Nirmal Metro Gujarati News
article

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન યોજાયું

સાણંદ તાલુકામાં ૧૭ નવેમ્બર રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વનું સૌથી મોટા સિંહ આકારનું માઁ દુર્ગા મંદિર બનવા જઈ રહ્યું છે, જેમા માઁ દુર્ગા ના  અદ્વિતીય સ્વરૂપની આરાધના કરવાનો અવસર બનશે, જે આધ્યાત્મિકતા, શક્તિ અને ધૈર્યનો પ્રતીક છે. જેના ભૂમિ પૂજનનો કાર્યકમ ૧૭ નવેમ્બર ૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સાણંદ તાલુકાના નળ સરોવર રોડ પર આવેલા વનાળીયા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો.

દયામૂર્તિ ગુરુમાં ના જણાવ્યા અનુસાર “આ મંદિર ની અંદર 21 ફૂટ ઊંચી માતા ની મૂર્તિ ના દર્શન થશે, એની જોડે 51 શક્તિપીઠ ના દર્શન ના લાભ પણ લઈ શકાશે. આ મંદિર પરિસર મા સદાવ્રત ની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ મંદિર માત્ર એક શ્રદ્ધા સ્થાન નહીં, પરંતુ દુનિયાની અદ્વિતીય શિલ્પકલા અને આધ્યાત્મિક વૃદ્ધિનો મિતી સ્થાન બનશે. આપણે એકતા, વિશ્વાસ અને આધ્યાત્મિકતા માટે આ વિશાળ સંકુલ ને આગળ વધારી રહ્યા છીએ.”

આ સંકુલમાં યાત્રિકોને માટે ધ્યાન કેન્દ્રો, તાજગી અને આરામ માટે વિશિષ્ટ સુવિધાઓ, તેમજ સ્થાનિક સમુદાય માટે વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. આ મંદિર ગુજરાતના ભાવિક ભક્તો માટે નવું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનશે, જે અહીંની ધરોહર અને સંસ્કૃતિની મહત્તા બતાવશે.

આ કાર્યક્રમ માટે પૂજ્ય દયામૂર્તિ ગુરુમાં દ્વારા સૌને ભાવ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.  મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ, સાઈ મંદિર થલતેજના પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર.પી પટેલ, વાડીલાલ આઈસ્ક્રીમના શ્રી રાજેશભાઈ આર. ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન યોજાયું

**
સાણંદ તાલુકામાં ૧૭ નવેમ્બર રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
*
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વનું સૌથી મોટા સિંહ આકારનું માઁ દુર્ગા મંદિર બનવા જઈ રહ્યું છે, જેમા માઁ દુર્ગા ના  અદ્વિતીય સ્વરૂપની આરાધના કરવાનો અવસર બનશે, જે આધ્યાત્મિકતા, શક્તિ અને ધૈર્યનો પ્રતીક છે. જેના ભૂમિ પૂજનનો કાર્યકમ ૧૭ નવેમ્બર ૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સાણંદ તાલુકાના નળ સરોવર રોડ પર આવેલા વનાળીયા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો.

દયામૂર્તિ ગુરુમાં ના જણાવ્યા અનુસાર “આ મંદિર ની અંદર 21 ફૂટ ઊંચી માતા ની મૂર્તિ ના દર્શન થશે, એની જોડે 51 શક્તિપીઠ ના દર્શન ના લાભ પણ લઈ શકાશે. આ મંદિર પરિસર મા સદાવ્રત ની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ મંદિર માત્ર એક શ્રદ્ધા સ્થાન નહીં, પરંતુ દુનિયાની અદ્વિતીય શિલ્પકલા અને આધ્યાત્મિક વૃદ્ધિનો મિતી સ્થાન બનશે. આપણે એકતા, વિશ્વાસ અને આધ્યાત્મિકતા માટે આ વિશાળ સંકુલ ને આગળ વધારી રહ્યા છીએ.”

આ સંકુલમાં યાત્રિકોને માટે ધ્યાન કેન્દ્રો, તાજગી અને આરામ માટે વિશિષ્ટ સુવિધાઓ, તેમજ સ્થાનિક સમુદાય માટે વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. આ મંદિર ગુજરાતના ભાવિક ભક્તો માટે નવું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનશે, જે અહીંની ધરોહર અને સંસ્કૃતિની મહત્તા બતાવશે.

આ કાર્યક્રમ માટે પૂજ્ય દયામૂર્તિ ગુરુમાં દ્વારા સૌને ભાવ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.  મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ, સાઈ મંદિર થલતેજના પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર.પી પટેલ, વાડીલાલ આઈસ્ક્રીમના શ્રી રાજેશભાઈ આર. ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

7000 devotees come together for auspicious Lakshmi Homa and satsang in the presence of Gurudev Sri Sri Ravi Shankar

Reporter1

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

Reporter1

Morari Bapu to honour primary teachers from 33 districts of Gujarat with Chitrakut Award

Reporter1
Translate »