Nirmal Metro Gujarati News
internationalPolitics

વિશ્વમાં ઉથલ પાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત

  • ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર
  • ઈન્ડિયન નેવી બંગાળની ખાડીમાં નવો બેઝ તૈયાર કરવા જઈ રહી છે, જેનાથી ચીન અને બાંગ્લાદેશ માટે આફત ઉભી થઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — છેલ્લા કેટલાક વર્ષથી ભારતને તેના પાડોશીઓ સાથે સંબંધ ઘટ્યાં છે. જેમાં પાકિસ્તાન સાથે તો તણાવ વર્ષો જૂનો છે. જ્યારે ચીન અને બાંગ્લાદેશ જેવા દેશમાં પણ સંબંધ વધુ ખરાબ થઈ રહ્યા છે. તેવામાં કોઈપણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતીય સેના અને નૌસેના પૂરી રીતે તૈયાર રહે છે. આમ, વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં ભારત દબદબો વધારશે. જેમાં ઈન્ડિયન નેવી બંગાળના હલ્દિયામાં બંગાળની ખાડીમાં નવો બેઝ તૈયાર કરવા જઈ રહી છે, જેનાથી ચીન અને બાંગ્લાદેશ માટે આફત ઉભી થઈ છે. ત્યારે ચીન-બાંગ્લાદેશની તેના પર નજર રહેશે.

બંગાળની ખાડીમાં તૈયાર થનારા નેવી બેઝ પર યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવશે. આ બેઝ દ્વારા ભારત કોઈપણ સમયે ચીન અને બાંગ્લાદેશની હરકતોનો ઝડબાતોડ જવાબ આપી શકશે. આનાથી નૌસેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબે, હલ્દિયા ડૉક કોમ્પ્લેક્સનો ઉપયોગ શરૂઆતમાં નેવી બેઝ તરીકે કરવામાં આવશે. ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ અને નવા ૩૦૦-ટન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટને અહીં તૈનાત કરવામાં આવશે. આ હાઇ-સ્પીડ એટેક ક્રાફ્ટ છે, જે પ્રતિ કલાક ૪૦-૪૫ કલાક પ્રતિ નોટિકલ માઇલની ઝડપે દોડવા સક્ષમ છે. તેનો ઉપયોગ દુશ્મન દળો દ્વારા અચાનક દરિયાઇ પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે થઈ શકે છે.

આ બેઝ પર ઈન્ડિયન નેવી ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરશે. જેમાં નાવિક સહિત ૧૦૦ અધિકારી તૈનાત કરાશે, પરંતુ આના પર તમામ સુવિધા મોર્ડન થશે. જે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે બનાવવામાં આવશે. હાલના ધોરણે દેશભરમાં અનેક જગ્યાએ ઈન્ડિયન નેવીના બેઝ છે. જેમાં મુખ્ય બેઝ મુંબઈ, ગોવા, કારવાર, કોચ્ચિ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, કોલેકાતા અને પોર્ટ બ્લેયરમાં છે.

ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે, ચીન અને બાંગ્લાદેશ નજીક આવી રહ્યા છે. ચીને બાંગ્લાદેશ નૌસેનાને બે સબમરીન પણ આપી છે અને ચટગામ નજીક એક બેઝ બનાવી રહ્યું છે. આ સબમરીનનું નામ પહેલા મ્દ્ગજી શેખ હસીના હતું, પરંતુ હવે તેનું નામ બદલી નાખ્યું છે. બંગાળના હલ્દિયામાં આ નવું બેઝ ચીન અને બાંગ્લાદેશ સામે ભારતની દરિયાઈ દેખરેખ અને દરિયાકાંઠાની સુરક્ષા ક્ષમતાઓમાં વધારો કરશે.

Related posts

મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા

Master Admin

ઈરાનના ૧૦૦ શહેરોમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શનો : પોલીસકર્મીની ચાકુ મારીને હત્યા

Master Admin

‘ઈરાનના તહેરાનમાં અંધાધૂંધ ગોળીબારમાં ૨૧૭ દેખાવકારોના મોત

Master Admin
Translate »