શરીરના ટુકડા કરી ફેંકી દીધા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દવિંદર બે દિવસ પહેલા જ મુંબઈથી લુધિયાણા પરત ફર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લુધિયાણા, તા. ૦૮ જાન્યુઆરી ૨૦૨૬ : પંજાબના લુધિયાણામાંથી એક સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. જાલંધર બાયપાસ નજીક સેક્રેડ હાર્ટ સ્કૂલ નજીક એક ખાલી પ્લોટમાંથી એક યુવકની લાશના ટુકડા મળ્યા છે. મૃતકનું અડધુ શરીર સળગલુ હતું, જ્યારે બાકીનો ભાગ એક સફેદ પ્લાસ્ટિકના ડ્રમમાં ભરેલો હતો.
આ ઘટનાની જાણકારી ત્યારે મળી જ્યારે સવારના સમયે એક રાહદારીએ ખાલી પ્લોમાં શંકાસ્પદ વસ્તુ જોઈ અને દેકારો કર્યો. સૂચના મળતા જ સલેમ ટાબરીની પોલીસ આવી પહોંચી અને આ વિસ્તારને તાત્કાલિક સીલ કરી દીધો. ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવી લીધી.
પોલીસે લાશની ઓળખ ૩૦ વર્ષિય દવિંદર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દવિંદર બે દિવસ પહેલા જ મુંબઈથી લુધિયાણા પરત ફર્યો હતો. ઘરે પરત ફર્યા બાદ ખાલી ૧૫ મિનિટ જ ઘરમાં રોકાયો. ત્યાર બાદ તે બહાર જતો રહ્યો અને પછી ક્યારેય પાછો આવ્યો નહીં. પરિવારના જણાવ્યા અનુસાર, દવિંદરનું અચાનક ગુમ થવાથી તેની શોધખોળ કરી, પણ કોઈને અણસાર ન આવ્યો કે તેની આટલી નિર્મમ હત્યા થઈ જશે.
પોલીસના જણાવ્યા અનુસાર, દવિંદરની લાશ ત્રણ ભાગમાં જોવા મળી છે. હત્યા બાદ લાશને સળગાવવાની કોશિશ કરી અને ઓળખ છુપાવવા માટે થઈને શરીરના ટુકડાને ડ્રમમાં ભરી ખાલી પ્લોટમાં ફેંકી દીધા. પોલીસને શંકા છે કે આ ઘટના બીજી જગ્યાએ બની છે અને લાશને અહીં આવીને ફેંકી છે.
આ કેસમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દવિંદરની હત્યા તેના મિત્ર શેરાએ કરી છે. શેરા મૃતકના ઘરની બાજુની શેરીમાં રહેતો હતો. પોલીસને આ વિસ્તારના સીસીટીવી પણ મળ્યા છે. જેમાં શેરા પોતાના એક સાથી સાથે દવિદરની લાશને ડ્રમમાં નાખીને જતો દેખાયો છે. આ ફુટેજના આધાર પર પોલીસે તપાસની દિશા નક્કી કરી છે.
પોલીસ આરોપી શેરાને શોધવામાં લાગેલી છે અને તેના સંભવિત ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તો વળી મૃતકના પરિવાર અને આજુબાજુના લોકો સાથે પણ પૂછપરછ થઈ રહી છે, જેથી હત્યા પાછળના કારણ શોધી શકાય. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં હત્યાકાંડનો ખુલાસો કરવામાં આવશે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

