તમારા ગળાની આગળ આવેલી અત્યંત નાની, પતંગીયાના આકારની ગ્રંથી તમે ધારો છો તેના કરતા ઘણું બધુ કરે છે. તે તમને તમારા ચયાપચય (મેટાબોલીઝમ)ને નિયંત્રિત કરવામા, તમારા વજન, ઉર્જા સ્તરો અને તમારા હૃદયના ધબકારા પર પણ પ્રભાવ પાડે છે. તેમ છતાં મેટાબોલિક સિંડ્રોમ જેવી સ્થિતિમાં તેની ભૂમિકા પર ધ્યાન જતું નથી. તમારા થાઇરોઇડની સંભાળ લેવી તે વધુ સારી એકંદરે આરોગ્ય તરફેનું પ્રથણ પગલું હોઇ શકે છે. મેટાબોલિક સિંડ્રોમ ધરાવતી દર 4માંથી એક વ્યક્તિ હાઇપોથાઇરોડીઝમથી પીડાતી હોવી જોઇએ. વિશ્વ થાઇરોઇડ જાગૃત્તિ મહિનામાં ચાલો આપણે ઊંડી ડૂંબકી મારીએ અને આ જોડાણને અને જે તે વ્યક્તિ તેના મેટાબોલિક કાર્યો સરળતાથી ચાલે તે માટે થાઇરોઇડનું કેવી રીતે સંચાલન કરી શકે તે સમજીએ.
મેટાબોલિક સિંડ્રલ શું છે
વિશ્વભરમાં ચારમાંથી એક વ્યક્તિ મેટાબોલિક સિન્ડ્રોમથી પ્રભાવિત છે. મેટાબોલિક સિન્ડ્રોમ એ સ્વાસ્થ્ય સમસ્યાઓનું એક જૂથ છે જે ઘણીવાર એકસાથે થાય છે – જેમ કે હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ સુગર અને પેટની વધારાની ચરબી. જ્યારે એકત્રિત થાય છે, ત્યારે તે હૃદય રોગ, હૂમલો અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવી ગંભીર સ્થિતિઓનું જોખમ વધારે છે. મેટાબોલિક સિન્ડ્રોમનું નિદાન ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિમાં ત્રણ કે તેથી વધુ જોખમ પરિબળો હોય છે, જેમ કે હાઈ બ્લડ સુગર, ઓછા “સારા” HDL કોલેસ્ટ્રોલ, ઉચ્ચ ટ્રાઇગ્લિસરાઇડ્સ, મોટી કમરનું કદ અને ઉચ્ચ બ્લડ પ્રેશર. આ પરિબળો આખરે હૃદય રોગ, ડાયાબિટીસ, હૂમલો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના ઊંચા જોખમમાં યોગદાન આપે છે.
હાઈપોથાઈરોડિઝમ અને મેટાબોલિક સિન્ડ્રોમ ઘણીવાર સાથે મળીને કામ કરે છે, જે તમારા શરીરને બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, વજન અને બ્લડ પ્રેશરનું સંચાલન કેવી રીતે કરે છે તેના પર અસર કરે છે. ભારતમાં આ જોડાણ વધુ મહત્વનું છે, જ્યાં થાઈરોઈડની સમસ્યાઓ સામાન્ય છે – લગભગ 10 માંથી 1 વ્યક્તિ હાઈપોથાઈરોડિઝમથી પીડાય છે. આજની ઝડપી જીવનશૈલી – ખરાબ પોષણ, કસરતનો અભાવ, ક્રોનિક તણાવ, અનિયમિત ઊંઘ અને પર્યાવરણીય પરિબળો – એક હાનિકારક સંયોજન બનાવે છે જે હાઈપોથાઈરોડિઝમ અને મેટાબોલિક સિન્ડ્રોમ બંનેને વેગ આપે છે.
હાઇપોથાઇરોડિઝમને નજીકથી જોતા
અમદાવાદની EPIC હોસ્પિટલના એન્ડોક્રિનોલોજીસ્ટના ડૉ. મોક્ષીત શાહના અનુસાર, “હાઇપોથાઇરોડિઝમ, અથવા એક અંડરએક્ટિવ થાઇરોઇડ, ત્યારે થાય છે જ્યારે ગ્રંથિ તમારા શરીરને સરળતાથી ચલાવવા માટે પૂરતા હોર્મોન્સ ઉત્પન્ન કરતી નથી. આ ધીમી ગતિ ચયાપચયને અસર કરે છે – વજન, બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ અને હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે. ઓછું થાઇરોઇડ કાર્ય LDL કોલેસ્ટ્રોલ વધારી શકે છે, ઇન્સ્યુલિન પ્રતિકારને ઉત્તેજિત કરી શકે છે અને ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.”
એબોટ્ટ ઇન્ડિયના મેડીકલ અફેર્સના વડા ડૉ. કિન્નેરા પુત્રેવુ, ઉમેર્યુ હતું કે “હાયપોથાઇરોડિઝમ ઘણીવાર તેના પ્રારંભિક તબક્કામાં અનૈદાનિક રહે છે. કારણ કે તેના લક્ષણો મેટાબોલિક સિન્ડ્રોમ સાથે ઓવરલેપ થઈ શકે છે, મેટાબોલિક સિન્ડ્રોમ અથવા સંબંધિત જોખમ પરિબળો ધરાવતા કોઈપણ માટે નિયમિત થાઇરોઇડ સ્ક્રીનીંગની સલાહ આપવામાં આવે છે. જો તમે આ શ્રેણીમાં આવો છો, તો તમારા ડૉક્ટર સાથે નિયમિત તપાસ કરવી આવશ્યક છે.
તમારા થાઇરોઇડને નિયંત્રણમાં રાખવા માટેના અહીં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે
તમારો ખોરાક: વધુ સારા આરોગ્ય તરફેનું પ્રથમ પગલું
પોષક તત્વોનું યોગ્ય સંતુલન મેળવવું એ થાઇરોઇડના સ્વાસ્થ્ય માટે ચાવીરૂપ છે. ખૂબ ઓછું અથવા વધુ પડતું તેના કાર્યમાં વિક્ષેપ પાડી શકે છે. સંતુલિત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરો અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક, સંતૃપ્ત ચરબી, સોયા-ભારે ઉત્પાદનો અને ઉમેરેલી ખાંડનો ઉપયોગ ઘટાડીને શરૂઆત કરો.
કોર્સને વળગી રહો
તમારા ડૉક્ટરની સલાહ મુજબ થાઇરોઇડ દવાના સમયપત્રકનું પાલન કરવાથી તમારી સારવાર યોગ્ય રહે છે અને તમારા હોર્મોન્સ સંતુલિત રહે છે. તમારા ડૉક્ટરની સલાહ લીધા વિના તમારી દવાના ડોઝને બંધ કરવાનું કે બદલવાનું ટાળો.
પરસેવો પાડો
મેટાબોલિઝમને સક્રિય રાખવા માટે તમારા રોજિંદા દિનચર્યામાં ઝડપી ચાલવું, સાયકલ ચલાવવું અથવા તરવું જેવી હળવી કસરતો ઉમેરો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ મેટાબોલિક સ્વાસ્થ્યને ટેકો આપે છે અને વજનમાં વધારો સહિત હાઇપોથાઇરોડિઝમના લક્ષણોનું સંચાલન કરવામાં મદદ કરે છે.
શાંત રહો, સ્વસ્થ રહો
તણાવ તમારા મૂડ કરતાં વધુ અસર કરે છે – તે તમારા થાઇરોઇડને પણ અસર કરે છે. જ્યારે તણાવ કોર્ટિસોલના સ્તરમાં વધારો કરે છે, ત્યારે તે સામાન્ય થાઇરોઇડ કાર્યમાં દખલ કરી શકે છે. આરામ અને સ્વ-સંભાળ દ્વારા તણાવનું સંચાલન હોર્મોનલ સંતુલન પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે અને વધુ સારા થાઇરોઇડ સ્વાસ્થ્યને ટેકો આપે છે.
મેટાબોલિક સિન્ડ્રોમ અને હાઇપોથાઇરોડિઝમ ઘણીવાર એકસાથે થાય છે, દરેક બીજાની અસરને તીવ્ર બનાવે છે. વધુ જાગૃતિ, નિયમિત તપાસ અને સંકલિત સંભાળ તમને થાઇરોઇડનું વધુ સારી રીતે સંચાલન કરવા માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે.
¤¤¤ ¤¤¤ ¤¤¤ ¤¤¤

