમદાવાદથી ફ્લાઈટ સેવા શરૂ, ભાડા માટે 6 સેક્ટર ક્લાસ નક્કી કરાયા

  • ફ્લાઈટના ભાડાને Aથી G પ્રમાણે છ સેક્ટર ક્લાસમાં વહેંચવામાં આવ્યા
  • ઇન્દોર, ગોવા, મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ, બેંગ્લોર અને કોલકતા સહિતના શહેરો માટે ફ્લાઇટ સેવા શરૂ

ગાંધીનગર. સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા 25મેથી દેશભરમાં તબક્કાવાર એરલાઈન્સ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે. દેશભરમાંથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું આવાગમન શરૂ 25 મેથી શરૂ થઇ જશે. જોકે ફ્લાઇટના અંતરના આધારે ફ્લાઇટ ભાડા માટે સેક્ટર ક્લાસ નક્કી કરવામાં આવ્યા છે. આ ક્લાસ Aથી G સુધીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં A ક્લાસનું ભાડુ ઓછામાં ઓછું 2 હજાર અને વધુમાં વધુ 6 હજાર જ્યારે G ક્લાસનું ભાડું  ઓછામાં ઓછું 6500થી  વધુમાં વધુ 18600 સુધી નક્કી કરવામા આવ્યું છે.
10 દિવસમાં કોરોનાના કુલ 4,368 કેસ નોંધાયા
રાજ્યમાં 10 દિવસમાં કોરોનાના કુલ 4,368 કેસ નોંધાયા છે જે ગુરુવાર સુધીમાં નોંધાયેલાં 12,910 કેસના ત્રીજા ભાગના થવા જાય છે. જ્યારે ડબલિંગ રેટ જોઇએ તો અગાઉ છ મેના રોજ 6,625 કેસ નોંધાયા હતા તેથી ડબલિંગ રેટ લગભગ પંદરથી સોળ દિવસનો થયો છે જે સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી હોવાનો સંકેત આપે છે. દસ દિવસમાં નોંધાયેલાં 4,368 પૈકી માત્ર અમદાવાદમાં જ 3,363 કેસ નોંધાયા છે જ્યારે 1,005 કેસ ગુજરાતના બાકીના શહેરો અને વિસ્તારોમાં નોંધાયા છે.

રાજ્યમાં સતત 23માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુ  કેસ(અમદાવાદમાં આજે 250થી ઓછા કેસ નોંધાયા)

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371

રાજ્યમાં ક્યાં કટેલા કેસ વધ્યા

અમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 જ્યારે અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.  રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 166152 ટેસ્ટ કરાયા. જેમાંથી 153242 નેગેટિવ જ્યારે 12910 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ 12910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6597ની હાલત સ્થિર છે.

કુલ 12,910 દર્દી, 773ના મોત અને 5488 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 9449 619 3330
સુરત 1227 57 823
વડોદરા 750 32 470
ગાંધીનગર 198 11 90
ભાવનગર 114 8 84
બનાસકાંઠા 99 4 78
આણંદ 85 9 75
અરવલ્લી 93 3 75
રાજકોટ 82 2 55
મહેસાણા 93 4 51
પંચમહાલ 72 6 58
બોટાદ 56 1 54
મહીસાગર 77 1 38
પાટણ 69 4 25
ખેડા 54 2 26
સાબરકાંઠા 52 3 20
જામનગર 46 2 25
ભરૂચ 37 3 26
કચ્છ 61 1 6
દાહોદ 32 0 18
ગીર-સોમનાથ 34 0 3
છોટાઉદેપુર 22 0 14
વલસાડ 17 1 4
નર્મદા 15 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 4
જૂનાગઢ 15 0 3
નવસારી 14 0 8
પોરબંદર 5 0 3
સુરેન્દ્રનગર 16 0 3
મોરબી 2 0 2
તાપી 3 0 2
ડાંગ 2 0 2
અમરેલી 2 0 0
અન્ય રાજ્ય 5 0 0
કુલ 12,910 773 5488