Nirmal Metro Gujarati News
international

અમેરિકામાં ભારતીયોને મોટો ઝટકો: ટ્રમ્પ સરકારે જાહેર કરી મોસ્ટ વોન્ટેડની યાદી, ૮૯ ભારતીયોના નામ સામેલ

નામ, ફોટા અને ગુનાઓ : બધું જ જાહેર કરવામાં આવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૬: અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક કાર્યવાહીની વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા જાહેર કરાયેલ “Worst of the Worst” એટલે કે ખતરનાક ગુનેગારોની યાદીમાં ભારતીય મૂળના ૮૯ લોકોના નામ સામેલ છે. ભારતીયો અને અન્ય ઇમિગ્રન્ટ્‌સ સામે ટ્રમ્પ વહીવટીતંત્રના કડક પગલાંનો આ તાજેતરનો મામલો છે. આ યાદી જાહેર ડેટાબેઝ તરીકે જારી કરવામાં આવી છે. જેમાં લગભગ ૨૫,૦૦૦ ’ક્રિમિનલ ગેરકાયદેસર એલિયન્સ’ની વિગતો છે. એટલે કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ જેમને હત્યા, જાતીય ગુનાઓ, ડ્રગ તસ્કરી જેવા ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને જેમની ICE અને CPB દ્વારા ધરપકડ કરવામાં આવ્યા છે.

DHS દ્વારા લોન્ચ કરવામાં આવેલી વેબસાઇટ WOW..DHS.GOV પર ગુનેગારોના નામ, ફોટા, તેમના દ્વારા કરવામાં આવેલા ગુનાઓ અને તેમની રાષ્ટ્રીયતા જાહેરમાં ઉપલબ્ધ કરાવી છે.DHSએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, “આ વેબસાઇટ એટલા માટે શરૂ કરવામાં આવી છે કે, જેથી અમેરિકાના નાગરિકો જોઈ શકે કે અમે કયા ગુનાહિત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ કરી રહ્યા છીએ, તેમણે કયા ગુના કર્યા છે અને તેમને કયા સમુદાયોમાંથી દૂર કરવામાં આવ્યા છે.” ભારતીય મૂળના અમનદીપ મુલ્તાની અને હરજિંદર સિંહ પણ ખતરનાક ગુનેગારોની આ યાદીમાં છે. તેમના પર ડ્રગની તસ્કરીનો આરોપો લગાવવામાં આવ્યો છે.

DHSએ લખ્યું કે, આ તો ફક્ત એક ઝલક છે અનેએ પણ સ્પષ્ટ કર્યું કે, આ યાદી ફક્ત એક “સ્નેપશોટ” છે, કારણ કે ટ્રમ્પ વહીવટ દરમિયાન પકડાયેલા ગુનેગારોની કુલ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.

એક કડક નિવેદનમાં વિભાગે કહ્યું કે, “આ એ લોકો છે જેમણે આપણા સમુદાયોને આતંકિત કર્યા. અમે ત્યાં સુધી રોકાઈશું નહીં જ્યાં સુધી આવા દરેક વ્યક્તિને દેશનિકાલ ન કરવામાં આવે. અમેરિકાના નાગરિકો એવા લોકોથી પીડિત ન બનવા જોઈએ જેમને અહીં રહેવાનો કોઈ કાનૂની અધિકાર નથી.”

નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. તેમના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે તેમણે અમેરિકાની દક્ષિણ સરહદ પર “રાષ્ટ્રીય ઈમરજન્સી” જાહેર કરી હતી અને સરહદ પર વધુ સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરી હતી. તેમણે “ક્રિમિનલ એલિયન્સ”ને દેશનિકાલ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

જો કે, આ કાર્યવાહીને લઈ અમેરિકામાં વિવાદ પણ વધતો જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં ઇમિગ્રેશન દરોડા દરમિયાન હિંસક ઘટનાઓ સામે આવી છે. ડેમોક્રેટિક સાંસદોની સાથે-સાથે કેટલાક ડેમોક્રેટિક નેતા પણ આ કાર્યવાહીથી નારાજ છે. અમેરિકાના સંસદમાં ડેમોક્રેટિક સાંસદોએ DHSનું ફંડિંગ બંધ કરી દીધું છે અને ICE અને CBPમાં સુધારાની માંગ કરી છે. તેઓ માંગ કરી રહ્યા છે કે, ફેડરલ એજન્ટો બોડી કેમેરા પહેરે અને ID પણ પહેરે. તેઓ એવી પણ માંગ કરી રહ્યા છે કે, આ એજન્ટો તેમના માસ્ક પણ ઉતારે જેથી તેઓ ઓળખી શકાય. જો કે, ટ્રમ્પ સરકાર આ માંગણીઓનું પાલન કરવાનો ઇનકાર કરી રહ્યું છે.

Related posts

યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની ચીનની હાકલથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા

Master Admin

ગાઝા બોર્ડ ઓફ પીસ બોર્ડમાં સામેલ થવા ફ્રાસ અને કેનેડાનો ઇનકાર

Master Admin

અમેરિકી વર્ચસ્વનો અંત, જૂનો દોર હવે ક્યારેય પાછો નહીં આવે

Master Admin

Leave a Comment

Translate »