Nirmal Metro Gujarati News
City NewsCrime

અમદાવાદમાં ઈડીના દરોડાઃ ગેરકાયદે કોલ સેન્ટરોના ૬ સ્થળો પર ત્રાટકી ટીમ

ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ!

ઈડીના આ આકરા પ્રહારને પગલે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા શહેરના છ વિવિધ સ્થળોએ દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.ઈડીની આ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓ અમેરિકાની સરકારી એજન્સીઓના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી વિદેશી નાગરિકોને ડરાવતા હતા અને તેમની પાસેથી મોટી રકમનો ‘તોડ’ કરી ડિજિટલ પેમેન્ટ મેળવતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ રીતે મેળવેલી રકમને સૌ પ્રથમ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી. ત્યારબાદ, હવાલા ઓપરેટરો અને સ્થાનિક કાળાબજાર જેવી ગેરકાયદે ચેનલો દ્વારા આ નાણાંને રોકડમાં ફેરવી દેવામાં આવતા હતા.ઈડીની તપાસ દરમિયાન મુખ્ય આરોપીઓ પૈકીના એક, આકીબ ઘાંચી પાસેથી આશરે ૧૨,૦૦૦ યુએસ ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સી અને ૧૩.૫૦ લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી, જે એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઈડીએ તપાસના સ્થળેથી મહત્ત્વપૂર્ણ ડેટા ધરાવતા અનેક ગુનાહિત દસ્તાવેજો તેમજ ડિજિટલ ઉપકરણો પણ કબજે કર્યા છે.કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઈડીએ કડક કાર્યવાહી કરતા આરોપીઓ અને તેમની સંસ્થાઓ સાથે જોડાયેલા ૩૧ બેન્ક ખાતાઓ અને બેન્ક લોકર્સ ળીઝ કરી દીધા છે. ઈડીના આ આકરા પ્રહારને પગલે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.અમદાવાદ શહેરમાં કાર્યરત ગેરકાયદેસર કોલ સેન્ટરો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ત્રાટકીને મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ મોહમ્મદ અન્સારી(ઉર્ફે ઇરફાન અન્સારી), આકીબ ગુલામરસૂલ ઘાંચી, વિકાસ કેનીમાર, દિવ્યાંગ રાવલ, પ્રદીપ વી. રાઠોડ અને તેમના સાગરિતો દ્વારા ચલાવવામાં આવતું હતું.અમદાવાદમાં ઝડપાયેલા આ ગેરકાયદેસર કોલ સેન્ટરો અત્યાધુનિક તકનીકી માળખા, તાલીમબદ્ધ સ્ટાફ અને પૂર્વ-નિર્ધારિત ‘કોલ સ્ક્રિપ્ટ્‌સ’ના સુવ્યવસ્થિત નેટવર્ક દ્વારા ચલાવવામાં આવતા હતા. આ કૌભાંડની કાર્યપદ્ધતિ મુજબ, કોલ સેન્ટરના ઓપરેટરો વિદેશી નાગરિકોને ફોન કરી પોતાની નકલી ઓળખ અમેરિકન સરકારી એજન્સીના અધિકારી અથવા પ્રતિષ્ઠિત કંપનીના પ્રતિનિધિ તરીકે આપતા હતા. ત્યારબાદ, ભોગ બનનાર વ્યક્તિને બાકી લોન, ટેક્સની જવાબદારી કે કાનૂની કાર્યવાહીની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. અંતે, કથિત કેસની પતાવટ કરવાના બહાને પીડિતો પર એમેઝોન ગિફ્ટ કાર્ડ ખરીદવા અથવા ડિજિટલ પેમેન્ટ કરવા માટે દબાણ કરી નાણાંની વસૂલાત કરવામાં આવતી હતી.ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા મેળવેલી રકમને સગેવગે કરવા માટે આરોપીઓ અત્યંત જટિલ અને આયોજનબદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. આ પ્રક્રિયાના ભાગરૂપે, સૌ પ્રથમ ભોગ બનનાર પાસેથી મેળવેલા ગિફ્ટ કાડ્‌ર્સને રિડીમ કરી નાણાં મેળવવામાં આવતા અને ત્યારબાદ પકડાઈ જવાની બીકે આ રકમને બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી દેવામાં આવતી હતી.

Related posts

પંજાબના લુધિયાણામાંથી સફેદ ડ્રમમાં લાશ મળી

Master Admin

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

Master Admin

PUBG ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ

Master Admin

Leave a Comment

Translate »