Nirmal Metro Gujarati News
editorial

આ માણસમાં કંઈક તો ખાસ વાત છે

ગુજરાત | ૮ જાન્યુઆરી ૨૦૨૬: છેલ્લા દિવસોમાં હું ગુજરાત પ્રવાસ પર હતો. આજથી ત્રીસ વર્ષ પહેલા જ્યારે હું ગુજરાત ગયો હતો, ત્યારે ગુજરાત આવું નહોતું જેવું આજે છે. અમદાવાદનો નકશો જ બદલાઈ ગયો છે. આ પ્રવાસ દરમિયાન મને ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જવાનો અવસર મળ્યો. આઝાદી પછી અથવા એમ કહીએ કે મુઘલોના શાસનકાળ પછી, દેશમાં પહેલીવાર કોઈ પ્રવાસન સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ભારતની બહુમતી જનતા પ્રવાસ માટે માત્ર મંદિરોમાં જતી હોય છે. આ સિવાય સામાન્ય જનતા પ્રાચીન કિલ્લાઓ વગેરેની મુલાકાત લેતી રહી છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી શુદ્ધ રીતે માત્ર પ્રવાસન માટે બનાવવામાં આવેલું એક સ્થળ છે, અને તેનો શ્રેય માત્ર નરેન્દ્ર મોદીને જાય છે. તેમની કલ્પનાએ એક વેરાન જગ્યાને જોવાલાયક સ્થળમાં ફેરવી દીધી. આ એક દૂરંદેશી માણસની જ વિચારસરણી હોઈ શકે. આધુનિક ભારતમાં દેશનું આ પહેલું પ્રવાસન સ્થળ છે જે માત્ર પ્રવાસના ઉદ્દેશ્યથી જ નિર્મિત કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્થળ પ્રવાસીઓ માટે એક યાદગાર યાત્રા બની શકે છે. અહીં પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. કોઈપણ તકલીફ વગર એક દિવ્યાંગ વ્યક્તિ પણ અહીંનો આનંદ માણી શકે છે.

વાસ્તવમાં ભારતમાં પ્રવાસન સ્થળોનો અત્યંત અભાવ છે. અહીંના લોકો કાં તો પ્રાચીન મંદિરોના દર્શન કરવા જાય છે અથવા તો વધુમાં વધુ તાજમહેલના રૂપમાં એક મકબરો જોવા જાય છે. અને આ બધું પહેલાનું બનેલું છે. અત્યારે હાલમાં અયોધ્યાનું રામ મંદિર ખૂબ જ સારી રીતે વિકસાવવામાં આવી રહ્યું છે. કાશી વિશ્વનાથ મંદિરમાં પણ જે કોરિડોરનું નિર્માણ થયું છે, તે મોદી સરકારની જ દેન છે. આ પહેલાની કોઈ સરકાર આ દિશામાં પહેલ કરી શકી નથી. આ દેશમાં દેશવિરોધી શક્તિઓની કોઈ કમી નથી, પરંતુ તેમ છતાં જે સફળતાથી નરેન્દ્ર મોદી દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે, તેના માટે તે વ્યક્તિને પૂરો શ્રેય આપવો જોઈએ. તમે વિશ્વાસ કરો, જો નરેન્દ્ર મોદી ન હોત તો રામ મંદિરનું નિર્માણ ન થઈ શક્યું હોત, અને જો થયું હોત તો આટલા મોટા પાયા પર ન હોત.

આજે સોમનાથ, કાશી વિશ્વનાથ, અયોધ્યાનું રામ મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પ્રવાસીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પહેલા લોકો દક્ષિણ ભારતના મંદિરો માટે જતા હતા. કાશ્મીર પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. રાજસ્થાનમાં પ્રાચીન કિલ્લાઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે, પરંતુ હવે સ્થિતિ થોડી બદલાઈ છે. હવે પ્રવાસન માટે નવી જગ્યાઓ વિકસી છે અને પ્રવાસનની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વની બાબત છે. જ્યારે કોઈ શાસક પોતાના દેશ વિશે વિચારે છે અને જો તેની દાનત પણ સાફ હોય, તો આ પ્રકારની વસ્તુઓ જોવા મળી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી મોદીની દેન છે, તેનો સ્વીકાર કરવો જોઈએ.

બાંગ્લાદેશમાં હિંદુઓની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ પણ ધીરે ધીરે કટ્ટરપંથીઓના હાથમાં જઈ રહ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈંની બાંગ્લાદેશમાં સીધી રીતે ઘૂસણખોરી થઈ ચૂકી છે. ભારતે આ દિશામાં ઘણું વહેલું ધ્યાન આપવું જોઈતું હતું. શેખ હસીના સરકારને બચાવવા માટે સૈન્ય મદદ આપવી જોઈતી હતી. આ શેખ હસીના સરકાર અને ભારત સરકાર બંનેની સંયુક્ત રીતે એક ભૂલ રહી છે. જ્યારે ત્યાં સ્ટુડન્ટ્‌સ મૂવમેન્ટની હિલચાલ થઈ રહી હતી, તે જ સમયે બંને સરકારોએ તેની નોંધ લેવી જોઈતી હતી. આ બંને સરકારોની ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા છે. ૈંજીૈંએ કેવી રીતે ત્યાં પોતાના મૂળ જમાવી લીધા અને કોઈને ખબર પણ ન પડી! બાંગ્લાદેશમાં હિંદુઓ ત્યાં સુધી જ સુરક્ષિત છે જ્યાં સુધી ત્યાં ભારત તરફી સરકાર હોય. પાકિસ્તાન તરફી સરકાર બન્યા પછી ત્યાં હિંદુઓનું રહેવું મુશ્કેલ બની જશે. શેખ હસીનાએ સમય રહેતા ભારત પાસેથી સૈન્ય મદદ લેવી જોઈતી હતી. આપણો દેશ ભૂતકાળમાં આવું કરી પણ ચૂક્યો છે. આપણે બાંગ્લાદેશને કેવી રીતે પોતાના હાથમાંથી જવા દીધું, તે ભવિષ્ય માટે ચિંતાનો વિષય બની ગયો છે. હવે પાકિસ્તાન સિવાય વધુ એક દેશ દુશ્મન તરીકે ઉભો થઈ જશે. ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે વિદેશ મંત્રી બાંગ્લાદેશ ગયા હતા, પરંતુ તેની કેટલી અસર પડે છે તે જોવું રસપ્રદ રહેશે.

પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન નકલી બાવાઓ પકડાયા છે. જ્યારે પણ આ પ્રકારના આસ્થાના આયોજનો થાય છે, ત્યારે લોકોની આસ્થા સાથે રમત રમવા માટે આવા નકલી બાવાઓ પોતાનો સ્વાર્થ સાધવામાં લાગી જાય છે. આ લોકોથી બચવા માટે સામાન્ય જનતાને જાગૃત કરવી જોઈએ અને આ સરકારની જવાબદારી છે. આવી જગ્યાઓ પર આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને સામાન્ય જનતાએ પણ જાગૃત થવું જોઈએ. તમે ભાવનાવશ થઈને દાન-પુણ્ય કરો છો, પરંતુ તેનું કોઈ ફળ મળતું નથી. જો દાન-પુણ્ય જ કરવું હોય, તો તમારી આસપાસના એવા લોકોને દાન કરો જેમને તમે ઓળખો છો. અજાણ્યા લોકોને દાન કરવાથી કોઈ લાભ મળવાનો નથી. તમારી આસપાસ જ ઘણા પીડિત લોકો હોય છે, જો તમે તેમની મદદ કરશો તો ઈશ્વર તમારી વાત ચોક્કસ સાંભળશે. નકલી લોકોને દાન કરીને તમે તમારું જ ખરાબ કરો છો. વાસ્તવમાં સર્વશ્રેષ્ઠ દાન એ છે જેમાં તમે તમારા સગા-સંબંધીઓની મદદ કરો છો જે કોઈ કારણસર નબળા છે. પરંતુ વાસ્તવિકતામાં ભાગ્યે જ કોઈ આવું કરે છે.

Translate »