Nirmal Metro Gujarati News
business

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી વેરેબલ્સની રેન્જ પર આકર્ષક ફેસ્ટિવ ડીલ્સની ઘોષણા કરાઈ

 

 

ગુરુગ્રામ, ભારત ,સપ્ટેમ્બર, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તાજેતરમાં લોન્ચ કરાયેલી ગેલેક્સી વોચ 8 સિરીઝ અને ગેલેક્સી બડ્સ 3 FE સહિત તેના નવીનતમ ગેલેક્સી વેરેબલ્સ પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી કિંમતો જાહેર કરવામાં આવી છે. ગેલેક્સી વોચ અલ્ટ્રા અને ગેલેક્સી રિંગ જેવી અમુક અન્ય પ્રોડક્ટો પર પણ ફેસ્ટિવ સીઝન પૂર્વે મોટું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. આ વિશેષ ડિસ્કાઉન્ટ્સ ગેલેક્સી વેરેબલ્સ લોન્ચ કરાયા ત્યારથી સૌથી આકર્ષક કિંમતે વસાવવાની અદભુત તક ગ્રાહકોને પૂરી પાડે છે.

 

આજથી આરંભ કરતાં ગેલેક્સી વોચ 8 સિરીઝ રૂ. 15,000 સુધી વ્યાપક ડિસ્કાઉન્ટે મળશે, જ્યારે તાજેતરમાં લોન્ચ કરાયેલા ગેલેક્સી બડ્સ 3 FE રૂ. 4000ના ડિસ્કાઉન્ટ સાથે મળશે. ગેલેક્સી વોચ અલ્ટ્રા રૂ. 18,000ના ડિસ્કાઉન્ટે અને ગેલેક્સી રિંગ રૂ. 15,000ના ડિસ્કાઉન્ટે ઓફર કરાશે. વિશેષ કિંમતો ઈન્સ્ટન્ટ કેશબેક થકી અથવા અપગ્રેડ બોનસ થકી પ્રાપ્ત કરી શકો, જે મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ રહે. ઉપરાંત ગ્રાહકો બહેતર કિફાયતીપણું જોતા હોય તેમને 18 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈનો લાભ મળી શકે છે.

 

ગેલેક્સી વોચ 8 સિરીઝ

ગેલેક્સી વોચ 8 સિરીઝ જેમિની, ગૂગલના AI આસિસ્ટન્ટ સાથે આઉટ ઓફ ધ બોક્સ આવતી પ્રથમ સ્માર્ટવોચ સિરીઝ છે, જે ઉપભોક્તાઓને ઘણાં બધાં ગેલેક્સી વોચ એપ્સમાં કરાતાં જટિલ કામો કરાવવા માટે નૈસર્ગિક વોઈસ કમાન્ડ્સનો ઉપયોગ કરીને હેન્ડ્સ-ફ્રી જવા સશક્ત બનાવે છે. પહેલી વાર ગેલેક્સી વોચ 8 સિરીઝે એન્ટીઓક્સિડન્ટ ઈન્ડેક્સ રજૂ કર્યું છે, જે તમને તમારા સેલ્યુલર હેલ્થનો અસલ સમયનો નજરિયો આપે છે.

 

વન UI વોચ 8 સાથે વેર OS 6 પર ચાલતી ગેલેક્સી વોચ 8 સિરીઝમાં બહેતર ફીચર્સનું પદાર્પણ પણ કરાયું છે, જેમાં મલ્ટી -ઈન્ફો ટાઈલ્સ, રિફ્રેશ્ડ નાઉ બાર અને એટ-અ- ગ્લાન્સ સુવિધા માટે સ્ટ્રીમલાઈન્ડ નોટિફિકેશન્સનો સમાવેશ થાય છે. ગેલેક્સી વોચ અલ્ટ્રાની કુશન ડિઝાઈનના પાયા પર નિર્મિત ગેલેક્સી વોચ 8 ફક્ત 8.6mm પાતળા છે, જે સ્લીક પ્રોફાઈલ અને સ્નગ, ઓલ-ડે કમ્ફર્ટેબલ ફિટ પ્રદાન કરે છે, જે તેની નવી ડાયનેમિક લગ સિસ્ટમને આભારી છે. ગેલેક્સી વોચ 8 સિરીઝમાં 3000 nitsની પીક બ્રાઈટનેસ સાથે અદભુત સુપર AMOLED ડિસ્પ્લે છે, જે આઉટડોર્સમાં ઉત્કૃષ્ટ વિઝિબિલિટીની ખાતરી રાખે છે.

 

વોચ 8 ક્લાસિક તેની લોકપ્રિય રોટેટિંગ બેઝલ ડિઝાઈન અને એપ્સ તથા રુટિન્સને ઝડપી પહોંચ માટે નવા ‘‘ક્લિક બટન’’ સાથે પારંપરિક મનોહરતાનાં તત્ત્વો ઉમેરે છે. તેપ્રીમિયમ સ્ટેઈનલેસ- સ્ટીલ કેસ, સફાયર ક્રિસ્ટલ ડિસ્પ્લે અને સ્પષ્ટ આઉટડોર વિઝિબિલિટી માટે અપગ્રેડેડ બ્રાઈટનેસ સાથે એકલ 46 mm આકારમાં ઉપલબ્ધ છે. ગેલેક્સી વોચ 8 સિરીઝ સેમસંગના વેલનેસ કેન્દ્રિત સ્માર્ટ વોચીસની સેમસંગની સૌથી આધુનિક લાઈનઅપ છે, જે શક્તિશાળી હેલ્થ ટ્રેકિંગ સાથે રિફાઈન્ડ ડિઝાઈનને જોડે છે. અપગ્રેડેડ બાયોએક્ટિવ સેન્સર સાથે સુસજ્જ તે સર્કેડિયન રિધમ ટ્રેક કરવા અને મહત્તમ સ્લીપ ટાઈમ્સ ભલામણ કરવા બેડટાઈમ ગાઈડન્સ સહિત નિદ્રા પર વધુ અચૂક ઈનસાઈટ્સ પ્રદાન કરે છે વત્તા વેસ્ક્યુલર લોડ મોનિટરિંગ અને સ્લીપ કોચિંગ ઉત્તમ આદતો નિર્માણ કરવા મદદરૂપ થાય છે. નવો AI- પાવર્ડ એનર્જી સ્કોર શારીરિક અને માનસિક ઊર્જાના રોજિંદા સ્નેપશોટ આપે છે, જ્યારે રનિંગ કોચ લાઈવ ગાઈડન્સ સાથે પર્સનલાઈઝ્ડ ટ્રેનિંગ પ્લાન પૂરા પાડે છે.

 

ગેલેક્સી બડ્સ 3 FE

ગેલેક્સી બડ્સ 3 FE ગેલેક્સી AI, બહેતર ઓડિયો ટેક અને પ્રતીકાત્મક બ્લેડ ડિઝાઈનના આકર્ષક ફ્યુઝન સાથે આવે છે, જે યુઝર્સને ગેલેક્સી ઈકોસિસ્ટમમાં સહજ પ્રવેશ આપે છે અને તેઓ બહેતર જીવન અને સુખાકારી એમ બધું જ રમતિયાળ રીતે માણી શકે છે. ડિવાઈસમાં આધુનિક એક્ટિવ નોઈઝ કેન્સલેશન સહિત મુખ્ય ઈનોવેશન્સ અને બહેતરીઓ આવે છે, જેની સાથે સુધારિત કોલ ગુણવત્તા, બેટરી આયુષ્ય અને કમ્ફર્ટ પૂરા પાડે છે. ટ્રાન્સલેશન માટે વિદેશી ભાષામાં લેક્ચર સાંભળવા અથવા અન્ય ભાષામાં કોઈક સાથે વાર્તાલાપ કરવા માટે તમારા ગેલેક્સી સ્માર્ટફોન પર ગેલેક્સી AI ઈન્ટરપ્રેટર એપ સાથે ગેલેક્સી બડ્સ 3 FEનો ઉપયોગ કરી શકે છે. ‘‘હે ગૂગલ’’ જેવા વાક્યો ઉપયોગ કરાય ત્યારે ગેલેક્સી બડ્સ 3 FE ફક્ત યુઝર્સ વોઈસ સાથે સ્ક્રીન અથવા હાથો વિના સાંભળી, સમજી અને પ્રતિસાદ આપી શકે છે. તમે તમારો રોજિંદો એજન્ડા અથવા ઈમેઈલ તમારા ખિસ્સા કે બેગમાંથી તમારો ફોન કાઢ્યા વિના તપાસી શકો છો. ઉપરાંત AI ફીચર્સ અને ગેલેક્સી બડ્સ 3 FE ડિઝાઈન આગામી પ્લેલિસ્ટ ક્યુઈંગ અપ કરવાની ખાતરી રાખવા અને એકથી અન્ય ભાષામાં વાર્તાલાપ ભાષાંતર કરવાનું પણ શબ્દ અથવા લોંગ પ્રેસની દૂરી પર છે.

ગેલેક્સી રિંગ

24/7 હેલ્થ મોનિટરિંગ માટે તૈયાર કરાયેલી ગેલેક્સી રિંગ રોજબરોજની વેલનેસ માટે આસાન અભિગમ પ્રદાન કરે છે. બહેતર ટકાઉપણા માટે ટાઈટેનિયમ ફિનિશ સહિત પ્રીમિયમ મટીરિયલ્સ સાથે ઘડવામાં આવેલી ગેલેક્સી રિંગ IP68 પાણી અને ધૂળ પ્રતિરોઝક છે અને તેના 10ATM રેટિંગ સાથે 100 મીટર સુધી ઊંડાણને ઝીલી શકે છે. આથી ગેલેક્સી રિંગ અત્યાધુનિક છતાં મજબૂત એસેસરી બને છે, જે સર્વ ઉપયોગના કિસ્સા માટે ઉત્તમ છે. ગેલેક્સી રિંગ અત્યંત હલકી છે, જે આખો દિવસ પહેરી રાખવા માટે આસાન બનાવે છે અને તે ચાર્જિંગની સ્થિતિનો સંકેત આપવા માટે એસ્થેટિક LED લાઈટિંગની વિશિષ્ટતાઓ સાથે ખાસ તૈયાર કરાયેલા ચાર્જિંગ કેસમાં મઢવામાં આવેલી 7 દિવસ સુધી ચાલનારા બેટરી આયુષ્ય સાથે આવે છે. સેમસંગના પ્રોપ્રાઈટરી ‘‘હેલ્થ AI’’ દ્વારા પાવર્ડ ગેલેક્સી રિંગ જ્ઞાનાકાર રીતે અસલ સમયમાં ઈનસાઈટ્સ આપે છે, જેથી ઉપભોક્તાઓ તેને આસાનીથી પહેરી શકે અને બેકગ્રાઉન્ડમાં AI પ્રેરિત ઈનસાઈટ્સને કામ કરવાની અનુકૂળતા આપે છે, જેથી પર્સનલાઈઝ્ડ ભલામણો અને વેલનેસ ટિપ્સ મળે છે. સર્વ ડેટા અને ઈનસાઈટ્સ કોઈ પણ સબ્સ્ક્રિપ્શન ફી વિના એક વ્યાપક મંચમાં આસાન પહોંચ માટે સેમસંગ હેલ્થમાં જોડવામાં આવ્યા છે. ગેલેક્સી રિંગ રોજબરોજના વેલનેસ મોનિટરિંગને પણ ટેકો આપે છે, જેથી ઉપભોક્તાઓ એચઆર મોનિટરિંગ સાથે હૃદયના આરોગ્ય વિશે માહિતગાર રહી શકે છે અને ઉચ્ચ/ નીચા હૃદયના ધબકાર માટે એલર્ટસ પૂરા પાડે છે.

ગેલેક્સી રિંગ વર્કઆઉટ્સને ઓટો- ડિટેક્ટ (વોકિંગ અને રનિંગ) કરે છે અને યુઝર્સને અસક્રિયતાના એલર્ટસ પણ આપે છે, જેથી તેઓ તેમનાં લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રોત્સાહિત થાય છે. ગેલેક્સી રિંગમાં સેમસંગનું કક્ષામાં ઉત્તમ સ્લીપ એનાલિસિસ અને શક્તિશાળી સ્લીપ AI અલ્ગોરિધમ પણ છે. સ્લીપ સ્કોર અને સ્નોરિંગ એનાલિસિસ સાથે નવાં સ્લીપ મેટ્રિક્સ, જેમ કે, સૂવા દરમિયાન હલનચલન, સ્લીપ લેટન્સી, હૃદય અને શ્વાસના દર નિદ્રાની ગુણવત્તાનું બારીકાઈભર્યું અને અચૂક વિશ્લેષણ પૂરું પાડે છે.

 

 

Offer Details:

Product

Original Price

FESTIVE DEALPrice

 

Galaxy Buds3 FE

INR 12999

INR 8999

 

Galaxy Buds3 Pro

INR 19999

INR 13999

 

Galaxy Ring (all sizes)

INR 38999

INR 23999

 

Galaxy Watch Ultra

INR 59999

INR 41999

 

Galaxy Watch8 Series

 

Starting INR 32999

Starting INR 22999

 

 

Related posts

Online FD booking platform Stable Money raises ₹173 crores from Infosys co-founder Nandan Nilekani’s Fundamentum Partnership

Reporter1

Toyota Kirloskar Motor Marks Women’s Equality Day with Renewed Commitment to Gender Equality and Empowerment

Reporter1

શબ્દ બે રીતે આવે:કાં ઉપરથી આવે અને કંઠમાંથી નીકળે,કાં નીચે કોઠામાંથી નીકળીને કંઠમાં આવે

Reporter1
Translate »