Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

શ્રેયસ ઐયરને સ્લો ઓવર-રેટના કારણે ૧૨ લાખનો દંડ ફટકારાયો

પહેલી જ મેચમાં શ્રેયસ ઐયર સામે કાર્યવાહી

ચોથી મેચમાં પંજાબે ગુજરાતને ૩ વિકેટ હરાવ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ એપ્રિલ ૨૦૨૬ — ૩૧ માર્ચના રોજ યોજાયેલી IPL 2026ની ચોથી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)એ ગુજરાત ટાઇટન્સ (GT) પર ૩ વિકેટથી વિજય મેળવ્યો. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સે ૧૬૩ રનનો ટાર્ગેટ પાંચ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.

પંજાબ કિંગ્સની જીતનો હીરો ઓસ્ટ્રેલિયાનો કૂપર કોનોલી હતો, જેણે ૪૪ બોલમાં ૫ છગ્ગા અને ૫૫ ચોગ્ગા સાથે અણનમ ૭૨ રન બનાવ્યા. આ મેચ બેટિંગ ઓલરાઉન્ડર કોનોલી માટે IPL ડેબ્યૂ હતી. તેણે પોતાની પહેલી જ મેચમાં પ્રભાવ પાડ્યો અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો.

ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સની જીત છતાં કેપ્ટન શ્રેયસ ઐયરને સ્લો ઓવર-રેટને કારણે ભારે કિંમત ચૂકવવી પડી છે. મેચ દરમિયાન પંજાબ કિંગ્સ નિર્ધારિત સમયમાં તેની ફાળવેલ ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો. IPL આચાર સંહિતાની કલમ ૨.૨૨ હેઠળ આ ટીમનો સિઝનનો પહેલો ગુનો હતો. પરિણામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર રૂ.૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો પંજાબ કિંગ્સ આ સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરશ તો શ્રેયસ ઐયરને રૂ.૨૪ લાખનો દંડ ફટકારવામાં આવશે. વધુમાં ટીમના સભ્યોને રૂ.૬ લાખ અથવા તેમની મેચ ફીના ૨૫ ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવશે. વધુમાં જો ટીમ ત્રીજી વખત સ્લો ઓવર રેટનો દોષી સાબિત થાય છે, તો મામલો વધુ ગંભીર બની જશે. આવી સ્થિતિમાં, કેપ્ટન શ્રેયસ ઐયરને એક મેચનો પ્રતિબંધનો સામનો કરવો પડશે.

સ્લો ઓવર રેટનો મુદ્દો શ્રેયસ ઐયર માટે નવો નથી, તેણે ભૂતકાળમાં પણ આ ઉલ્લંઘન માટે દંડનો સામનો કરવો પડ્યો છે. પાછલી સિઝન દરમિયાન BCCIએ બે અલગ અલગ પ્રસંગોએ શ્રેયસ ઐયર સામે શિસ્તભંગના પગલાં લીધા હતા. પહેલીવાર જ્યારે તેણે નિયમોનો ભંગ કર્યો હતો, ત્યારે તેને રૂ.૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, ત્યારબાદ કોઈ સુધારો થયો નહોતો અને બીજી વખત તે જ ભૂલનું પુનરાવર્તન કરવા પર શ્રેયસ ઐયરને ?૨૪ લાખનો ભારે દંડ ભરવાની ફરજ પડી હતી.

હવે IPL 2026માં શ્રેયસ ઐયરને ફરી એકવાર ધીમા ઓવર રેટને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ મુદ્દો તેના માટે સતત સમસ્યા રહ્યો છે.

Related posts

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ

Master Admin

સ્કોટલેન્ડને મેન્સ T20 વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવ્યું

Master Admin

હાર્દિક પંડ્યા ૭ એપ્રિલે રાજસ્થાન સામેની મેચમાં વાપસી કરી શકે

Master Admin

Leave a Comment

Translate »