the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એલિકોન ગ્રૂપ ઓફ કંપનીઝના ડિવિઝન- મધુભાન રિસોર્ટ એન્ડ સ્પા અને EMTICI એન્જિનિયરિંગ લિમિટેડના સીઇઓ તરુણા પટેલની FICCI FlO અમદાવાદ ચેપ્ટર 2020-21ના નવા ચેરપર્સન પદે નિમણુંક

      આપણો ટાસ્ક મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી: તરૂણા પટેલચેરપર્સન, FlO અમદાવાદ ચેપ્ટર

         FICCI FLO – અમદાવાદ ચેપ્ટરના પૂર્વ અધ્યક્ષ બબિતા જૈને FICCI FLO દ્વારા આયોજીત વેબિનારમાં નવા ચેરપર્સન તરૂણા પટેલને બેટન સોંપવામાં આવ્યો

 

અમદાવાદ, 11 મે, 2020: ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન એફએલઓ અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે પ્રમુખ હરજીન્દર કૌર તલવારની અધ્યક્ષતામાં પ્રથમ વેબિનાર દરમિયાન સમગ્ર ભારતના 17 ચેપ્ટર માટે આયોજિત ચેન્જ ઓફ ગાર્ડ‘ કાર્યક્રમમાં વર્ષ 2020-21 માટે ઉદ્યોગસાહસિક અને ઉદ્યોગપતિ- તરુણા પટેલની ચેરપર્સન પદે નિમણૂક કરાઇ હતી. અમદાવાદ ચેપ્ટરને એગ્રિકલ્ચર અને ખેડૂતોને બજાર સાથે સીધી રીતે જોડવા માટેની રાષ્ટ્રીય પહેલને સમર્થન આપવા બદલ FICCI FlOના પ્રેસિડેન્ટ હરજીન્દર કૌર તલવાર તરફથી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

 

ફિક્કી એફએલઓના અમદાવાદ ચેપ્ટરના પૂર્વ ચેરપર્સન બબિતા જૈને એફએલઓ દ્વારા સંચાલિત વેબિનારમાં નવા ચેરપર્સન તરુણા પટેલને બેટન સોંપ્યો હતો, જેમાં દેશભરના 17 ચેપ્ટરના 500 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને 4,૦૦૦ જેટલા લોકોએ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.

 

તેમણે પોતાની નવી કારોબારી સમિતિના સભ્યોની વરણી કરી કે જેમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદે- નંદિતા મુંશોવાઇસ પ્રેસિડેન્ટ પદે- રચના ગેમાવતસેક્રેટરી પદે- અદિતિ પરીખ જૈનજોઇન્ટ સેક્રેટરી પદે- નીતિ મહેતાપૂજા સિંઘવી- ખજાનચી અને સંયુક્ત ખજાનચી પદે – બિંદુ ઠક્કરની નિમણુંક કરાઇ હોવાની જાહેરાત કરી હતી.

 

તરુણા પટેલ પરફેક્શન અને ડિટેઇલિંગ માટે વિશેષ નજર ધરાવે છે અને ELECON ગ્રૂપ ઓફ કંપનીઝ માટે સેન્ટ્રલાઇઝ્ડ રિસોર્સ સેલ (સીઆરસી)ની પહેલ કરી છે જે વધુ કાર્યક્ષમ અને કોસ્ટ- સેવિંગ પોલિસીઓ અને કામગીરીના નિયમનમાં અગ્રણી છે. તેઓ મધુભાન રિસોર્ટ એન્ડ સ્પાના સીઇઓ પણ છેજે ગુજરાતમાં એકમાત્ર 5 સ્ટાર રિસોર્ટ છે અને ભારતના 20 શ્રેષ્ઠત્તમ રિસોર્ટ પૈકીનો એક છે.

 

આ પ્રસંગે ફિક્કી ફ્લોના નવા ચેરપર્સન તરૂણા પટેલે જણાવ્યું હતું કે એફએલઓ અમદાવાદ ચેપ્ટર 2020-21ના ચેપર્સનનું પદ સંભાળવું એ મારા માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ એક નવો પડકાર છે જેનો વર્તમાન સમયમાં આપણે બધા સામનો કરી રહ્યા છીએ. આપણે બધાએ સખત મહેનત અને એક સાથે મળીને એવા ટાસ્ક માટે કામગીરી કરવી પડશે જે કઠિન છે પણ અશક્ય નથી અને આપણું લક્ષ્ય આ પડકારોને નવી તકોમાં ફેરવવાનું હોવું જોઈએ.

 

ઉપરાંતતેમણે એવું કહીને વાત આગળ વધારી કે આપણા ચૂંટાયેલા પ્રેસિડન્ટ જાહ્નાબી ફુખાનની મહાન પહેલથીઅમે ટકાઉ રાષ્ટ્રીય પ્રથાઓ અપનાવીશુ અને એફએલઓના 2020 વિઝન તરીકે આર્થિક મહિલા સશક્તિકરણ માટે ટકાઉ આજીવિકાનું નિર્માણ કરીશું. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝમાં હોવાને કારણે અમારી પાસે સસ્ટેઇનેબલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ પણ શોધવાની તક છે. કટોકટી એ સૂઈ રહેલા મગજની ક્ષમતાઓને વધારવા માટેનું એક વરદાન છે અને આપણા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જાહ્નાબી ફુખાનના માર્ગદર્શન અને ગતિશીલતા સાથેઆપણે આપણા માર્ગનો પ્રકાશ જોઇશું. આ પડકારજનક વર્ષમાં, તમારી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે માર્ગદર્શન અને મદદ લેવી પડશે જે સમાજને નવી દિશા પુરી પાડશે અને એફએલઓ અમદાવાદ ચેપ્ટરને વધુ ઉંચાઈએ પહોંચવામાં મદદ કરશે.

 

નિ:શુલ્ક આરોગ્ય અને આંખના ચેકઅપ કેમ્પથી લઇને વારંવાર રક્તદાન શિબિરનું આયોજન કરવુભંડારોમાંથી તમામ માટે માસિક ભોજન, ગામડાઓમાં બાળકીઓ માટે સ્વચ્છતા અને શિક્ષણનુ મહત્વ ફેલાવવું અને તેનો સ્વીકાર, – એ તરુણા પટેલની પરોપકારની તથા તેમની સીએસઆર પહેલ મારફતે તેમના માનવીય આત્મા અને સહાનુભૂતિની વ્યાખ્યા આપે છે.

 

તેમની દેશભક્તિ તેમજ તેમના રાજ્ય અને દેશ પ્રત્યેના પ્રેમ એ મહિલાઓને જીવનના તમામ તબક્કોમાં પ્રેરણા આપી અને માત્ર ગૃહિણી બનીને રહેવાથી વધારે વિચારવા પ્રેરિત કરી છે. છેલ્લાં 30 વર્ષોમાં આ ઝનુને તેમના માર્ગદર્શન હેઠળ છેવાડાના સ્તરે રહેલી મહિલાઓને સ્વતંત્ર રીતે વિચારવા અને મહિલાઓને આગળ વધવામાં મદદ કરી છે.

 

ફિક્ટીએ ઉદ્યોગ માટે દેશની વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરવા અને વૈશ્વિક સ્તરે સ્થાન અને માન્યતા પ્રાપ્ત કરવા માટે એક  નિર્ણાયક અવાજ ઉઠાવ્યો છે.