Nirmal Metro Gujarati News
international

એપસ્ટિન ફાઈલ્સ કેસમાં ઈલોન મસ્ક અને ઝુકરબર્ગ પણ ફસાયા

વાઈલ્ડ’ પાર્ટીમાં મહેમાન બન્યા હોવાનો દાવો

ઇલોન મસ્ક અગાઉ અનેકવાર કહી ચૂક્યા હતા કે તેઓ ક્યારેય એપસ્ટિનની કોઈ પાર્ટીમાં ગયા નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬: જેફરી એપસ્ટિન કેસમાં તાજેતરમાં જાહેર થયેલા દસ્તાવેજોએ ટેક જગત અને વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી કેટલીક તસવીરોમાં ટેસ્લાના માલિક ઇલોન મસ્ક અને મેટાના ઝ્રર્ઈં માર્ક ઝુકરબર્ગ વર્ષ ૨૦૧૫ની એક વાઇલ્ડ ડિનર પાર્ટીમાં એપસ્ટિન સાથે જોવા મળ્યા છે. આ ખુલાસો એ સમયે થયો છે જ્યારે ઇલોન મસ્ક અગાઉ અનેકવાર કહી ચૂક્યા હતા કે તેઓ ક્યારેય એપસ્ટિનની કોઈ પાર્ટીમાં ગયા નથી.

ઓગસ્ટ ૨૦૧૫માં કેલિફોર્નિયામાં એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર થયેલી તસવીરમાં મસ્ક અને ઝુકરબર્ગ એક લાંબા ટેબલ પર આમને-સામને બેઠેલા જોવા મળે છે.

આ ફોટો કથિત રીતે ખુદ એપસ્ટિને જ ક્લિક કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે એપસ્ટિને ૨ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ તેના મિત્ર પીટર એટિયાને ઈમેલ મોકલીને જાણ કરી હતી કે તે તે રાત્રે મસ્ક, ઝુકરબર્ગ અને પેપાલના કો-ફાઉન્ડર પીટર થિએલ સાથે ડિનર કરવાનો છે. બાદમાં ૨૦ ઓગસ્ટે અન્ય એક ઈમેલમાં તેણે આ પાર્ટીને વાઇલ્ડ (અત્યંત રોમાંચક) ગણાવી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ ફોટોની એક કોપી એપસ્ટિને પોતાના મેનહેટનના એપાર્ટમેન્ટમાં લગાવી હતી.

ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(હ્લમ્ૈં) દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલાક નવા પાસા પણ બહાર આવ્યા છે. રિપોર્ટ્‌સ અનુસાર, વર્ષો સુધી ચાલેલી તપાસ, બેન્ક રેકોર્ડ્‌સની ચકાસણી અને પીડિતોના નિવેદનો છતાં એવા કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી કે એપસ્ટિન મોટા અને શક્તિશાળી લોકો માટે કોઈ સંગઠિત ’સેક્સ ટ્રાફિકિંગ રિંગ’ ચલાવી રહ્યો હતો.

જોકે, એપસ્ટિન પોતે સગીરાઓના યૌન શોષણમાં સામેલ હોવાના પુરાવા મળ્યા હતા, પરંતુ તેના હાઈ-પ્રોફાઇલ મિત્રો આ ગુનામાં સીધી રીતે સામેલ હતા કે કેમ તે અંગે પૂરતા પુરાવા મળ્યા નથી. હાલમાં એસોસિએટેડ પ્રેસ અને અન્ય મીડિયા સંસ્થાઓ લાખો પાનાના આ દસ્તાવેજોની તપાસ કરી રહી છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન અને બિલ ગેટ્‌સ જેવા મોટા નામોનો પણ ઉલ્લેખ હોવાનું મનાય છે. આગામી સમયમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Related posts

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં GDP વૃદ્ધિ દર ૭.૪% રહેવાની ધારણા

Master Admin

યુક્રેનમાં રશિયાના ભીષણ મિસાઈલ-ડ્રોન હુમલો

Master Admin

યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની ચીનની હાકલથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા

Master Admin

Leave a Comment

Translate »