થોડા સમય પહેલાં પુના નજીક ઈન્દ્રાયણી નદીના પુલ પર દુઃખદ કરુણાંતિકા સર્જાઇ હતી. એ નદીના પુલ પર ક્ષમતાથી વધુ લોકો એકઠા થયા હતા અને તેને કારણે પુલ તૂટી પડ્યો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ વિતિય સેવા કથાના શ્રોતા શ્રી પ્રવીણભાઈ તનના દ્વારા પહોંચાડવામાં આવશે.
અન્ય એક દુઃખદ ઘટના ઘોઘા તાલુકાના ભૂંભલી ગામે સર્જાય હતી જેમાં પટેલીયા પરિવારનાં બે બાળકોનાં તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયા છે તે બાળકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા ત્રીસ હજારની સહાય કરેલ છે જે તેમનાં બેક એકાઉન્ટ માં જમા કરાવી આપેલ છે. આ વિતિય સેવા અમેરિકાના આરકાનસાસ રાજ્યમાં ચાલી રહેલી રામકથા ના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે. આ કાર્ય માટે ભૂભલીના સરપંચ શ્રી વિપુલભાઈનો ઉમદા સહયોગ સાંપડ્યો છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.