Nirmal Metro Gujarati News
nationalPolitics

રાજ્યસભાની ૧ બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ

ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર!

રાજ્યસભાની બેઠક પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે પણ લડવાની ઈચ્છા વ્યક્ત કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬: મહારાષ્ટ્રમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈને મહા વિકાસ આઘાડી(સ્ફછ) ગઠબંધનમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઠબંધન પાસે વિધાનસભામાં માત્ર એટલું જ સંખ્યાબળ છે કે તેઓ સાતમાંથી માત્ર એક બેઠક જીતી શકે તેમ છે. આ એક બેઠક માટે શિવસેના(ેંમ્‌) એ પોતાનો દાવો રજૂ કર્યો છે. આદિત્ય ઠાકરેએ પક્ષના ધારાસભ્યોની સંખ્યાને ટાંકીને જણાવ્યું હતું કે, ગણિત મુજબ આ બેઠક તેમના ભાગે આવવી જોઈએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અત્યાર સુધી ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી.

બીજી તરફ, રાજ્યસભાની આ જ બેઠક પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે પણ લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંજય રાઉતે માહિતી આપી હતી કે, શરદ પવારનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે અને તેઓ ફરીથી ગૃહમાં પરત ફરવા માંગે છે. શરદ પવાર જેવા કદાવર નેતા જ્યારે ચૂંટણી લડવાની તૈયારી બતાવે, ત્યારે ગઠબંધને આ મુદ્દે ગંભીરતાથી વિચારવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો શરદ પવાર રાજ્યસભામાં જાય, તો તેના બદલામાં શિવસેના(ેંમ્‌) આગામી વિધાન પરિષદની એક બેઠક પોતાની માટે માંગી શકે છે.

સંજય રાઉતે પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ વિધાન પરિષદમાં ફરીથી પ્રવેશવા માટે આગ્રહ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેનો કાર્યકાળ મે મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. રાઉતના મતે, સંગઠન અને કાયદાકીય બાબતો માટે ઉદ્ધવ ઠાકરેની વિધાનમંડળમાં હાજરી અનિવાર્ય છે. આ અંગે આગામી એક-બે દિવસમાં અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

ચૂંટણી પંચે ૧૬ માર્ચના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ધારાસભ્યોની સંખ્યા આ મુજબ છે.
– ભાજપ (૧૩૧ બેઠકો)ઃ ૪ બેઠકો જીતી શકે છે.
– શિંદે જૂથ (૫૭) અને અજિત પવાર જૂથ (૪૦)ઃ બંને ૧-૧ બેઠક મેળવી શકે છે.
– સ્ફછ(શિવસેના ેંમ્‌ ૨૦, કોંગ્રેસ ૧૬, શરદ પવાર ૧૦)ઃ ગઠબંધન જો એકસાથે રહે તો જ ૧ બેઠક જીતી શકશે.

એક ઉમેદવારને જીતવા માટે પ્રથમ પસંદગીના ૩૭ મતોની જરૂર પડશે. હવે જોવાનું એ રહેશે કે ગઠબંધનના ત્રણેય પક્ષો આ એક બેઠક માટે કેવો સમજૂતીભર્યો માર્ગ કાઢે છે.

Related posts

હડતાલના કારણે સતત ૪ દિવસ બંધ રહેવાની છે બેંકો

Master Admin

સોનાની ચોરી મામલે એક્શનમાં ED ૩ રાજ્યોના ૨૧ સ્થળો પર દરોડા

Master Admin

વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ થતાં ફેન્સ ટેન્શનમાં!

Master Admin

Leave a Comment

Translate »