જીવનને પ્રકાશથી ભરી દઈએ

એક વેપારીને બે પુત્રો. વેપારી બીમાર પડ્યો. વેપાર કોને સોંપવો એની ચિંતા એને સતાવતી હતી. તેણે બંને પુત્રોના હાથમાં 10 -10 રૂપિયા આપ્યા અને કહ્યું, “એવી ચીજ લાવો કે જેથી ઘર ભરાઈ જાય.” બીજે દિવસે મોટા પુત્રએ ઘાસથી ઘરને ભરી દીધું. નાના પુત્ર ને પૂછયું,તું શું લાવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “રાત્રે કહીશ.” રાત્રે નાના પુત્રએ ઘરમાં દીપક પ્રગટાવ્યો અને ઘરને પ્રકાશથી ભરી દીધું. વેપારીએ નાના પુત્રને પેઢીની ચાવી આપતાં બોલ્યા, “બેટા સૌના જીવન પ્રકાશથી ભરી દેજે.