Nirmal Metro Gujarati News
IPOIPO GUJARATINCD IPO

અદાણી એન્ટરપ્રાઇઝિસ એનસીડી જાન્યુઆરી ૨૬ ઇશ્યૂ રિવ્યુ

  • અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની તરફથી આ ત્રીજો ડેટ ઇશ્યૂ છે.
  • છેલ્લી ડેટ ઓફર જુલાઈ ૨૦૨૫ માં હતી.
  • ઇશ્યૂની બેઝ સાઈઝ રૂ ૫૦૦ કરોડ છે અને તેમાં રૂ ૫૦૦ કરોડનો ગ્રીન શૂ ઓપ્શન છે, આમ ઓફરની કુલ સાઈઝ રૂ ૧૦૦૦ કરોડ થાય છે.
  • આ ડેટ ઓફરને કેર રેટિંગ્સ અને ઇકરા લિમિટેડ દ્વારા કેર અને ઇકરા એએ-/(સ્ટેબલ) રેટિંગ આપવામાં આવ્યું છે.
  • પસંદ કરેલી શ્રેણીના આધારે કૂપન રેટ ૮.૬૦% થી ૮.૯૦% છે.
  • રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે ભંડોળ રોકી શકે છે.

કંપની વિશેઃ
અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (એઈએલ) એ અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ છે, જે ભારતમાં સંકલિત ઊર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ અને મોટા પાયે પ્રોજેક્ટ્‌સ સફળતાપૂર્વક અમલમાં મૂકવાના લાંબા ટ્રેક રેકોર્ડ સાથે ભારતના ટોચના બિઝનેસ હાઉસમાંનું એક છે. તે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્‌્યુબેટર્સમાંનું એક છે અને ચાર મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રો – એનર્જી અને યુટિલિટી, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ, કન્ઝ્યુમર અને પ્રાઈમરી ઇન્ડસ્ટ્રીમાં વ્યવસાયો કેળવવાના ફિલસૂફી દ્વારા સંચાલિત છે. કંપની સ્થાપિત અને વિકાસશીલ વ્યવસાયોના અસરકારક પૂરકનું પ્રતિનિધિત્વ કરે છે જે ભારતની જરૂરિયાતોને પૂરી કરે છે.

તેણે, વર્ષોથી, અદાણી પોર્ટફોલિયો માટે નવા વ્યાપારી હિતો ઊભા કર્યા છે, તેમને કદાવર અને સ્વ-ટકાઉ બિઝનેસ વર્ટિકલ્સમાં વિકસાવ્યા છે અને ત્યારબાદ તેમને સ્વતંત્ર રીતે લિસ્ટેડ અને સ્કેલેબલ પ્લેટફોર્મમાં ડિમર્જ કર્યા છે, જેનાથી તેના શેરધારકો માટે મૂલ્ય અનલોક થયું છે. કંપનીએ ૧૯૯૩ થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો બનાવવાનો સાબિત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તે વિવિધ વૈવિધ્યસભર વ્યવસાયોમાં રોકાણ કરીને, પરિપક્વ કરીને અને અંતે ડિમર્જ કરીને ઇન્ક્‌્યુબેટર તરીકે ઉભરી આવી છે. શરૂઆતથી જ, એઈએલ એ કદાવર અને સ્કેલેબલ વ્યવસાયો વિકસાવ્યા છે અને તેમને સફળતાપૂર્વક લિસ્ટ કર્યા છે, જેમાં ડિમર્જર દ્વારા અદાણી પોટ્‌ર્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી વિલ્મર લિમિટેડનો સમાવેશ થાય છે.

કંપની હાથ પરના વિવિધ પ્રોજેક્ટ્‌સ માટે મજબૂત ઓર્ડર બુક ધરાવે છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ, અદાણી પોર્ટફોલિયોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ ૧૩,૫૮૫.૨૩ અબજ (આશરે ૧૫૩.૦૦ અબજ યુએસ ડોલર) હતું અને તે ભારતમાં માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ સૌથી મોટા લિસ્ટેડ ગ્રુપમાંનું એક છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ, તેના પેરોલ પર ૮,૯૦૧ કર્મચારીઓ હતા. તે જરૂરિયાત મુજબ વિવિધ વિભાગો માટે કોન્ટ્રાક્ટ કામદારોની પણ નિમણૂક કરે છે.

ઇશ્યૂ વિગતોઃ
કંપની રૂ ૧૦૦૦ ની ફેસ વેલ્યુ ધરાવતા ૧,૦૦,૦૦,૦૦૦ સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) ની તેની બીજી ડેટ ઓફર લાવી રહી છે જે રૂ ૫૦૦ કરોડની થાય છે, જેમાં રૂ ૫૦૦ કરોડ સુધીનું ઓવર-સબ્સ્ક્રિપ્શન રાખવાના વિકલ્પ સાથે કુલ રૂ ૧૦૦૦ કરોડ સુધીની રકમ એકત્ર કરવામાં આવશે. લઘુત્તમ અરજી ૧૦ એનસીડી એટલે કે રૂ ૧૦,૦૦૦ માટે અને ત્યારબાદ ૧ એનસીડી એટલે કે રૂ ૧૦૦૦ ના ગુણાંકમાં કરવાની રહેશે.

આ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે ૦૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ખુલશે અને ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ અથવા તે પહેલાં બંધ થશે. એલોટમેન્ટ પછી, એનસીડી બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.

કંપની આ ડેટ ઓફર માટે રૂ ૧૬.૧૨ કરોડ ખર્ચ કરી રહી છે અને ચોખ્ખી આવકમાંથી, તે ઓછામાં ઓછા ૭૫% તેના હાલના દેવાની સંપૂર્ણ અથવા આંશિક પ્રીપેમેન્ટ/ચુકવણી માટે અને વધુમાં વધુ ૨૫% સુધીની મર્યાદા સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ઉપયોગ કરશે.

આ ડેટ ઓફરની મુદત ૨૪ મહિના, ૩૬ મહિના અને ૬૦ મહિનાની છે અને કૂપન રેટ ૮.૬૦% થી ૮.૯૦% ની વચ્ચે છે. રોકાણકારો દ્વારા શ્રેણીની પસંદગી મુજબ વ્યાજ ચૂકવણીની આવૃત્તિ વાર્ષિક, સંચિત અથવા ત્રિમાસિક રહેશે. કંપનીએ સંસ્થાઓ માટે ૫%, બિન-સંસ્થાઓ માટે ૨૫%, એચએનઆઈ રોકાણકારો માટે ૩૫% અને રિટેલ રોકાણકારો માટે ૩૫% ફાળવણી કરી છે. એલોટમેન્ટ “વહેલા તે પહેલા” ના ધોરણે કરવામાં આવશે.

આ ડેટ ઓફરનું નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ, ટિપ્સન્સ કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે લીડ મેનેજમેન્ટ કરવામાં આવે છે, જ્યારે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. કેટાલિસ્ટ ટ્રસ્ટીશિપ લિમિટેડ ઇશ્યૂના ડિબેન્ચર ટ્રસ્ટી છે.

ઇશ્યૂ રેટિંગઃ
આ ડેટ ઓફરને કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા કેર એએ- / (સ્ટેબલ) અને ઇકરા લિમિટેડ દ્વારા ઇકરા એએ- / (સ્ટેબલ) રેટિંગ આપવામાં આવ્યું છે. કેર રેટિંગ્સ લિમિટેડ અને ઇકરા લિમિટેડ દ્વારા આપવામાં આવેલા રેટિંગ આ પ્રોસ્પેક્ટસની તારીખે માન્ય છે અને તે ઇશ્યૂ, એલોટમેન્ટ અને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર એનસીડી ના લિસ્ટિંગની તારીખ સુધી માન્ય રહેશે. આ રેટિંગ ધરાવતી સિક્યોરિટીઝ નાણાકીય જવાબદારીઓના સમયસર પાલન બાબતે ઉચ્ચ સ્તરની સુરક્ષા ધરાવતી માનવામાં આવે છે. આવી સિક્યોરિટીઝમાં ક્રેડિટ જોખમ ઘણું ઓછું હોય છે. રેટિંગ એ સિક્યોરિટીઝ ખરીદવા, વેચવા અથવા રાખવાની ભલામણ નથી અને રોકાણકારોએ પોતાનો નિર્ણય લેવો જોઈએ. રેટિંગ આપનાર રેટિંગ એજન્સીઓ દ્વારા કોઈપણ સમયે રેટિંગમાં સુધારો અથવા પાછું ખેંચી શકાય છે અને દરેક રેટિંગનું અન્ય કોઈપણ રેટિંગથી સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરવું જોઈએ.

નવી માહિતી જેવા પરિબળોના આધારે રેટિંગ એજન્સીઓને કોઈપણ સમયે રેટિંગ સ્થગિત કરવાનો અથવા પાછું ખેંચવાનો અધિકાર છે. રેટિંગ લેટર, રેટિંગ રેશનલ અને ઉપરોક્ત રેટિંગની પ્રેસ રિલીઝ માટે કૃપા કરીને આ પ્રોસ્પેક્ટસના પરિશિષ્ટ ૧એ અને ૧બી નો સંદર્ભ લો. આ પ્રોસ્પેક્ટસમાં ઉલ્લેખિત રેટિંગ સિવાયના અન્ય કોઈ અસ્વીકૃત રેટિંગ અથવા અન્ય રેટિંગ નથી.

નાણાકીય કામગીરીઃ
નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, કંપનીએ (એકીકૃત ધોરણે) રૂ ૭૦,૪૩૨.૬૯ કરોડ / રૂ ૪૭૫.૩૭ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૨), રૂ ૧,૨૮,૭૩૪.૦૯ કરોડ / રૂ ૨,૪૬૩.૯૮ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૩), અને રૂ ૯૮,૨૮૧.૫૧ કરોડ / રૂ ૩,૨૯૩.૪૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૪), રૂ ૧,૦૦,૩૬૫.૦૮ કરોડ / રૂ ૭,૫૧૦.૨૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૫) ની કુલ આવક અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા (એચ૧) માટે, તેણે રૂ ૪૪,૨૮૦.૬૯ કરોડની કુલ આવક પર રૂ ૪,૨૯૧.૫૯ કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ તેનો ૧.૫૦ નો ડેટ ઇક્વિટી રેશિયો આ ઇશ્યૂ પછી વધીને ૧.૫૧ થશે.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના
સપ્ટેમ્બર ૨૦૨૪ થી અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપનીનો આ ત્રીજો ડેટ ઇશ્યૂ છે. છેલ્લી ડેટ ઓફર જુલાઈ ૨૦૨૫ માં હતી. ઇશ્યૂની બેઝ સાઈઝ રૂ ૫૦૦ કરોડ છે અને તેમાં રૂ ૫૦૦ કરોડનો ગ્રીન શૂ ઓપ્શન છે, આમ ઓફરની કુલ સાઈઝ રૂ ૧૦૦૦ કરોડ થાય છે. આ ડેટ ઓફરને કેર રેટિંગ્સ અને ઇકરા લિમિટેડ દ્વારા કેર અને ઇકરા એએ-/ (સ્ટેબલ) રેટિંગ આપવામાં આવ્યું છે. પસંદ કરેલી શ્રેણીના આધારે કૂપન રેટ ૮.૬૦% થી ૮.૯૦% છે. બજારના વલણોને અનુરૂપ વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે ભંડોળ રોકી શકે છે.

Related posts

Adani Enterprises NCD Jan. 26 Issue Review

Master Admin
Translate »