Nirmal Metro Gujarati News
City News

સાતમાં ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી

સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદોમાં આવી

આ અંગે વિદ્યાર્થીના વાલીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. આ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના વાલીએ આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને આ સમગ્ર હકીકત સામે આવી છે. વિદ્યાર્થીઓ વચ્ચે જે બાબતે મારામારી થઈ હતી તેના વિશે જાણીને તમે પણ બે ઘડી માટે નવાઈ પામી જશો. બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી છે.

શાળાના ચાર વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. ધોરણ સાતના વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ મળીને માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે વિદ્યાર્થીના વાલીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ધોરણ ૭માં ભણતાં વિદ્યાર્થી મોનિટરે કે અને એલ ડિવિઝનના ત્રણ વિદ્યાર્થીને લાઈન તોડ્યા વગર માત્ર લાઈનમાં ક્લાસમાં જવાનું કહ્યું હતું. આ જ વાતની દાઝ રાખીને ત્રણેય વિદ્યાર્થીએ ક્લાસના મોનિટરને ધમકી આપી હતી. ધમકી મળ્યાના બીજા દિવસે જ્યારે મોનિટર વોશરૂમ જવા ગયો ત્યારે અન્ય ત્રણ વિદ્યાર્થી પણ વોશરૂમ ગયા જ્યાં બાળકના શર્ટના તમામ બટન તોડી નાંખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર બાબત પર તપાસ કરવામાં આવી રહી છે. પીડિત વિદ્યાર્થીના કહેવા પ્રમાણે બાળકના શર્ટ બટન બ્લેડ મારીને તોડવામાં આવ્યા છે જ્યારે પોલીસ દ્વારા હ્લજીન્ ની મદદથી તપાસ કરીને બ્લેડનો ઉપયોગ થયો છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. જોકે વારંવાર વિવાદમાં રહેતી આ શાળા વધુ એક વખત વિવાદનું સ્થાન બની છે.

Related posts

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં ૩ની ધરપકડ

Master Admin

રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો

Master Admin

અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનામાં દિવસેને દિવસે વધારો

Master Admin

Leave a Comment

Translate »