Nirmal Metro Gujarati News
City NewsCrime

અમદાવાદના નિકોલમાંથી પોલીસે ૨ કરોડનું સમુદ્રી સોનું ઝડપ્યું

ઝડપાયેલ ઉલ્ટીની કિંમત ૨ કરોડ છે

પ્રતિબંધીત ચીજ વસ્તુઓના વેચાણ તેમજ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ બનતા ગુના અટકાવવા મળેલ સુચના આપી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓના વેચાણ તેમજ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ના ગુનાઓ બનતા અટકાવવા સારૂ આપેલ સુચના આધારે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ જીતેન્દ્ર અગ્રવાલ તથા મદદનીશ પો.કમિ.”આઇ” ડિવિઝન કૃણાલ દેસાઈએ પ્રતિબંધીત ચીજ વસ્તુઓના વેચાણ તેમજ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ બનતા ગુના અટકાવવા મળેલ સુચના આપી હતી.

નિકોલ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ તેમજ સર્વેલન્સ સ્કોડના માણસો સાથે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે વખતે અંગત બાતમીદાર દ્વારા સંયુકત બાતમી હકિકત મળેલ કે, “એક ઈસમ નામે મુકેશ ડાભી રહે, ભાવનગર નાનો તેની પાસે રહેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચાણ કરવા સારૂ તેના એક માણસ નામે નવદિપ ચૌહાણ રહે.ભાવનગર નાઓને વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે નિકોલ એસ.પી.રીંગ કઠવાડા ચાર રસ્તા ખાતે મોકલનાર છે.”જે બાતમીના આધારે એક ડમી ગ્રાહક નાઓને બોલાવી સદરી વ્હેલ માછલીની ઉલ્ટી લેવા જવા જણાવતા ડમી ગ્રાહક નાઓએ આ મુકેશ ડાભી રહે.

ભાવનગર નાઓ સાથે ટેલીફોનીક વાતચીત કરતા મુકેશ ડાભીનાએ આજ રોજ તા.૦૨/૦૨/૨૦૨૬ ના રોજ નિકોલ કઠવાડા ચાર રસ્તા રીંગ રોડ ખાતે વ્હેલ માછલીની ઉલ્ટી આપવા માટે નવદિપ ઘનશ્યામભાઇ ચૌહાણ નાઓ મોકલી આપેલાની હકિકત જણાઈ આવતા જેથી સ્ટાફના માણસો તથા બે પંચો સાથે નિકોલ એસ.પી.રીંગ રોડ કઠવાડા ચાર રસ્તા ખાતે વોચ તપાસમાં હાજર હતા.

એક ઈસમ નામે નવદિપ સન/ઓફ ઘનશ્યામભાઇ જાતે.ચૌહાણ ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવિંગ રહે.મ.નં.૧૨, હિમાલ્યા ટેનામેન્ટ, ખારસી સોસાયટી પાસે, તરસમીયા, માલણકા તા.જી.ભાવનગર નાઓને પકડી બે પંચો તથા સાથેના સ્ટાફ ના માણસો રૂબરૂ તેના કબજામાંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) નાના-મોટા ટુકડાઓ જેનુ કુલ્લે વજન ૨ કિલો ૯૬૦ ગ્રામ જેની આશરે કિ.રૂ.૨,૯૬,૦૦,૦૦૦/- (બે કરોડ છન્નુ લાખ પુરા)ની ગણી શકાય તથા સદરી ઈસમની અંગઝડતી માથી એક વીવો કંપનીનો કાળા જેવા કલરનો મોબાઇલ ફોન મળી જેની કિંમત રૂ.૮૦૦૦/- ગણાય શકાય તે મળી કુલ્લે કિ.રૂ.૨,૯૬,૦૮,૦૦૦/- ( બે કરોડ છન્નુ લાખ આઠ હજાર પુરા)ની ગણી શકાય.

તે મુદ્દામાલ મ્દ્ગજીજી કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી સામાવાળાનાને મ્દ્ગજીજી એકટ કલમ-૩૫(૧)(ઈ) મુજબ તા.૦૨/૦૨/૨૦૨૬ના કલાક-૨૩/૪૫ વાગે અટક કરી વેચાણ પ્રતિબંધીત વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે પકડી પાડી પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે. તા.૦૨/૦૨/૨૦૨૬ નવદિપ સન/ઓફ ઘનશ્યામભાઇ જાતે.ચૌહાણ ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવિંગ રહે.મ.નં.૧૨ હિમાલ્યા ટેનામેન્ટ ખારસી સોસાયટી પાસે તરસમીયા માલણકા તા.જી.ભાવનગર

Related posts

મણિનગરની દુર્ગા સ્કૂલમાં બદલાની ભાવનાથી કેમિકલ ભેળવીને જીવલેણ કૃત્ય

Master Admin

સફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન

Master Admin

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા ૬ વર્ષમાં ૧.૩૦ કિલોનો જથ્થો ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »