Nirmal Metro Gujarati News
City News

અમદાવાદ સોલા સિવિલમાં નોંધાયા ૧૩૯૯૧ કેસ

વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો

રાજ્યમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી અને તાવ જેવા રોગોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬: રાજ્યમાં હાલ સવારે અને મોડી રાત્રે શિયાળો હોય તેવો અહેસાસ થાય છે, જ્યારે બાકીના સમયે ગરમીનો અનુભવ થાય છે. આમ રાજ્યમાં હાલ બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. જે કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજ્યમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી અને તાવ જેવા રોગોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.અમદાવાદ શહેરમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ ખાતેર્ ંઁડ્ઢમાં ગત સપ્તાહ દરમિયાન ૧૩૯૯૧ કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેકશનના દર્દીઓમાં વધારો થવાના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જેમાં દર્દીઓને શરદી, ખાંસી, તાવ, આંખોમાં બળતરા જેવી ફરિયાદો જોવા મળી છે. અમદાવાદ સોલા સિવિલમાં ૬૫૦ દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે.

અમદાવાદ સોલા સિવિલ ખાતે ડેન્ગ્યુના શંકાસ્પદ ૭૬ અને મેલેરિયાના ૫૧૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદ સોલા સિવિલમાં બાળકોની ઓપીડીમાં રોજના ૫૦થી વધુ કેસ નોંધાયા છે. જેમાં ૧૫ બાળ દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને દાખલ કરવાની ફરજ પડી છે.બેવડી ઋતુને લીધે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થતા સોલા સિવિલના ડોક્ટર કિરણ ગોસ્વામીએ અપીલ કરી છે કે, વાયરલ ઇન્ફેક્શનમાં દર્દીઓએ બેદરકારી રાખવી જોખમી સાબિત થઈ શકે છે. વાયરલ ઇન્ફેક્શનમાં દર્દીને તુરંત સારવાર લેવી જરૂરી છે. સામાન્ય રીતે વાયરલ ઇન્ફેક્શન ૩ દિવસમાં દર્દીને રાહત થતી હતી, જે હવે ૫ થી ૭ દિવસ સુધી દર્દીઓને વાયરલ ઇન્ફેક્શનમાં હેરાન થવું પડી રહ્યું છે.

Related posts

અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત

Master Admin

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં ૩ની ધરપકડ

Master Admin

અમદાવાદ એરપોર્ટ પરથી ૧૨.૫૦ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે ચાર પેડલર પકડાયા

Master Admin

Leave a Comment

Translate »