Nirmal Metro Gujarati News
Gujarat

છોટાઉદેપુરમાં “દૌડ” નામની ટ્રાઈબલ મેરેથોનમાં 15 હજારથી પણ વધુ લોકો જોડાયા

છોટાઉદેપુરમાં ઐતિહાસિક દૌડ મેરેથોન 2026નું ભવ્ય અને સફળ આયોજન

ઇતિહાસમાં પહેલી વખત ટ્રાયબલ મેરેથોન યોજાઈ

છોટાઉદેપુર | ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તા. 8 ફેબ્રુઆરી 2026ના રોજ બોડેલી ખાતે આયોજિત દૌડ મેરેથોન 2026નું ભવ્ય અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન છોટાઉદેપુર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આયોજિત થતી મેરેથોન હતી, જેમાં 15 હાજરથી પણ વધુ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. છોટાઉદેપુર જિલ્લાની જનવિરાસત, અદ્ધુત પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધુ સ્થાનીક કલા અને સર્વાંગી જિલ્લા વિકાસને ભારતની વિકાસયાત્રાને જોડતી અનોખી દૌડ છોટાઉદેપુરના બોડેલી મેરેથોન ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી.

તમને જણાવીએ દઈએ કે, દૌડ મેરેથોનનો મુખ્ય હેતુ ફિટ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, યુવાનોની સક્રિય ભાગીદારી, સમાનતા તેમજ છોટાઉદેપુરની આદિવાસી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો હતો.
આ મેરેથોનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મુંબઇ, પુણે, અમદાવાદ, દિલ્હી, જોધપુર જેવા દેશના શહેરોમાંથી તેમજ આંતરરાષ્ટ્રીય દોડવીરોએ પણ ભાગ લઈ આ આયોજનને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી હતી.

આ મેરેથોન પૂર્વે જિલ્લા વિવિધ પ્રી-ઇવેન્ટ્સનું આયોજન કરી જનજાગૃતિ અને ભાગીદારી વધારવામાં આવી હતી. જેમાં
– મહિલાઓ માટે સાડી રન
– ⁠હેરિટેજ વોક દ્વારા છોટાઉદેપુરના સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન
– ⁠નેચર વોક દ્વારા પર્યાવરણ જાળવણી જેવી થીમ પર આ મેરેથોન દૌડનું આયોજન કરાયું હતું.

આ તમામ કાર્યક્રમો દ્વારા જિલ્લામાં મેરેથોન પ્રત્યે વિશાળ જનઉત્સાહ જોવા મળ્યો સાથે પૂર્ણાહુતિ સમયે ઓસમાન-આમીર મીરના સૂરીલા કંઠે ભવ્ય સંગીત સંધ્યા યોજાઈ હતી.

દૌડ મેરેથોન અંતર્ગત 21 કિ.મી. હાફ મેરેથોન, 10 કિ.મી., 5 કિ.મી., 1 કિ.મી. ફન રન તથા Ex-Army વિશેષ દોડ જેવી કેટેગરીઓ યોજાઈ, જેમાં પુરુષ અને મહિલા બંને માટે સમાન ઇનામ રકમ રાખવામાં આવી હતી.

દૌડ મેરેથોનના આ પ્રસંગે વાત કરતા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈનએ જણાવ્યું હતું કે, “છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી યુવાનોમાં કુદરતી એથલીટ ક્ષમતા રહેલી છે. જો તેમની ક્ષમતાને ઓળખીને યોગ્ય તાલીમ, માર્ગદર્શન અને પ્લેટફોર્મ આપવામાં આવે તો આવનારા દિવસોમાં આ યુવાનો કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું નામ રોશન કરશે.”

તેમજ માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ જણાવ્યું કે, “છોટાઉદેપુરના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું વિશાળ રમતગમતનું આયોજન થયું છે. દૌડ મેરેથોનને નિયમિત વાર્ષિક ઇવેન્ટ તરીકે આયોજિત કરવી જોઈએ, જેથી જિલ્લામાં રમતગમત અને ફિટનેસની સંસ્કૃતિ વિકસે.”

તમને જણાવી દઈએ કે, આ મેરેથોનના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, શિક્ષણ વિભાગ, સ્વયંસેવકો, સેવાભાવી સંસ્થાઓ તથા સ્થાનિક નાગરિકોએ સંકલ્પબદ્ધ સહયોગ આપ્યો હતો. મેરેથોન રૂટ પર સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ, પીવાનું પાણી તથા રિફ્રેશમેન્ટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

દૌડ મેરેથોન 2026 દ્વારા છોટાઉદેપુરને ફિટનેસ, એકતા, યુવા શક્તિ અને આદિવાસી ગૌરવના નવા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. આવનારા વર્ષોમાં આ મેરેથોનને વધુ વ્યાપક સ્વરૂપે અને નિયમિત રીતે આયોજિત કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

===========

Related posts

સોલા, અસલાલી, બગોદરામાંથી ૮૩ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ

Master Admin

જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મંત્રીઓ અધિકારીઓનાં વાહનો પર પણ પ્રતિબંધ

Master Admin

Leave a Comment

Translate »