હવે ડિજીટલ કૂપનથી મળશે અનાજ
આ કૂપન સીધી ડિજીટલ વોલેટમાં મોકલવામાં આવશે, તેનો ઉપયોગ માત્ર રાશનની દુકાનોમાંથી અનાજ ખરીદવા માટે જ કરવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – રાશન કાર્ડ ધારકો માટે મોટી ખબર આવી છે. ડિજીટલ ઈન્ડિયા અંતર્ગત ભારત સરકારે અનોખી પહેલ કરી છે. દેશમાં પહેલીવાર રાશન સિસ્ટમને ડિજીટલ બનાવવા માટે ઈ-પોશ મશીન અને વન નેશન, વન રાશન કાર્ડ જેવી યોજનાઓ લાગુ કરાઈ છે. ત્યારે હવે ડિજીટલ કરન્સીને પીડીએસ સાથે જોડવામાં આવી છે. ગુજરાતમાં સાર્વજનિક વિતરણ સિસ્ટમ અંતર્ગત સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઈ-રૂપી રૂપમાં ડિજીટલ કૂપન આપવામાં આવશે. આ કૂપનની સાથે તેમના ડિજીટલ વોલેટમાં મોકલવામાં આવશે, તેનો ઉપયોગ માત્ર રાશનની દુકાનો પરથી અનાજ ખરીદવામાં જ કરવામાં આવશે.
સરકારનું કહેવું છે કે, આ નવી વ્યવસ્થાનો હેતુ રાશન વિતરણ સિસ્ટમને પારદર્શી અને પ્રભાવી બનાવવાની છે. અત્યાર સુધી સબસિડીનો લાભ રોકડા અથવા પારંપરિક ડિજીટલ રીતે આપવામાં આવતો હતો. પરંતું હવે ડિજીટલ કરન્સીના માધ્યમથી નક્કી કરવામાં આવશે કે, આપવામાં આવેલી રકમ માત્ર તેના હેતુ માટે જ ખર્ચ થઈ છે, લાભાર્થી આ ડિજીટલ રકમનો ઉપયોગ માત્ર ખાદ્યાન્ન માર્કેટમાં જ કરી શકે. આ પહેલ ભારતના ડિજીટલ ઈકોનોમી અભિયાનનો હિસ્સો માનવામાં આવી રહી છે.
મફત રાશન વિતરણની પ્રક્રિયાને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એટલે કે ’ડિજિટલ રૂપિયા’ સાથે જોડવામાં આવ્યું છે. આ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. જલ્દી જ આ પાયલટ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. ગુજરાતના બે જિલ્લાઓમાં મફત રાશન વિતરણ માટે CBDC લોન્ચ કરવામાં આવ્યું છે. તો આગામી અઠવાડિયા દક્ષિણ ભારતમાં પોંડીચેરીમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ અન્ય રાજ્યોમાં પ્રોજેક્ટ લઈ જવાશે.
એક્સપર્ટસનું માનવું છે કે, આ યોજનાથી કૌભાંડ તથા યોજનામાં થતા લીકેજ અટકી જશે. અનેકવાર સબસીડીની રકમનો ઉપયોગ ખોટી રીતે ઉપયોગમાં લેવાય છે. તેને કારણે ગરબડી થવાની ફરિયાદો ઉઠે છે. ડિજીટલ ફૂડ કરન્સી દ્વારા સરકાર સીધી નજર રાખી શકશે કે, રૂપિયાનો ઉપયોગ કયા કામમાં થઈ રહ્યો છે. આ સરકારી ખર્ચ પર નિયંત્રણ આવી શકશે.
આ પહેલ ભારતના ડિજીટલ અર્થતંત્રને વેગ આપશે. દેશમાં પહેલીવાર રાશન સિસ્ટમને ડિજીટલ બનાવવા માટે ઈ-પોસ મશીન અને વન નેશન, વન રાશન કાર્ડ જેવી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. આ ડિજીટલ કરન્સીને પીડીએસ સાથે જોડીને સરકાર તેને એક સ્ટેપ આગળ લઈ જવા માંગે છે.
આ યોજનાની સામે કેટલાક પડકાર પણ છે. ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોમાં અનેક લોકો પાસે સ્માર્ટફોન અને સારી ઈન્ટરનેટ સુવિધાઓ નથી. ડિજીટલ સાક્ષરતાની અછત એક મોટી સમસ્યા બની શકે છે. જો લાભાર્થી ડિજીટલ વોલેટનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યા, તો તેઓને તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત સાયબર સુરક્ષા અને ડેટા સિક્યોરિટીને લઈને પણ સવાલો ઉઠી રહ્યાં છે.
રાશન માટે પાયલટ પ્રોજેક્ટ તરીકે ડિજીટલ કરન્સીની શરૂઆત કરીને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેને ગ્રાહકો માટે જાહેર કરતા પહેલા તેને પૂરી રીતે પરખી શકાય. આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી ભારતના નેતૃત્વમાં બ્રિક્સ દેશોનું સંમેલન થવાનુ છે. આ સંમેલનમાં બ્રિક્સ દેશોની વચ્ચે ડિજીટલ કરન્સીના ચલનની શરૂઆતનો પ્રસ્તાવ રાખવામાં આવી શકે છે. પરંતુ આ બ્રિક્સ દેશ બ્રાઝિલ, રશિયા, ચીન તેમજ સાઉથ આફ્રિકાના પ્રયાગો પર નિર્ભર રહેશે. સિંગાપોરની સાથે ભારત ડિજીટલ કરન્સીમાં વળતરનો પાયલટ પ્રોજેક્ટ કરી રહ્યો છે.

