the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નેશનલ વોલનટ ડે નિમિત્તે આહારમાં વોલનટ્સને સામેલ કરો

આ નેશનલ વોલનટ ડે ઉપર આરોગ્ય અને સ્વાદ વચ્ચેની તમારી લડાઇને આરામ આપો કારણકે કેલિફોર્નિયા વોલનટ્સ તમારી ચિંતાઓને દૂર કરવા માટે ઉપલબ્ધ છે. આ વર્ષે સૌથી વર્સેટાઇલ અને પોષકતત્વોથી ભરપૂર ખોરાક સાથે સારું આરોગ્ય પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લો.

 

વોલનટ્સ સ્વાદિષ્ટ અને મીઠી વાનગીઓમાં અદ્ભુત સ્વાદ ઉમેરવાની સાથે-સાથે તેને આરોગ્યપ્રદ પણ બનાવે છે વોલનટ્સ પ્લાન્ટ-બેઝ્ડ ઓમેગા-3 ફેટ્ટી એસિડની સાથે-સાથે એક મુઠ્ઠીભર વોલનટ્સ (28 ગ્રામ) પ્રોટીન (4 ગ્રામ) અ ફાઇબર (2 ગ્રામ) પણ પ્રદાન કરે છે.

 

તો રાહ કોની જૂઓ છો? કેલિફોર્નિયા વોલનટ્સના મીઠા અને નટી ટ્વિસ્ટ સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે તૈયાર થાઓ. કેલિફોર્નિયા વોલનટ્સ સાથે ઉત્તમ વાનગીઓ તૈયાર કરવા નીચે મૂજબની ટોચની વાનગીઓ રજૂ કરવામાં આવી છેઃ 

 

મેપલ વોલનટ બટર સાથે કેલિફોર્નિયા વોલનટ પેનકેક્સ

 

સામગ્રીઓ

125 ગ્રામ સાદો લોટ

1 ચમચી બેકિંગ પાઉડર

1 મધ્યમ ઇંડુ

2 તમતી મેપલ સીરપ

280 મીલી બટરમિલ્ક

50  ગ્રામ કેલિફોર્નિયા વોલનટના ટુકડા

સાધારણ ફ્રાય કરવા તેલ

1 સમારેલું કેળું

વોલનટ બટરઃ

50 ગ્રામ બટર

2 ચમચી મેપલ સીરપ

25  ગ્રામ કેલિફોર્નિયા વોલનટના ટુકડા

 

તૈયારીઓ

  1. વોલનટ બટર બનાવવા માટે બટર અને મેપલ સીરપને યોગ્ય રીતે મિશ્રિત કરો તથા વોલનટમાં હલાવીને એકબાજૂએ મૂકો.
  2. મધ્યમકદના બાઉલમાં લોટ અને બેકિંગ પાઉડરને મૂકો અને ભેગું કરો. એક જગમાં ઇંડુ તોડો તથા મેપલ સીરપ અને બટર મિલ્કને મિશ્રિત કરીને લોટ સાથે ભેળવો, તેમાં વોલનટ્સ પણ ઉમેરો.
  3. નોન-સ્ટિક ફ્રાઇંગ પેનમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં 4 ચમચી બટર ઉમેરીને 4 પેનકેક બનાવો. બંન્ને બાજૂએ બે મીનીટ માટે ગરમ કરો અને તેને અનુસરીને કુલ 8 પેનકેક બનાવો.
  4. વોલનટ બટર, કેળા તથા મેપલ સીરપ અને એક્સ્ટ્રા વોલનટ્સ સાથે પીરસો. 

 

વોલનટ ક્રેકર્સ

સામગ્રીઓ

220 ગ્રામ પાણી

130 ગ્રામ ફ્લેક્સ સીડ

140 ગ્રામ વોલનટ્સ

30 ગ્રામ તલ  

 

તૈયારીઓ

  1. ફ્લેક્સ સીડ્સને દળો
  2. ગ્રાઇન્ડરમાં વોલનટ્સ અને તલને ક્રશ કરો
  3. ફ્લેક્સ સીડ્સ, વોલનટ્સ અને તલને પાણીમાં નાખો તથા મિશ્રિત કરીને 20 મીનીટ માટે મૂકો
  4. વેજીટેબલ પેપર સાથે તેને ટ્રેમાં યોગ્ય રીતે પાથરો અને પાતળુ લેયર બનવા દો
  5. ક્રિસ્પ કરવા 180 સેલ્સિયસ ઉપર 20થી25 મીનીટ માટે બેક કરો. તમારી પસંદગીના ડીપ સાથે પીરસો 

 

વોલનટ સોસ સાથે ચીકન

સામગ્રીઓ

4 ચીકન બ્રેસ્ટ

60 ગ્રામ વોલનટ્સ

100 ગ્રામ ઓટમીલ

4  ચમચી મધ

4  ચમચી સોયાસોસ

મસાલા

 

તૈયારીઓ

  1. ઓટમીલ અને વોલનટ્સને ક્રશ કરો, પરંતુ તેને દળશો નહીં
  2. સોયા સોસ સાથે મધ ઉમેરો
  3. ચીકન બ્રેસ્ટના નાના ટુકડા કરો
  4. દરેક ટુકડાને સોયા સોસ અને મધમાં ડીપ કરો તથા તેમાં ઓટ્સ અને વોલનટ્સનું મિશ્રણ ઉમેરીને વેજીટેબલ પેપર સાથે બેકિંગ ટ્રેમાં મૂકો
  5. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી 180 સેલ્યિસ ઉપર 20 મીનીટ માટે બેક કરો