Nirmal Metro Gujarati News
article

રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

 

રાજસ્થાનમાં ઝાલાવાડ જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ બાળકોનાં મોત નિપજયા હતા. મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં પીપલોદ ગામમાં ગઈકાલે સવારે એક પ્રાથમિક શાળાના વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેને કારણે વર્ગમાં બેઠેલાં અનેક બાળકો કાટમાળમાં દબાઈ ગયાં હતા. તે પૈકી સાત બાળકોનાં મોત નિપજયા હતા. આ કરુણ ઘટનામાં અનેક બાળકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ બાળકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક રામકથાના શ્રોતા ની સહાયતા લઈ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

BASIC Home Loan Raises $10.6 Mn in Series B Funding Led by Bertelsmann India Investments       

Reporter1

UP Chief Minister Yogi Adityanath joins Tulsi Janmotsav celebrations in Rajapur, lauds Morari Bapu

Reporter1

Coke Studio Bharat Continues Its Musical Journey with Anuv Jain’s Hindi Ballad Arz Kiya Hai

Reporter1
Translate »