the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કોરોના મહામારીમાં સરેરાશ ૬૦ દિવસના લોકડાઉનથી ફિટ્‌નેસ(જીમ) ઉધ્યોગો ને જંગી નુકસાન

ફિટ્‌નેસ ઉધ્યોગો માટે ૨૦૨૦નું વર્ષ ધુંધળું, લોકડાઉન બાદ પણ શરૂ થવા મુદ્દે પ્રશ્નાર્થ
– સોશિયલ ડિસ્ટન્સિંગ ની સાથે ૧૮ મે ૨૦૨૦ સુધીમા વેપાર-રોજગાર શરૂ થાય તેવી માગણી
– આ સેક્ટરમાં ૮૦% સ્કિલ્ડ અને ૨૦%અનસ્કિલ્ડ કામદારોને રોજગારી મળી રહે છે જેને મોટો ફટકો
– કોવિડ-૧૯ થી લોકડાઉન ને કારણે કરોડો રૂપિયાની નુકસાની
કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. જેનાથી જીવન ને સુખમય રાખવાનુ એક મહત્વનુ સેક્ટર, ફિટ્‌નેસ(જીમ) ઉદ્યોગો ને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમાં પણ સમ્મ્પૂર્ન કોમર્શિયલ ફિટ્‌નેસ(જીમ) ઉદ્યોગોના વેપાર બંધ થઇ ગયા છે એટલું જ નહિં લોકડાઉન પુરૂ થયા પછી પણ આ સેક્ટર ક્યારે શરૂ થશે તેના પર પ્રશ્નાર્થ છે. ૨૦૨૦નું વર્ષ આ સેક્ટર માટે નુકસાનીનું રહેશે તેવો ભય આ ઉધોગો સાથેજોદાયેલા સાહ્‌સીકો ને સતાવી રહ્યો છે. માર્ચ થી જૂન મહિનાનો સમયગાળો એટલે વેકેશન નો ગણાય અને આ જ સમયગાળામાં સરકારી કર્મચરીઓ, વિધ્યાર્થિઓ તેમજ શાળા-કોલેજ ના વાલિઓ અને વિધાર્થિઓ તેમજ અધાપકો સમય નો સદ-ઉપયોગ પોતના સ્વાસ્થ્ય બનાવામા કરતા હોય છે જે આ સમયે શક્ય બન્યુ નથી. તેમજ લોકડાઉનના કારણે આ ઉધ્યોગ સાથે જોડાયેલ અન્ય ૬૦ થી ૭૦ એજન્સીઓ જેમકે કેટરર્સ, ઇલેક્ટ્રિશિયન, સાઉન્ડ, મશીનરી, સિક્યોરિટીઝ, ફોટોગ્રાફી સાથે સંકળાયેલા અનેક કારીગરો તેમજ વેપારીઓને મોટા પાયે નુકસાની પહોંચી છે. આખા વર્ષનો ઘણો-ખરો વેપાર આ ત્રણ માસમાં જ થાય છે જે સાવ પડી ભાંગ્યો છે. એટલું જ નહિં આગામી સમયમાં જો વેપાર રાબેતા મુજબ નહિં થાય તો આ સેક્ટર ક્યારે બેઠું થશે તે નક્કી નથી.
ગુજરાત, અમદાવાદ ની જાણીતી ફિટ્‌નેસ(જીમ) ચેન “જીમ લૌંજ બ્રાંડ” ના પ્રમુખ વિજયભાઇ સેંગરે જણાવ્યું કે ગુજરાતમાં ફક્ત અમદાવાદમા જ ફિટ્‌નેસ(જીમ) ઉદ્યોગ સાથે સરેરાશ ૧૫૦૦૦ થી વધુ લોકો જોડાયેલા છે. આ વ્યવસાયમાં જોડાયેલા ૮૦% સ્કિલ્ડ અને ૨૦% અનસ્કિલ્ડ કામદારો છે. આવા કામદારોની રોજગારી પર સૌથી મોટી અસર પડી રહી છે. જોકે અમારી સાથે જોડાયેલા તમામને જાળવવાનો અથાગ પ્રયાસ અમારી બ્રાંડ દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે પણ ક્યા સુધી તે પણ ચિતા નો વિષય બન્યો હોવાથી અમે સરકાર દ્વારા આ ઇન્ડસ્ટ્રીઝ ઝડપી બેઠી થાય તે માટે રાહતની માગ કરાઇ છે.
ફિટ્‌નેસ(જીમ) ઉદ્યોગ સાથે જોડાયેલ મૌલિકભાઇ કે જેઓ જીમ મા ઉપયોગ મા લેવાતી તમામ મશીનરી ના ઉત્પાદક્‌ અને આયાતકાર (ઈમ્પોર્ટર) છે, તેમણે  જણાવ્યું કે અમારા વ્યવસાય સાથે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટ્રેડર્સ-સપ્લાયર્સને પણ મોટી નુકસાની વેઠ્‌વાનો વારો આવ્યો છે. આ ઇન્ડસ્ટ્રીઝને નાણાંકિય કટોકટીમાંથી બહાર લાવવા અને સ્કિલ્ડ  તેમજ અનસ્કિલ્ડ કામદારોની રોજગારી જળવાઇ રહે તે માટે રાહતની માગ કરવામાં આવી છે  તેમજ તે  સંતોષાય તે જરૂરી છે.
ફિટ્‌નેસ(જીમ) ઉદ્યોગ સાથે જોડાયેલ ડાયેટીશીયન અને ન્યુટ્રીનિશ્ટ જૈનિશ શુક્લા સાથે વાત કરતા તે જણાવે છે કે, આજ સુધી તો અમારી કમ્પની એ અમને પુરુ વેતન ચુકવ્યુ છે, પણ જો આજ પરિસ્થિતિ રહી તો અમારી કમ્પનીઓ નુ તેમજ અમારી નોકરીઓ નુ શુ થશે તેની ચિંતા થવી એ સ્વભવિક છે.
ફિટ્‌નેસ(જીમ) ઉદ્યોગ ની ભારત-રાજ્ય સરકાર પાસેની માંગ ઃ
– માર્ચથી જૂન વેપારનો  અગત્યનો સમય છે, જે પૂર્ણ થતા આખુ વર્ષ નુકસાનીનો બોજ
– આ સેક્ટર સાથે સંકળાયેલને એક વર્ષ સુધી વીજબિલમાં માસિક ફિક્સ ચાર્જ ન વસુલાય
– જીએસટીની મીનિમમ લિમિટની રકમમાં વધારવા તથા ૧૮% ના બદલે  ૫% કરવા માંગ
– બે વર્ષ સુધી ઇનકમ ટેક્સમાં રાહત આપવામાં આવે તે જરૂરી
– નાણાંકિય કટોકટી દૂર કરવા બેન્કો પાસે ઓછા વ્યાજની કેશ ક્રેડિટ અથવા લોન કરી આપવા માંગ
– પ્રોપર્ટી ટેક્સ ૩૬૫ દિવસના બદલે ૩૦ દિવસના વપરાશ આધારિત કરવા માંગ
– આ સેક્ટરને સર્વિસ પ્રોડવાઇડરના બદલે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો દરજ્જો મળે તો સ્જીસ્ઈનો લાભ મળી શકે તેવી માગ.