ટાટા મોટર્સે ગુવાહાટીમાં નવા કોમર્શિયલ વ્હિકલ સ્પેરપાર્ટ્સ વેરહાઉસનું ઉદઘાટન કર્યુ.

 

ગુવાહાટી, 26 એપ્રિલ, 2024:     

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક ટાટા મોટર્સએ આજે ગુવાહાટીમા નવા કોમર્શિયલ સ્પેર પાર્ટ્સ વેરહાઉસના ઉદઘાટનની ઘોષણા કરી હતી. અત્યાધુનિક આ સવલત સંપૂર્ણપણે ડિજીટાઇઝ્ડ છે અને 1 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલી છે, તેમજ સમગ્ર કોમર્શિયલ વ્હિકલ પોર્ટફોલિયો માટેના સ્પેરપાર્ટ્સ રાખે છે.નવી સવલતના ઉમેરણથી કંપનીને કાયાપલટના સમયમાં ઝડપ લાવવામાં મદદ મળશે અને નોર્થ ઇસ્ટમાં ટાટા ઓથોરાઇઝ્ડ સર્વિસ સ્ટેશન્સમાં સ્પેર્સની સરળ ઉપલબ્ધ બનશે.

વૈશ્વિક કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા માપદંડોથી સજ્જ, આ સવલત ડિજીટલાઇઝ્ડ પ્રક્રિયાઓ મારફતે ભારે ગ્રાહક મૂલ્ય દરખાસ્તને ખોલશે. ટાટા મોટર્સે ભારતમાં સૌથી મોટા સંપૂર્ણ સંકલિત લોજિસ્ટિક્સ પ્રદાતા એવી દેલ્હીવરી સાથે ભાગીદારી કરી છે જેથી તેના ટેકનોલોજી-સક્ષમ વેરસાઉસિંગ અને વહન ઉકેલોનો લાભ ઉઠાવી શકાય. આ સવલત અદ્યતન સ્ટોરેજ સિસ્ટમ પણ ધરાવે છે જેથી ગ્રેવિટી સ્પાઇરલ અને વર્ટિકલ રેસિપ્રોકેટીંગ કન્વેયર્સ જેવી વિવિધ જરૂરિયાતોને સંતોષી શકાય. વધુમાં મધ્યમ અને ભારે વ્હિકલ બોડી પાર્ટ્સના સંચાલનના માન્ય વિસ્તારને સરળ પ્રવૃત્તિઓ કરી શકાય તે રીતે સંકલિત કરવામાં આવ્યો છે.

આ લોન્ચ પ્રસંગે બોલતા ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સના સ્પેર્સ એન્ડ નોન વેહિક્લુયલર બિઝનેસ વડા શ્રી વિક્રમ અગરવાલએ જણાવ્યુ હતુ કે “ગુવાહાટીમા નવા વેરહાઉસનું ઉદઘાટન ટાટા મોટર્સના ગ્રાહક કેન્દ્રિત અભિગમનું પ્રમાણ છે અને તે વધુમા સ્પેર્સની સરળ ઉપલબ્ધિની ખાતરી કરતા વ્હિકલ માલિકીપણાના અનુભવને વિસ્તૃત બનાવશે. નવુ વેરહાઉસ આ પ્રદેશમાં વધુ સારા ઇન્વેન્ટરી વ્યવસ્થાપનને સક્ષમ બનાવશે અને તે રીતે સેવાની ગુણવત્તા અને વ્હિકલ અપટાઇમમાં વધારો કરશે. નવી સવલત અમારા ગ્રાહકોની નજીક ઝડપથી પ્રગતિ કરતા નોર્થ ઇસ્ટ પ્રદેશમાં છે, હેરફેરને વધુ કાર્યક્ષમ બનાવે છે.”

ટાટા મોટર્સ 1 ટનથી નીચેથી 55 ટનના કાર્ગો વ્હિકલ્સ અને 10 સિટરથી લઇને 51 સિટરની સામૂહિક મોબિલીટી સોલ્યુશન્સની વિસ્તૃત રેન્જ ઓફર કરે છે, જેમાં નાના કોમર્શિયલ વ્હિકલ્સથી પીકઅપ, ટ્રક્સ અને બસ સેગમેન્ટનો સમાવેશ થાય છે, જેથી હેરફેર અને સામૂહિક મોબિલીટી સેગમેન્ટ્સની વિકસતી જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. કંપની તાલીમબદ્ધ નિષ્ણાતો અને ટાટા જેન્યુઇન પાર્ટ્સના ટેકાથી 2500થી વધુ ટચપોઇન્ટ્સના વિસ્તરિત નેટવર્ક મારફતે અસમાંતરીત ગુણવત્તા અને સર્વિસ પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરે છે.