Nirmal Metro Gujarati News
article

ન્યૂયોર્ક સીટી ‘હાર્ટ ઓફ ધ વર્લ્ડ’ છે અને એમાં બાપુ બેઠા છે

ન્યૂયોર્ક સીટીનું શ્રેષ્ઠ સન્માન,સૌથી મોટો ઓનર-એવોર્ડ મોરારીબાપુને અર્પણ કરાયો.
બાપુએ વ્યાસપીઠનું સન્માન માથે ચડાવીને એ એવોર્ડ પ્રસાદીનાં રૂપમાં સવિનય મનોરથી પરિવારને આપ્યો.
વિશ્વ બંધુત્વનું સૂત્ર માનસમાં છે.
ભારતનું જ નહીં સમગ્ર વિશ્વનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે.
ધર્મ,અર્થ અને કામ-બધું જ છૂટી ગયા પછી બાકી વધે એ મોક્ષ.

આજની કથા પ્રારંભે ભારતીય રાજદૂત કચેરી તેમજ ન્યૂયોર્કના મેયર કમિશનર અને ન્યૂયોર્ક સિટીના ચીફ ઓફ સ્ટાફ ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ, સુરેન્દ્રન અડાણા,અમિતકુમાર વગેરે મોરારીબાપુનાં આગમનને વધાવી અને પ્રાસંગિક ઉદ્ભોધન કરતા કહ્યું કે ટ્રૂથ,લવ અને કમ્પેશન-સત્ય-પ્રેમ અને કરુણાનો સંદેશ બાપુ ફેલાવે છે.બાપુની કથાનો વિષય ઓલ વર્લ્ડ ઈઝ માય ફેમિલી-એવો છે.સાથે-સાથે કાોન્સોલન્સ જનરલ વિનય પ્રધાને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે મને બાપુને આવકારવાનો મોકો મળ્યો છે.ગયા વર્ષે ઝાંઝીબાર અને તાંજાનિયામાં રાજદૂત હતો અને બાપુની કથામાંથી પ્રેરણા લઉં છું.એણે કહ્યું કે ન્યૂયોર્ક સીટી ‘હાર્ટ ઓફ ધ વર્લ્ડ’ છે અને એમાં બાપુ બેઠા છે.અનુરોધ પણ કર્યો કે દર વર્ષે નહીં તો ત્રણ વર્ષમાં એકવાર આપ આવો કારણ કે અહીં ૩૦ કરતાં વધુ દેશોથી લોકો એકઠાં થયા છે અને એ માટે આશિષ અને ક્રિષ્ના,એની ટીમે છ મહિનાથી જે વ્યવસ્થા કરી છે. એક વિશેષ જાહેરાત કરતા કહ્યું કે અહીં આ શહેરમાં ૧૧ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ છે દિવાળી પર પણ રજા હોતી નથી,પરંતુ પહેલી વખત દુનિયાની અંદર હેરિક આદમ-સીટી મેયર દ્વારા દિવાળીમાં રજા જાહેર થઈ અને બાપુનું પણ અહીં આગમન થયું.આ ૧૧૦માં મેયર છે.હેરિક આડમે તેના દ્વારા સ્પેશિયલ મેસેજ તેમજ આઉટ સ્ટેન્ડિંગ ઓનર પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું કે અમને ખબર છે કે બાપુ કોઈ એવોર્ડ લેતા નથી પણ વિનંતી દ્વારા બાપુને સમગ્ર ટીમ હાજર રહી અને વ્યાસપીઠ પર ઓનર વાંચી અને અર્પણ કરવામાં આવ્યું.
ભારતી અને દુનિયામાં રહેતા ભારતીયોની છાતી ગજગજ ફૂલે એવા આ પ્રસંગને આખા હોલમાં તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યો.
ચોથા દિવસની શરૂઆતમાં કથાનો આરંભ કરતા આજે અપાયેલા સન્માન-ઓનર-એવોર્ડ બાબત બાપુએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે:આ મંગલ ભવનમાં મંગલ સ્વાગત,કથા અમંગલ હારી છે.
આજે ભારતીય વ્યાસપીઠનું,વૈશ્વિક વ્યાસપીઠનું, ત્રિભુવનીય વ્યાસપીઠનું સન્માન આત્મીય આદરણીય મહાનુભાવો દ્વારા થયું.સાધુવાદ આપું છું તમે આદર દીધો એ આપની ઉદારતા અને શીલ છે, મનુષ્યત્વનો સ્વભાવ છે એનું સ્વાગત કરું છું.
બાપુએ કહ્યું મેં આદરથી એને માથા પર ચડાવી કારણકે એ વ્યાસપીઠનું સન્માન છે.પણ આ ઘટનાના મૂળમાં રમાબેન જસાણી પરિવારના સભ્યો આશિષ અને ક્રિષ્ના છે.જે આદર અપાયું એ વ્યાસપીઠનાં પ્રસાદના રૂપમાં આ બંનેને વિનય સાથે પ્રદાન કરું છું. બાપુએ કહ્યું કે દાવો તો નહીં પણ ભાવથી કહું છું કે આ સંસ્થા કામ કરી રહી છે,સાધાર કહીશ કે એના બીજરૂપ સૂત્ર રામચરિતમાનસમાં છે.
આજે ઘણા બધા પ્રશ્નો આવ્યા પણ એક પ્રશ્ન એવો પૂછાયો:વિશ્વ બંધુત્વની સ્થાપના કઈ રીતે થઈ શકે? અને બધા જ સૂત્ર માનસમાં છે,તો વિશ્વ બંધુત્વનું સૂત્ર છે કે નહીં?બાપુએ કહ્યું કે છે,છે અને છે.
બે વિશ્વયુદ્ધ વાણીને કારણે થયા.કેન્દ્રમાં,મૂળમાં ગર્ભમાં જાઓ તો ત્યાં વાણી છે અને ત્રીજું વિશ્વયુદ્ધ જો થશે,ભગવાન કરે કે ન થાય,પણ વૈજ્ઞાનિકો કહે છે જો એ થશે તો પાણીના કારણે થશે.
મહાભારતનું યુદ્ધ પણ વાણીને કારણે થયું.પણ કૃષ્ણ,રામ વગેરે યુદ્ધ કરે છે એ યુદ્ધ માટે નહીં પણ વિશ્વમાંથી યુદ્ધ ટાળવા માટે યુદ્ધ કરે છે.
બાપુએ કહ્યું કે યંત્રમાનવ,તંત્ર માનવની જરૂર હશે, ઠીક છે;પણ એટલી નથી.આજની દુનિયામાં યંત્રમાનવ,તંત્રમાનવથી વધારે મંત્રમાનવની જરૂર છે. મંત્રનો મતલબ છે વિવેક વિચાર,હાર્દિક વિચાર.
અને વિશ્વ બંધુત્વનું સૂત્ર માનસમાં છે:અવલોકન- એકબીજાની સામે જોવાનું શીખી લઈએ તો વિશ્વ બંધુત્વ આવી જાય.
વિશ્વને પ્રતિક્રિયાની નહીં પ્રતિભાવની જરૂર છે.
એ જ રીતે બોલની-એટલે કે વાણીની પણ જરૂર છે વાણી ગાયના આંચળની જેમ,એના ચાર પ્રકાર પણ બાપુએ ગણાવ્યા.
વિશ્વબંધુત્વ માટે માનસની પંક્તિ જ સટીક સૂત્ર છે.
અવલોકનિ બોલની મીલની પ્રીતિ પરસ્પર હાસ;
ભાયપ ભલિ ચહુ બંધુ કી મોહે જલ માધુરી સુબાસ
વાણીના ચાર પ્રકાર:પરા,પશ્યંતી,વૈખરી અને મધ્યમાં કેવી હોય છે એ પણ બતાવ્યું અને કહ્યું કે ભારતનું જ નહીં સમગ્ર વિશ્વનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. પ્રમાણ નથી પણ મારી અંતઃકરણની પ્રવૃત્તિ કહે છે. પરા એ શૃંગારક છે,પશ્યંતી એટલે જોઈને બોલવું, મધ્યમાં મૌન છે અને વૈખરી એ બાવનની બહારની વાણી.આ વાણીથી વિશ્વ બંધુત્વ આવી શકે. વાણીરૂપી ગાયનું ચોથું આંચળ છે-બળ.
એની વાણીમાં બળ છે જેને કોઈ ફળની આકાંક્ષા નથી.
ધર્મ,અર્થ અને કામ-બધું જ છૂટી ગયા પછી બાકી વધે એ મોક્ષ.એને મુક્તિ કહો,નિર્વાણ કહો જે કહો તે.
બાપુએ કહ્યું કે આપણો પરિવારનું કેઆ વસુધાનું વૃક્ષ કેમ સુકાઈ રહ્યું છે?એના મૂળમાં પાંચ કીડાઓ છે:અહંકાર,અધિકાર,અસ્વિકાર,અસહકાર અને અનિયંત્રિત સ્વતંત્રતા.આ કીડા મરી ગયા પછી પણ સુકાઈ ન જાય તે માટે પાણી ક્યું?સહનશીલતાનું, સંસ્કારનું,સંવેદનશીલતાનું.. આ શિલરૂપી પાણી એને પાવું જોશે.
આથી પરસ્પર એકબીજા સાથે સારા ભાવથી જોઈએ,સારા ભાવથી બોલીએ,સારા ભાવથી મળીએ તો વિશ્વબંધુત્વ દૂર નથી.
બાપુએ કહ્યું કે વિશ્વ સંસ્થાનાં મંચ ઉપરથી કહું છું કે આજના વિશ્વ માટે મિનિમમ કોમન ફેક્ટર મનુષ્ય હોવો જોઈએ.ઈશ્વર તો છે જ.અને આટલા માટે જ રામ બ્રહ્મત્વ છોડી અને મનુષ્ય બને છે.

Related posts

રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1

કથા સાધન નહીં સાધ્ય છે

Reporter1

Ujjivan Small Finance Bank launches its Sonic Identity: The Sound of Ujjivan India’s first small finance bank to introduce Sonic Branding

Reporter1
Translate »