Nirmal Metro Gujarati News
business

એમએસ ધોની એકોમાં રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયોઃ સ્માર્ટ ઈન્શ્યુરન્સના ભવિષ્ય પર દાવ લગાવે છે

 

નેશનલ, 2025: સમાન મૂલ્યો અને ભવિષ્ય માટે સમાન ધ્યેયમાં મૂળિયાં ધરાવતી ભાગીદારીમાં ભારતીય ક્રિકેટનો આઈકોન મહેન્દ્ર સિંહ ધોની રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ ઝડપથી વૃદ્ધિ પામતી ડી2સી વીમા કંપની એકો સાથે જોડાયો છે.
લાંબા ગાળાની ભાગીદારીના ભાગરૂપે ધોનીએ તેની પારિવારિક ઓફિસ મિડાસ ડીલ્સ પ્રા. લિ. થકી એકોમાં વ્યૂહાત્મક રોકાણ કર્યું છે. તેનું પગલું શહેરી આધુનિક ભારતીયો માટે સરળ, જ્ઞાનાકાર અને પહોંચક્ષમ વીમાની નવી કલ્પના કરતી ભારતની સૌથી વહાલી વીમા બ્રાન્ડ નિર્માણ કરવાના એકોના ધ્યેયમાં મજબૂત માન્યતાનો સંકેત આપે છે.
આ સહયોગ વિશે બોલતાં એમ એસ ધોનીએ જણાવ્યું હતું કે, “વાહનના શોખીન તરીકે મને વીમો એ બિનજરૂરી રીતે ગૂંચભર્યો જણાયો હતો. જોકે એકો મૂંઝવણ હોય ત્યાં સ્પષ્ટતા લાવે છે. તેમનો ટેક- ફર્સ્ટ, ગ્રાહકલક્ષી અભિગમ નવો ભારત વીમા સાથે જે રીતે સહભાગી થવા માગે છે તે રીત પ્રદર્શિત કરે છે. મને વિશ્વાસ અને પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરતી બ્રાન્ડને ટેકો આપવાની બેહદ ખુશી છે.’’
વીમાના અનુભવમાંથી ગૂંચ દૂર કરવાના લક્ષ્ય સાથે સ્થાપિત એકો આજે મોટર, હેલ્થ અને ટ્રાવેલમાં 70 મિલિયન ગ્રાહકોને સેવા આપે છે અને વાર્ષિક 2 મિલિયનથી વધુ દાવાઓની પ્રક્રિયા કરે છે. કંપનીએ ભારત મજબૂત માનવસેવા સાથે ટેકનોલોજી અને ડેટા પ્રેરિત સાદગીને જોડીને વીમા સાથે ભારત જે રીતે આદાનપ્રદાન કરે છે તેમાં નવી વ્યાખ્યા બેસાડી છે.
એકો પરિવારમાં ધોનીનું સ્વાગત કરતાં એકોના સંસ્થાપક વરુણ દુઆએ જણાવ્યું હતું કે, “ધોનીનો એકો સાથે સહયોગ ફક્ત બ્રાન્ડ જોડાણ નથી, પરંતુ તે વિચારધારાનું મિલન છે. તે એવાં મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે, જેણે એકોના પ્રવાસને આકાર આપ્યો છેઃ ગ્રાહક પ્રથમ વિચાર, સાદગી અને નક્કર ઈનોવેશન. ધોની રમતમાં નવો પ્રાણ ફૂંકવા સમયે વિશ્વાસ, શિસ્ત અને શાંત રહેવાની ક્ષમતા ધોની આલેખિત કરે છે તે સર્વ પર અમે ભાર આપીએ છીએ. તેની હાજરી ભારતમાં વીમા માટે રમતપુસ્તિકાને ફરીથી લખવાના અમારા સંકલ્પને મજબૂત બનાવે છે. એકત્ર મળીને અમે વીમાને સરળ, વધુ જોડનાર અને ખરા અર્થમાં લોકો ચાહે તેવો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.’’
ભારતમાં તેસ્લા માટે અગ્રતાની વીમા કંપની બનવાથી હવે રાષ્ટ્રના સૌથી સન્માનિત અવાજમાંથી એકને અમારી સાથે જોડવા સુધી એકો નક્કર પગલાં, દ્રઢ માન્યતા અને અતૂટ વિશ્વાસ દ્વારા વ્યાખ્યા કરી રહી છે.

Related posts

Meesho Gold Aims to Empower Sellers to Meet Demand for Quality Products

Reporter1

CHUPA CHUPS’ NEW ‘SAMAJH KE BAHAR’ CAMPAIGN BRINGS ALIVE ITS SWEET & SOUR FUN

Reporter1

ગ્રાહકો સાથે 70 વર્ષોની ઉજવણી કરતા: યામાહાની RayZR 125 Fi Hybrid પર રૂ. 10,000નો કિંમત ફાયદો 

Reporter1
Translate »