the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ અને જાવેદ અલી સા રે ગા મા પાના ‘એક દેશ એક રાગ’ ખાતે કોવિડ હિરોને સલામ કરતી એક એન્થમ રજૂ કરશે

~ ભારતના સૌથી લાંબા ચાલતા બિન-કાલ્પનિક ફ્રેન્ચાઈઝી, સા રે ગા મા પા તેના 25 વર્ષ પૂરા કરી રહ્યો છે, ત્યારે ઝી ઉજવણી કરે છે, પાવર ઓફ મ્યુઝિકની, રોગચાળાના આ અંધકારમાં માનવતાનું ઉત્થાન કરવા માટે માનવતાને ખોલતી ઉદ્યોગની પ્રથમ પહેલ ‘એક દેશ એક રાગ દ્વારા’ ~

તેની શરૂઆતના 25 વર્ષથી, દેશનો સૌથી લાંબો ચાલતો બિન-કાલ્પનિક ફ્રેન્ચાઈઝી- ઝી ટીવીનો સા રે ગા મા પાએ સામાન્ય વ્યક્તિના જુસ્સાને સંગીતની શક્તિથી વધારવા માટે તથા તેમની ગાયકીની પ્રતિભાને દર્શવવા માટે દેશનું સૌથી શ્રેષ્ઠ પ્લેટફોર્મ આપ્યું છે. ત્યારે હાલમાં સા રે ગા મા પા 2020માં તેના 25 વર્ષના સિમાચિન્હને વટાવી રહ્યો છે, ત્યારે ઝી ટીવી લાવી રહ્યો છે, ઉદ્યોગની આ પ્રકારની પ્રથમ પહેલ, એક દેશ એક રાગ, જેનાથી સંગીતની શક્તિથી આ રોગચાળાના અંધકારમાં માનવતાનું અજવાળું પાથરી શકાય. તેની શરૂઆત 23મી મેથી, એક 25 કલાક લાંબી મ્યુઝિક મેરેથોનથી થશે, જે ઝી ટીવીની 11 ચેલનના ફેસબૂક પેજ પર જોવા મળશે. 25 વર્ષના સિમાચિન્હને ધ્યાને રાખીને એક ભવ્ય કોન્સર્ટનું આયોજન 24મી મેના રોજ કરવામાં આવ્યું છે, જેમાં ઝી ટીવીની 19 ચેનલના 10 રાષ્ટ્રિય ભાષાના સા રે ગા મા પાના પ્રસિદ્ધ ચહેરાઓ તેમના ઘરેથી ગીત ગાશે. આટલું જ નથી!

કોવિડ લોકડાઉન દરમિયાન માનવજાત માટે પોતાનું જીવન જોખમમાં નાખનારા ફ્રન્ટ- લાઈનર્સની અવિરત સેવા અને ભાવનાને સલામ કરતું એક ખાસ ગીત વિશેષ રૂપથી તૈયાર કરવામાં આવ્યું, જે એક દેશ એક રાગ પહેલમાં પર્ફોર્મ કરવામાં આવશે. આ ગીતને અન્ય કોઈ નહીં, પરંતું સા રે ગા મા પાના સંગીતના મહાનુભાવો, હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ અને જાવેદ અલીની સાથોસાથ અન્ય જાણિતા કલાકારો જેઓ સમગ્ર ઝી નેટવર્ક ચેનલ જેમાં હિન્દી, બાંગ્લા, તમિલ તથા અન્ય પ્રાંતોનો સમાવેશ થાય છે, તેના સા રે ગા મા પાના ચહેરાઓ ભાગ લેશે. ઝી મલયાલમમાંથી પ્લે બેક ગાયિકા શ્વેતા મોહન અને મિથુન જયારાજ, ઝી તેલુગુમાંથી હેમા ચંદ્રા, ઝી તમિલમાંથી શ્રિનિવાસ અને રાજેશ ક્રિષ્નન જેવા કલાકાર સાર્થકમાંથી તથા બીગ ગંગામાંથી તૃપ્તિ શક્ય અને રાજેશ પાંડે પણ આંતરીક હિસ્સો છે, જેને ખાસ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું એક પ્રેરણાદાયી ગીત હમ હોંગે કામિયાબ રજૂ કરશે. આ ગીત દ્વારા, કલાકારોએ ફક્ત કોવિડ વોરિયર્સને જ ભાવાંજલી આપી છે, એટલું નથી, પરંતુ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને લીધે લોકોના મૂડમાં સુધારો લાવવા તથા તેમને રોગચાળાની સામે લડવા મજબુત પ્રોત્સાહિત કરવા ઇચ્છે છે.

આ ટ્રેક અંગે જણાવતા, હિમેશ રેશમિયા જણાવે છે, “સા રે ગા મા પાએ દેશની સૌથી અદ્દભુત ફ્રેન્ચાઈઝી છે અને હું મારી જાતને ગર્વિત સમજુ છું કે, હું આમાં એક દેશ એક રાગ કોન્સર્ટમાં પર્ફોર્મ કરી રહ્યો છું, જે તેમના 25 વર્ષની સિમાચિન્હ માટેનું આદરણિય પ્લેટફોર્મ છે. હું સમગ્ર ભારતના સંગીતના ચાહકો માટે પર્ફોર્મ કરવા તથા આ કપરા સમયમાં તેમની હિંમત વધારવા માટે રાહ નથી જોઈ શકતો. ખરેખર તો, આ ટીમ પણ એકદમ અલગ જ ટ્રેક- હમ હોંગે કામિયાબની સાથે આવી છે, જે સમગ્ર દેશના લોકોને પ્રેરિત કરશે અને કોવિડના હિરોને દેશ માટે નિઃસ્વાર્થ સેવા માટે સલામી આપશે. આવા હૃદયસ્પર્શી ટ્રેકમાં મારો અવાજ આપવોએ મારા માટે ખરેખર એક મોટો વિશેષાધિકાર છે અને મને ખાતરી છે કે, હું ઘણા દિલોને સ્પર્શી શકીશ. હું આ ગીત જાવેદ અલી અને ઉદિત જીની સાથે ગાવાનો છું અને આ ગીત માટે દર્શકોના પ્રતિસાદ મેળવવા માટે રાહ જોઈ શકતો નથી.”

જાવેદ અલી ઉમેરે છે, “હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ એક અત્યંત મુશ્કેલ પડકારનો સામનો કરી રહ્યો છે, ત્યારે મને ગર્વ છે કે, હું આ ઉદ્યોગના જાણિતા નામ હિમેશ રેશમિયા અને ઉદિત નારાયણની સાથે ભાગીદારી કરીને એક ગીત રજૂ કરી રહ્યો છું, જે લોકોને આ રોગચાળાને નાથવાના જોખમની સામે રક્ષણ આપવાના પ્રયત્નમાં મદદ કરશે. મને ખાતરી છે કે, સમગ્ર દેશ પણ અમારી સાથે ગાશે અને તે હિરોને આ ભાવનાત્મક તથા પ્રેરણાદાયી ટ્રેક દ્વારા સલામ કરશે.”

સારું તો, અમને ખાતરી છે કે, આ ખાસ તૈયાર કરવામાં આવેલું ગીત સા રે ગા મા પા- એક દેશ એક રાગ કોન્સર્ટમાં દરેકના દિલના તાર ઝણઝણાવશે.

આ દરમિયાન જ, ઝી ટીવીની જનરલ મનોરંજન ચેનલના ઓફિશિયલ ફેસબૂક પેજ પર લોગઇન કરો, ખાસ 25 કલાક લાંબી સ્પેશિયલ લાઈવ—અથોન માટે 23મી મેના રોજ અને 24મી મેના રોજ સાંજે 7 વાગ્યાથી ઝી ટીવીની સમગ્ર 19 ચેનલો જેમાં ઝી ટીવી ઝી કેરાલમ, ઝી પંજાબી, ઝી મરાઠી, ઝી યુવા, ઝી બાંગ્લા, ઝી સાર્થક, ગંગા, ઝી તમિલ, ઝી તેલુગુ અને ઝી કન્નડામાં જૂઓ મ્યુઝિક કોન્સર્ટ ‘એક દેશ એક રાગ’