the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વિશ્વ માટે ભારતનું શ્રેષ્ઠ: એમેઝોન પ્રાઇમ વીડિયો અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાનાને સમાવતી ગુલાબો સિતાબોનો વૈશ્વિક સ્તરે પ્રિમીયર કરશે

 

શૂજીત સિરકરનું ક્વિર્કી ડ્રામા અને અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાનાને સમાવતા ગુલાબો સિતાબોનું પ્રિમીયર એમેઝોન પ્રાઇમ વીડિયો પર 200 દેશો અને પ્રાંતોમાં 12 જૂન 2020ના રોજ યોજાશે

 

પ્રાઇમ અદ્યતન અને એક્સક્લુસિવ મુવીઝ, ટીવી શો, સ્ટેન્ડ અપ કોમેડી, એમેઝોન ઓરિજીનલ, એમેઝોન પ્રાઇમ મ્યુઝિક મારફતે ઍડફ્રી મ્યુઝિક, પ્રોડક્ટ્સની ભારતીય પસંદગીની વિના મૂલ્યે
ઝડપી ડિલીવરી, ટોચના સોદાઓમાં વહેલાસર પ્રવેશ, પ્રાઇમ રિડીંગ સાથે અમર્યાદિત વાંચન,
આ તમામ મહિને ફક્ત રૂ. 129માં ઉપલબ્ધ બનશે

 

મુંબઇ, ભારત, 14 મે 2020એમેઝોન પ્રાઇમ વીડિયોએ આજે જાહેરાત કરી છે કે જેની લાંબા સમયથી અપેક્ષા હતી તેવી હિન્દી ફિલ્મ ગુલાબો સિતાબોનો વૈશ્વિક પ્રિમીયર ફક્તને ફક્ત સ્ટ્રીમીંગ સર્વિસ પર ઉપલબ્ધ રહેશે. શૂજીત સિરકર દ્વારા દિગ્દર્શિત અમિતાભ બચ્ચન (બ્લેક, પિકુ) અને આયુષ્યમાન ખુરાના (શુભ મંગલ ઝ્યાદા સાવધાન, અંધાધૂન)ની ભૂમિકાઓ મુખ્ય રહેશે. આ મુવીનો પ્રિમીયર 12 જૂન 2020ના રોજ ફક્તને ફક્ત એમેઝોન પ્રાઇમ વીડિયો પર થશે અને તે વિશ્વમાં 200 દેશો અને પ્રાંતોમાં ઉપલબ્ધ રહેશે. 

 

એમેઝોન ખાતે અમે અમારા ગ્રાહકોનું સાભળીએ છીએ અને ત્યાંથી કામની શરૂઆત કરીએ છીએ.” એમ એમેઝોન પ્રાઇમ વીડિયો, ભારતના કન્ટેન્ટના ડિરેક્ટર અને વડા વિજય સુબ્રનીયમે જણાવતા ઉમેર્યું હતું કે ગુલાબો સિતાબો આ વર્ષની જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તેમાંની અનેક ફિલ્મોમાંની એક ફિલ્મ છે. ગુલાબો સિતાબોનો ફક્ત પ્રાઇમ વીડિયો પર જ પ્રિમીયર કરતા આનંદ અનુભવીએ છે. ગ્રાહકોના ઘરના દ્વાર સુધી ચડીયાતો સિનેમેટીક અનુભવ લાવવામાં આ પ્રથમ પગલું છે.

 

આ ભારતીય મનોરંજનના નવા યુગનો પ્રારંભ છે,” એમ જણાવતા દિગ્દર્શક શૂજીત સિરકરે ઉમેર્યું હતું કે.“મને આનંદ છે વિશ્વના પ્રેક્ષકો આપણી ગ્રીટી ડ્રામેડી, તેમજ ક્વિર્કી, હળવી ફિલ્મને સ્ટોર કરી શકશે. ગુલાબો સિતાબો ક્વિર્કી, હળવી શૈલીની મુવી છે જેને પ્રેક્ષક તેમના પરિવાર સાથે માણી શકે છે. આ ફિલ્મ પર અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના સાથે કામ કરવાનો અનુભવ અદભૂત રહ્યો હતો.” 

 

ભારતીય પ્રેક્ષકો ગુલાબો સિતાબો રિલીઝ થવાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે અને અમને આનંદ છે કે એમેઝોન પ્રાઇમ વીડિયો આ મુવીનો પોતાના ગ્રાહકો માટે પ્રિમીયર કરશે. પ્રાઇમ વીડિયો પર ગુલાબો સિતાબોની વૈશ્વિક રિલીઝ 200થી વધુ દેશો અને પ્રાંતોમાં થશે, જે મહત્તમ પહોંચની અને ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિશ્વ આખામાં દેખાય તેની ખાતરી કરશે. અમે નવી ઓફરિંગ બાબતે ભારે રોમાંચ અનુભવીએ છીએ અને આ રિલીઝ દ્વારા અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ મનોરંજન લાવતા ફરી એક વાર આનંદિત છીએ,” એમ એમેઝોન પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના ડિરેક્ટર, કંટ્રી જનરલ મેનેજર ગૌરવ ગાંધીએ જણાવ્યું હતું.

 

ગુલાબો સિતાબો એ ઘરે પરિવાર સાથે બેસીને જોવો જ જોઇએ તેવો જીવન, ડ્રામેડીનો એક ભાગ છે,” એમ કહેતા અભિનેતા અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, “શૂજીતે મને પહેલી વાર પાત્ર સૂચિ બતાવી ત્યારથી જ મારી ભૂમિકા વિશે રોમાંચિત હતો. મારા અત્યંત પ્રતિભાશાળી સહ અભિનેતા આયુષ્યમાન ખુરાના સાથે કામ કરવાનો મારો અનુભવ ખરેખર આહલાદક રહ્યો હતો. ફિલ્મમાં અમે સતત ઠઠ્ઠા મશ્કરી કરતા હોવા છતાં તેની સાથે સૌપ્રથમ વખત કામ કરતા ખુશી થઇ છે. પારિવારીક મનોરંજનમાં ભૌગૌલિક સરહદો કાપી નાખવાની શક્તિ છે અને વિશ્વના પ્રેક્ષકો સમક્ષ ગુલાબો સિતાબો લાવતા ખુશ છીએ.”

 

અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ જણાવ્યું હતું કે, “ગુલાબો સિતાબો મારા માટે એક ખાસ ફિલ્મ છે. તેનાથી, વીકી ડોનર બાદ મારા માર્ગદર્શક શૂજિત દા સાથે ફરી એક વખત જોડાવાની તક મળી છે. આજે હું જે કંઇ છું તે ફક્ત તેમના કારણે જ છે અને તેમના વિઝનનો ફરી એક વાર ભાગ બનતા મને આનંદ છે. ગુલાબો સિતાબોમાં હું સૌપ્રથમ વખત શ્રી અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરું છું અને તે મારા માટે મોટી ક્ષણ છે. તે એક સ્વપ્ન હતું જે સાકાર થયું છે. હું ખાનગી રીતે કહ્યું તો વર્ષોથી હું તેમની સાથે કામ કરવા માગતો હતો અને શૂજિત દાએ તે કરી બતાવ્યું અને તેના માટે હું તેમનો કાયમ માટે ઋણી રહીશે. એક મહાન કલાકાર સાથે કામ કરવું તે માટે ખરેખર ગર્વની વાત છે અને તે અનુભવ પછી એક અભિનેતા તરીકે હું નવી શક્તિનો સંચાર અનુભવું છું. આ ફિલ્મમાં મને જો ગમતુ હોય તો તેની સાદગી – માલિક અને ભાડૂઆત વચ્ચેની ઠઠ્ઠા મશ્કરીમાં સરળ રમૂજની ઝડપથી પસાર થતી ક્ષણો છે જે આ ફિલ્મને ખરેખર ખાસ બનાવે છે. મને આશા છે પ્રેક્ષકોને આ ફિલ્મનો પ્રિમીયર રજૂ થશે ત્યારે અમારી કેમિસ્ટ્રી ગમશે.”

 

અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાનાને સમાવતી ગુલાબો સિતાબો એક ચડીયાતા દેખાવાની રમતમાં બે પાતળા કપટી શિયાળની કલ્પનાશીલ ક્વિર્કી વાર્તા છે, જેમાંના બન્ને અન્ય સભ્યોને પોતાની તરફ ખેંચે છે અને પ્રત્યેક પોતાનો અલગ હેતુ ધરાવે છે. રાઇઝીંગ સન પ્રોડક્શનની ગુલાબો સિતાબોનું દિગ્દર્શન શૂજીત સિરકર દ્વારા કરવામાં આવ્યું છે તેમજ જુહી ચતુર્વેદી દ્વારા લખવામાં આવી છે અને રોની લાહિરી અને શીલ કુમાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. 

 

ગુલાબો સિતાબો પ્રાઇમ વીડિયો કેટેલોગમાં રહેલા હોલિવુડ અને બોલિવુડના હજ્જારો ટીવી શો અને મુવી સાથે જોડાશે. તેમાં ભારતીય નિર્મિત એમેઝોન ઓરિજીનલ સિરીઝ જેમ ફોર મોર શોટ્સ પ્લીઝ, ધી ફેમિલી મેન, મિર્ઝાપુર, ઇન્સાઇડ એજઅને મેઇડ ઇન હેવન અને એવોર્ડ વિજેતા અને વિવેચકો દ્વારા વખાણાયેલી ટોમ ક્લેન્સીઝ જેક ર્યાન, ધી બોયઝ, હંટર્સ, ફ્લીબેગ અને ધી માર્વેલસ મીસીસ મૈસલ સહિતની વૈશ્વિક એમેઝોન ઓરિજીનલ સિરીઝ પ્રાઇમ વીડિયોઝ એમેઝોન પ્રાઇમ સભ્યો માટે કોઇ પણ વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ બનશે. આ સર્વિસમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિલ, કન્નડ, મલયાલમ, પંજાબી અને બંગાળીમાં ઉપલબ્ધ ટાઇટલ્સનો પણ સમાવેશ થાય છે.

 

પ્રાઇમ સભ્યો ગમે ત્યાંથી અને ગમે તે સમયે ગુલાબો સિતાબો કોઇપણ ડિવાઇસ જેમ કે સ્માર્ટ ટીવી, મોબાઇલ ડિવાઇસિસ, ફાયર ટીવી સ્ટિક, ફાયર ટેબ્લેટ્સ, એપલ ટીવી, એરટેલ, વોડાફોન વગેરે પર જોઇ શકશે. પ્રાઇમ વીડિયો એપમાં પ્રાઇમ સભ્યો તેમના મોબાઇલ ડિવાઇસ અને ટેબ્લેટ્સમાં એપિસોડ ડાઇનલોડ કરી શકે છે અને ગમે ત્યાંથી ઓફલાઇન વધારાના ખર્ચ વિના જોઇ શકે છે. પ્રાઇમ વીડિયો ભારતમાં પ્રાઇમ સભ્યોને વાર્ષિક ફક્ત રૂ. 999માં અને મહિને રૂ. 129માં ઉપલબ્ધ છે, નવા ગ્રાહકો વધુ www.amazon.in/primeશોધી શકે છે અને 30 દિવસની વિના મૂલ્યે ટ્રાયલ માટે સબસ્ક્રાઇબ કરી શકે છે.

.

 

એમેઝોન પ્રાઇમ વીડિયો વિશે

પ્રાઇમ વીડિયો પ્રિમીયમ સ્ટ્રીમીંગ સર્વિસ છે જે પ્રાઇમ સભ્યોને એવોર્ડ વિજેતા એમેઝોન ઓરિજીનલ સિરીઝ, હજ્જારો મુવી અને ટીવી શોનું કલેક્શન પ્રાઇમ સભ્યોને ઓફર કરે છે – એક જ સ્થળે જોવા માગતા લોકો માટે એક સુગમ સ્થાન છે. PrimeVideo.comપર વધુ જુઓ.

    • પ્રાઇમ વીડિયોમાં આનો પણ સમાવેશ થાય છે:ગુલાબોસિતાબોહજ્જારો ટીવી શો સાથે અને હોલિવુડ અને બોલિવુડના મુવીઓ સાથે જોડાય છે, જેમાં ભારતીય નિર્મિત એમેઝોન ઓરિજીનલ સિરીઝ જેમ કે ધી ફોરગોટ્ટન આર્મી – આઝાદી કે લિયે, ફોર મોર શોટ્સ પ્લીઝ!S1 અને S2. ધ ફેમિલી મેન, મિરઝાપુર, ઇન્સિડ એજ અને મેઇડ ઇન હેવન અને એવોર્ડ વિજેતા અને વિવેચકો દ્વારા વખાણાયેલી ટોમ ક્લેન્સીની જેક ર્યાન, ધી બોયઝ, હંટર્સ, ફ્લીબેગ અને ધી માર્વેલસ મિસીઝ સહિતની વૈશ્વિક એમઝેન ઓરિજીલ સિરીઝનો પણ સમાવેશ થાય છે. પ્રાઇમ સભ્યપદના ભાગરૂપે મૈસેલ અમર્યાદિત સ્ટ્રીમીંગ માટે ઉપલબ્ધ છે. પ્રાઇમ વીડિયોમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિલ, તેલુગુ, કન્નડ, મલાયલમ, પંજાબી અને બંગાળીમાં ટાઇટલ્સનો પણ સમાવેશ થાય છે.

 

  • ઇન્સ્ટન્ટ ઍક્સેસ: સભ્યો સ્માર્ટ ટીવી, મોબાઇલ ડિવાઇસ, ફાયર ટીવી, ફાયર ટીવી સ્ટિક, ફાયર ટેબ્લેટ્સ, એપલ ટીવી અને મલ્ટીપલ ગેઇમીંગ ડિવાઇસ માટે પ્રાઇમ વીડિયો ગમે ત્યારે, ગમે ત્યાંથી જોઇ શકે છે. પ્રાઇમ વીડિયો ગ્રાહકોને એરટેલ અને વોડાફોન પ્રિ-પેઇડ અને પોસ્ટ પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન્સ મારફતે પણ ઉપલબ્ધ છે. પ્રાઇમ વીડિયો એપમાં પ્રાઇમ સભ્યો તેમના મોબાઇલ ડિવાઇસ અને ટેબ્લેટ્સ પર એપિસોડ ડાઉનલોડ પણ કરી શકે છે અને ગમે ત્યાંથી વધારાના ખર્ચ વિના ઓફલાઇન પણ જોઇ શકે છે.

 

  • વિસ્તરિત અનુભવ4Kઅલ્ટ્રાએચડીકાર્ડઅનેહાઇડાયનેમિકરેન્જ (એચડીઆર) કોમ્પેટીબલકન્ટેન્ટસાથેદરેકમાટેજોવાનુંશક્યબનાવેછે. તમારાલોકપ્રિયમુવીઅનેટીવીશોનીપાછળએક્સરેઍક્સેસસાથેજાઓજેIMDbદ્વારાસજ્જછે. ઓફલાઇનજોવામાટેપસંદગીનામોબાઇલડાઉનલોડ્ઝસાથેતેનેબાદમાંજોવામાટેસેવકરીરાખો.
  • પ્રાઇમ સાથે સમાવિષ્ટ: પ્રાઇમ વીડિયો ભારતમાં વાર્ષિક ફક્ત રૂ. 999 અને માસિક રૂ. 129માં વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ છે, નવા ગ્રાહકો www.amazon.in/primeવધુ શોધી શકે છે અને 30 દિવસની ટ્રાયલ માટે સબસ્ક્રાઇબ કરી શકે છે