ઇન્દ્રિયો જેની દાસી થવા તૈયાર થઈ હોય એને હું ગોંસાઈ કહું છું.
“નરસિંહ વિશે બહુ સંશોધન રહેવા દો!થાકી જશો,હરિ ભજો!”
કૃષ્ણની પ્રત્યેક ચેષ્ટામાં કંઈકને કંઈક સંદેશ હોય છે.
ગોપનાથ મહાદેવની રસભરી ભૂમિ પર સ્વાન્ત: સુખાય ચાલી રહેલી રામકથા આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશતા પહેલા એક નાનકડો ઉપક્રમ રચાયો:
બાપાલાલભાઈ ગઢવી ગુજરાતી લોકવાર્તા ક્ષેત્રમાં આદરપાત નામ.૫૦ જેટલી લોકવાર્તાઓનો સંગ્રહ ‘કોને રંગ દેવો’ -જે ૧૯૯૪માં પહેલી આવૃત્તિ પ્રગટ થઈ એની ત્રીજી આવૃત્તિનું વ્યાસપીઠની સાક્ષીએ તેના સુપુત્ર ગિરીશભાઈ તેમજ જગદીશ ત્રિવેદી વગેરે લોકોની ઉપસ્થિતિમાં બ્રહ્માર્પણ કરવામાં આવ્યું.
બાપુએ પોતાનો આદર અને રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે બ્રહ્માર્પણ થાય તો શબ્દ બ્રહ્મા સુધી પહોંચે છે અને સર્જકનો શબ્દ ફરી ફરીને ત્યાં પહોંચે છે. છોકરાઓએ શ્રાદ્ધમાં આવા જ તર્પણ કરવા જોઈએ.
શબ્દ બે રીતે આવે છે કાં ઉપરથી આવે અને કંઠમાંથી નીકળે,કા નીચે કોઠામાંથી નીકળીને કંઠમાં આવે.આવા કવિઓને શબ્દકોઠામાંથી આવ્યા અને કંઠમાં એ દેખાયા,કંઠમાં આવ્યા પછી એ વૈકુંઠ સુધી પહોંચે છે.
એની કવિતા,વાર્તા,દોહાઓના ૬૦-૬૫ વરસ પહેલાના અનુભવોનું વર્ણવતા કહ્યું કે સાવ નાનકડી ટ્રેનમાં તલગાજરડાથી હું બેસતો એ છાપરા નીચે અમે રાહ જોતા અને બે કલાક સુધી સત્સંગ કર્યો ત્યારે એમણે પૂછેલું કે રામચરિત માનસમાં આતંક અને આતતાયી શબ્દો છે કે નહીં? ગીતાજીમાં આતતાયી શબ્દ છે.જેનો અર્થ જ આતંક થાય છે એ પછી એને ગોસ્વામી એટલે કે ગોસાઈનો અર્થ પણ પૂછેલો.ગો એટલે ઇન્દ્રિય અને સાંઈ એટલે માલિક, સ્વામી,નાથ.જેણે ઈન્દ્રીયને વશ કરી હોય,એનો સ્વામી હોય એ ગોંસાઈ.પણ મારા મતે કોઈનું દમન કરવું, સ્વામીત્વ કરવું એ સૂક્ષ્મ હિંસા છે.એટલે ઇન્દ્રિયો જેની દાસી થવા તૈયાર થઈ હોય એને હું ગોસાઈ કહું છું.
નરસિંહની મૂર્તિ એકદમ વયોવૃદ્ધ દેખાય છે તો એ કેવા હશે?બાપુએ કહ્યું કે નરસિંહની મૂર્તિ યુવાન હોવી જોઈએ એવી વાત થયેલી હતી.એટલે મૂર્તિના ઘણા પ્રકારમાં શૈલી-એકે પથ્થરની મૂર્તિ,તામ્રી એટલે કે લોખંડની,દારૂણી મૂર્તિ,લૈયપી એટલે કે લીંપણથી બનાવેલી,માટી સાથે માટીનાં લોકો સુધી પહોંચેલો માણસ,એ જ રીતે લૈખ્ય-ચિત્ર રૂપે બનાવેલી મૂર્તિ, તામ્રી મૂર્તિ એટલે કે તાંબામાંથી બનાવેલી મૂર્તિ,સૈકતી શીકતી અથવા તો રેતીમાંથી બનાવેલી મૂર્તિ,લૈખી ચિત્ર રૂપે બનાવેલી મૂર્તિ,કાસ્ટમાંથી બનાવેલી મૂર્તિ અને મનોમયી- પોતાના મનનાં અનુભવ પ્રમાણે બનાવેલી મૂર્તિ.
નરસિંહ વિશે વધારે સંશોધન ન કરવું કારણકે સળ સુજતી નથી,થાકી જવાય,એ ગોતવાથી નહીં મળે,હરિ ભજી લેવો.મનોમયી એટલે આપણને ભાવે એવા આપણા ગુરુની મૂર્તિ.
કહેવાય છે કે ત્રણ પ્રકારની લકીર:પથ્થરમાં-લોખંડમાં પાણીમાં લકીર અને રેતીમાં લકીર જે જલ્દી ભુસાઈ જતી હોય છે.
શિવ વિવાહનું સુંદર વર્ણન કરતા શિવનો શણગાર પાર્વતીને ત્યાં જાન અને હાસ્ય વિનોદના પ્રસંગ સાથે શિવવિવાહ અને પાર્વતી વિદાય ગવાયાં.
Box
કૃષ્ણ અને રામે ત્રણ-ત્રણ પ્રતિજ્ઞાઓ કરી
કૃષ્ણની પ્રત્યેક ચેષ્ટા,પ્રત્યેક વાતમાં કંઈકને કંઈક સંદેશ હોય છે.
કૃષ્ણ એ ત્રણ પ્રતિજ્ઞા કરી:પહેલી પ્રતિજ્ઞા-એવું કહ્યું કે હું હાથમાં હથિયાર નહીં લઉં.પણ સુદર્શન લીધું! સુદર્શન એ હથિયાર નથી અને કૃષ્ણ સમર્થ છે. સુદર્શન શસ્ત્ર નથી,શાસ્ત્ર છે.દરેકને સમદ્રષ્ટિથી જોવું એ શાસ્ત્ર છે,શસ્ત્ર નથી.
બીજી પ્રતિજ્ઞામાં કહે છે હે અર્જુન! મારા ભક્તનું ક્યારેય પતન કે નાશ નહીં થવા દઉં.
ત્રીજી પ્રતિજ્ઞા કરી:સંભવામિ યુગે યુગે.દરેક યુગમાં હું આવીને ઉભો રહીશ.એ પૂરી પાળી છે.
રામે પણ ત્રણ પ્રતિજ્ઞાઓ કરી:
અરણ્યકાંડમાં કુંભજના કહ્યા મુજબ પંચવટી તરફ યાત્રા કરે છે ત્યાં ગોદાવરીના તટ પર હાડકાઓનો ઢગલો જોઈને પ્રતિજ્ઞા કરે છે કે પૃથ્વીને રાક્ષસ વિહીન કરી દઈશ.
જટાયુનાં અંતિમ સંસ્કાર વખતે પ્રતિજ્ઞા કરે છે કે સિતાનું અપહરણ થયું એ મારા પિતાને ન કહેતો,જો હું રામ હોઈશ તો રાવણ જ આવીને સ્વયં કહેશે કે રામે મારી આ દશા કરી છે અને મેં સીતાનું અપહરણ કરેલું!
વિભીષણ ને મળે છે ત્યારે સુંદરકાંડમાં વિભિષણ ભયભીત થઈને આવે છે એ વખતે કહે છે કે ભયભીત થઈને મારા શરણે આવે એને અભય કરવો એ મારું વ્રત,મારો સંકલ્પ છે.
કૃષ્ણના દરેક વ્યવહારો કોઈક સંદેશ આપે છે. મોરપીંછ,માળા,પિતાંબર,રાસ,મહાભારતનો હ્રાસ પણ સંદેશ આપે છે.
પાંચ ઇન્દ્રિયો એક જ અવાજમાં જન્મે એટલે કે અવાજ કરે એને પાંચ જન્ય કહી શકાય.