the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મંડપ હાયરર્સ ઇલેક્ટ્રીકલ એસોસિએશન માટે 2020નું વર્ષ ધુંધળું, લોકડાઉન બાદ પણ શરૂ થવા મુદ્દે પ્રશ્નાર્થ

મંડપ હાયરર્સ ઇલેક્ટ્રીકલ એસોસિએશન દ્વારા રાહત માટે પીએમને રજૂઆત કરાઇ

–     સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે દિવાળી સુધી વેપાર-રોજગાર શરૂ થઇ શકે તેમ નથી

–     આ સેક્ટરમાં 85 ટકા અનસ્કિલ્ડ કામદારોને રોજગારી મળી રહી છે જેને મોટો ફટકો

–     એક્ઝિબિશન ઓર્ગેનાઇઝેશન તથા અન્ય પ્રસંગની ઉજવણીએ મંડપ ડેકોરેટર્સનું ગ્રોથ એન્જિન, કરોડો રૂપિયાની નુકસાની

કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. એક્ઝિબિશન ઓર્ગેનાઇઝેશન સેક્ટરને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમાં પણ મંડપ ડેકોરેટર્સના વેપાર બંધ થઇ ગયા છે એટલું જ નહિં લોકડાઉન પુરૂ થયા પછી પણ આ સેક્ટર ક્યારે શરૂ થશે તેના પર પ્રશ્નાર્થ છે. 2020નું વર્ષ આ સેક્ટર માટે નુકસાનીનું રહેશે. માર્ચથી જૂન મહિનાનો સમયગાળો એટલે વેકેશન અને મેરેજ સિઝનનો ગણાય છે.  ઉપરાંત આ સમયગાળામાં સરકારી મેળાવળા, પ્રદર્શનો, કોર્પોરેટ ઇવેન્ટ, ડિલર મીટ જેવા પ્રસંગો લોકડાઉનના કારણે રદ થયા છે જેના કારણે મંડપ સર્વિસ (ડેકોરેટર્સ) અને તેની સાથે જોડાયેલ 60-70 એજન્સીઓ જેમકે કેટરર્સ, ઇલેક્ટ્રિશિયન, સાઉન્ડ, ફ્લાવર્સ, સિક્યોરિટીઝ, ફોટોગ્રાફી સાથે સંકળાયેલા અનેક કારીગરો તેમજ વેપારીઓને મોટા પાયે નુકસાની પહોંચી છે. આખા વર્ષનો વેપાર આ મુખ્ય ત્રણ માસમાં જ થાય છે તે સાવ પડી ભાંગ્યો છે. એટલું જ નહિં આગામી સમયમાં જો વેપાર રાબેતા મુજબ નહિં થાય તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે આ સેક્ટર ક્યારે બેઠું થશે તે નક્કી નથી.

ગુજરાતમાં અમદાવાદ મંડપ ડેકોરેટર્સ એસોસિએશનના ઉપપ્રમુખ જતીન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં મંડપ ડેકોરેટર્સ સાથે સરેરાશ 50000થી વધુ વ્યવસાયિકો જોડાયેલા છે. આ વ્યવસાયમાં જોડાયેલા કામદારો 85-90 ટકા અનસ્કિલ છે. આવા કામદારોની રોજગારી પર સૌથી મોટી અસર પડી છે. જોકે એસોસિએશન દ્વારા આવા કારીગરોને જાળવવાનો અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા આ ઇન્ડસ્ટ્રીઝ ઝડપી બેઠી થાય તે માટે રાહતની માગ કરાઇ છે.

એસોસિએશનના ટ્રસ્ટી મૌલીક દલવાડીએ જણાવ્યું કે અમારા વ્યવસાય સાથે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટ્રેડર્સ-સપ્લાયર્સને પણ મોટી નુકસાની છે. આ ઇન્ડસ્ટ્રીઝને નાણાંકિય કટોકટીમાંથી બહાર લાવવા અને અનસ્કિલ્ડ કામદારોની રોજગારી જળવાઇ રહે તે માટે રાહતની માગ કરવામાં આવી છે જે સંતોષાઇ તે જરૂરી છે.

………………

ઉદ્યોગની ભારત-રાજ્ય સરકાર પાસેની માંગ

– માર્ચથી જૂન વેપારનો મુખ્ય સમય છે જે પૂર્ણ થતા આખુ વર્ષ નુકસાનીનો બોજ

– આ સેક્ટર સાથે સંકળાયેલને એક વર્ષ સુધી વીજબિલમાં માસિક ફિક્સ ચાર્જ ન વસુલાય

– જીએસટીની મીનિમમ લિમિટની રકમમાં વધારવા તથા 18 ટકાના બદલે 12 ટકા કરવા માંગ

– બે વર્ષ સુધી ઇનકમ ટેક્સમાં રાહત આપવામાં આવે તે જરૂરી

– નાણાંકિય કટોકટી દૂર કરવા બેન્કો પાસે ઓછા વ્યાજની કેશ ક્રેડિટ અથવા લોન કરી આપવા માંગ

– પ્રોપર્ટી ટેક્સ 365 દિવસના બદલે 30 દિવસના વપરાશ આધારિત કરવા માંગ

– આ સેક્ટરને સર્વિસ પ્રોડવાઇડરના બદલે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો દરજ્જો મળે તો SSI-MSMEનો લાભ મળી શકે તેવી માગ